Last Update : 02-November-2012, Friday

 

નવી કેબીનેટ સાથે પ્રથમ બેઠક
૨૦૧૪ની ચૂંટણી પહેલાં અધૂરાં કામો પૂરાં કરવા મંત્રીઓને વડાપ્રધાનનો આદેશ

પડકારોને પહોંચી વળવા પ્રયાસો બમણા કરો ઃ કેબિનેટ મંત્રીઓ જુનિયરોને કામ સોંપે

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૧
મંત્રીમંડળમાં ફેરબદલ બાદ મળેલી પહેલી બેઠકને સંબોધન કરતાં પ્રધાનમંત્રી મનમોહનસિંહે જણાવ્યું હતું કે, ''મને ખબર છેકે તેઓ રાજનીતિક કેલેન્ડરની વિરૃદ્ધમાં નિર્ણયો લઈ રહ્યા છે પરંતુ એ વાત ન ભૂલવી જોઈએ કે આપણે રાષ્ટ્રનિર્માણના લક્ષ્યમાં સામેલ છીએ. જો કે એમાં કોઈ સંદેહ નથી કે જે સમય બચ્યો છે તેમાં મંત્રીમંડળનો દરેક સભ્ય અધુરા લક્ષ્યાંકો પૂરા કરવા પૂરા જોશથી કામ કરશે.''
પ્રધાનમંત્રીએ બેઠકમાં જણાવ્યું કે, આપણે એકદમ ખરાબ સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છીએ, ભારતીય અર્થવ્યવસ્થાને બહુ ખરાબ સમય જોયો છે. આના કારણે જ્યાં નિકાસ પર ખરાબ અસર પડી છે ત્યાં રાજકોષીય ખાધ પણ વધતી જાય છે. રાજકોષીય ખાધ પર ચિંતા વ્યક્ત કરતાં મનમોહનસિંઘે જણાવ્યું કે, દરેકસભ્યે આ પરેશાનીના નિવારણ માટે કામ કરવાનું છે. તેમણે જણાવ્યું કે, આપણે જે લક્ષ્ય નક્કી કર્યા છે તે હાંસલ કરી શકાય એમ છે, બસ આપણે આસ્થા અને સાહસ સાથે કામ કરવાની જરૃર છે.
ઊંચી રાજકોષીય ખાધ અંગે ચિંતા વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આના કારણે રોકાણ પર માઠી અસર પડે છે. સરકારી ખર્ચમાં શિસ્તઅને સંયમ લાવવાની હાકલ કરતાં તેમણે જણાવ્યું કે, રાજકોષીય ખાધ ઊંચી હોવાથી ઘરેલુ અને વિદેશી રોકાણ માટે અવરોધક બની રહી છે.
લોકસભાની ચૂંટણી આડે ઓછો સમય બાકીરહ્યો હોવાની વાતને ધ્યાને રાખીને તેમણે કહ્યું કે, તેઓ રાજનીતિક કેલેન્ડરની વિરૃદ્ધ કડવા નિર્ણયોલઈ કામ કરી રહ્યા છે. પરંતુ આ કઠીન સ્થિતિમાં અગ્રતા નક્કી કરીને તેને નિવારવાના ઉપાયો હાથ ધરવાના છે.
તેમણે જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે પ્રવર્તમાન કઠીન આર્થિક સ્થિતિની અસર ભારતને પણ થઈ રહી છે. પરિણામ સ્વરૃપ આપણા વિકાસદરમાં ઘટાડો થયો છે. નિકાસમાં ઘટાડો થવાને કારણે રાજકોષીય ખાધ પણ વધી રહી છે. આપણી સૌથી વધુ ચિંતા રાજકોષીય ખાધને કારણે છે. આ બાબત ઘરેલું અને વિદેશી રોકાણ માટે અવરોધક છે. આ મુદ્દો આખી અર્થવ્યવસ્થા અને ઘણી બધી બાબતોને અસર કરી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ ઉર્જાની માગ અને પુરવઠાના ગાળા તરફ ધ્યાન ખેંચતા જણાવ્યું કે, આ સ્થિતિ દેશના વિકાસમાં અંતરાયરૃપ બની રહી છે. જોકે તેમણે કહ્યું કે, નાણાકીય સ્થિતિને લઈને ઝાઝી ચિંતા કરવાની જરૃર નથી. તેમણે બુનિયાદી ઢાંચો મજબુત કરવાની વાત પર જોર આપતા જણાવ્યું હતું કે, સામાજિક અને આર્થિક નીતિઓ બનાવવાની બાબતમાં આપણે સારી એવી સફળતા હાંસલ કરી છે પરંતુ રાજ્યકક્ષાના મંત્રીઓને પણ તેમની કાબેલિયત પ્રમાણે કામ કરવા દેવામાં આવે.
છેલ્લા નવ વર્ષમાં યુપીએ સરકારે મનરેગા, આધાર નંબર જેવી યોજનાઓ અમલમાં મૂકીને સામાજિક મુદ્દે સારી નીતિઓનો અમલ કર્યો છે. એમ તેમણે જણાવ્યું હતું.
સરકારે બારમી પંચવર્ષીય યોજનાના લક્ષ્યાંક હાંસલ કરવા પર ધ્યાન આપવાની હિમાયત કરતાં જણાવ્યું કે, આ ગાળામાં માળખાકીય ક્ષેત્રમાં એક ટ્રિલિયન ડોલરનાં રોકાણનો લક્ષ્યાંક પાર પાડવાનો છે.
૨૦૧૨-૧૩ના બજેટમાં રાજકોષીય ખાધ ઘટાડીને ૫.૧ ટકા સુધી લાવવાની દરખાસ્ત મુકવામાંઆવી હતી. ૨૦૧૬-૧૭માં ત્રણ ટકા સુધી લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે પરંતુ જુદા જુદા વૈશ્વિકઅને ઘરેલુ કારણોસર આ લક્ષ્યાંક પાર પાડવાના બદલે તેમાં વધારો થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે ખર્ચમાં કાપ મૂકીને રાજકોષીય ખાધ ૫.૩ટકા સુધી રાખવાનો પ્રયાસ કરાશે. સરકાર વધુ ને વધુ વેરા વસુલવા પ્રયાસ કરશે અને રોકાણની પ્રક્રિયાને ઝડપી બનાવવા પ્રયાસ કરવામાં આવે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved