Last Update : 02-November-2012, Friday

 

સબસિડી વગરના ગેસના બાટલામાં રૃ. ૨૬નો વધારો મોડી રાતે પાછો ખેંચાયો

વિપક્ષોના ભારે વિરોધના પગલે સંભવતઃ નિર્ણય ઃ જોકે કોમર્શિયલ બાટલામાં ભાવ વધારો યથાવત

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧
ઓઈલ કંપનીઓએ સબસીડી વિનાના રાંધણગેસના સિલિન્ડરના ભાવમાં ૨૬.૫૦નો વધારો જાહેર કર્યા પછી મોડી રાત્રે આ વધારો પાછો ખેંચ્યો હતો પરંતુ ૧૪.૨ કિલોગ્રાના અને ૧૯ કિ.ગ્રા. કોમર્શિયલ સિલિન્ડરનો ભાવવધારો યથાવત રાખતા હવે ૧૪.૨ કિલોગ્રામ કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૧૧૦૫.૫૦ અને ૧૯ કિ.ગ્રામ. કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૧૫૫૧ થયો છે.
ઓઈલ કંપનીના એક ટોચના અધિકારીએ કહ્યું હતું કે ભાવ વધારો મોકૂફ રખાયો છે. જોકે તેમણે તેનું કારણ આપવાની ના પાડી હતી, અધિકારીએ કહ્યું હતું કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ વધારવાના નિર્ણયમાં કોઈ ફેરફાર નથી.
અગાઉ, ઓઇલ કંપનીઓએ સબસિડી વગરનાં રાંધણ ગેસ(એલપીજી) સિલિન્ડરના ભાવમાં આજે ૨૬.૫૦ રૃપિયા વધારો જાહેર કર્યો હતો. જેના કારણે સબસિડી વગરનાં એક સિલિન્ડરનો ભાવ વધીને ૯૨૨ રૃપિયા થઇ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે સરકારે સપ્ટેમ્બર માસમાં વર્ષમાં ફક્ત ૬ સિલિન્ડર જ સબસિડી ભાવે આપવાનો નિર્ણય લીધો છે. ૬ વધુ સિલિન્ડર બજાર ભાવે ખરીદવાના રહેશે. દિલ્હીમાં હાલમાં સબસિડીવાળા સિલિન્ડરનો ભાવ ૪૧૦.૪૨ રૃપિયા છે.
સરકાર હસ્તકની ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગયા મહિનાની સરેરાશ આયાત પડતર તથા ડોલરના ભાવને ધ્યાનમાં રાખી સબસિડી વગરનાં સિલિન્ડરના ભાવ નક્કી કરશે. સબસિડી વગરનાં સિલિન્ડરોની વપરાશ પર કોઇ નિયંત્રણ મૂકવામાં આવ્યા નથી.
દિલ્હીમાં ૧૪.૨ કિગ્રાનાં કોર્મશિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ૧૧૦૫.૫ રૃપિયા અને ૧૯ કિગ્રાનાં સિલિન્ડરનો ભાવ ૧૫૫૧ રૃપિયા થયો છે. આ અગાઉ ૧૪.૨ કિગ્રાના કોર્મશિયલ સિલિન્ડરનો ભાવ ૧૦૭૫ રૃપિયા અને ૧૯ કિગ્રાનાં સિલિન્ડરનો ભાવ ૧૫૩૬.૫ રૃપિયા હતો.
કોર્મશિયલ અને ડોમેસ્ટીક સિલિન્ડરના ભાવમાં તફાવત એટલા માટે જોવા મળે છે કારણકે સામાન્ય માનવી પર બોજ ઘટાડવા માટે સરકારે ડોમેસ્ટીક સિલિન્ડરને કસ્ટમ અને એકસાઇઝ ડયુટીમાંથી મુક્તિ આપી છે.
નવી યોજના હેઠળ ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઓઇલનાં ભાવ અને ડોલર તથા રૃપિયાના ભાવને ધ્યાનમાં રાખી દર મહિને સબસિડી વગરનાં સિલિન્ડરનાં ભાવ નક્કી કરશે. જો કે દિલ્હીમાં સબસિડીવાળા સિલિન્ડર ૪૧૦.૪૨ રૃપિયાના ભાવે આપવાનું ચાલુ રાખવામાં આવશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved