Last Update : 02-November-2012, Friday

 

નીલમ વાવાઝોડાની અસરને કારણે
આંધ્રપ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્તઃ ચારનાં મોત

વાવાઝોડાની તીવ્રતા ઘટતાં મોટો વિનાશ ટળ્યોઃ સરકારી તંત્ર અને લોકોને રાહત

(પી.ટી.આઇ.) હૈદરાબાદ, તા. ૧
જેના અંગે ભારે ગભરાટ વ્યાપ્યો હતો તે નીલમ વાવાઝોડું હવે મંદ પડતાં તામિલનાડુ અને આંધ્ર પ્રદેશના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે તેની અસર હજુ ચાલુ છે અને તેના પગલે દક્ષિણના આ બન્ને રાજ્યોના કેટલાક સ્થળોએ વરસાદ ચાલુ છે. વાવાઝોડા અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ ચાર વ્યક્તિઓ મોતને ભેંટી હોવાના અહેવાલ છે. વાવાઝોડાને કારણે ફસાયેલાં એક ઓઇલ ટેન્કરના ગુમ થયેલાં જ નાવિકોને શોધવાની કામગીરી ચાલુ છે અને ડીજી શિપિંગે આ ઘટનામાં તપાસનો આદેશ આપ્યો છે.
આંધ્રપ્રદેશના પ્રકાશમ, નેલ્લોર અને અનંતરપુર જિલ્લાઓમાં વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે અને દીવાલ પડી જવાથી એકનું મોત થયું છે. આ ઉપરાંત મકાનો પડી જવાની અને ઢોરઢાંખર ગુમ થવાની અનેક ઘટનાઓ બની છે.
નીલમ વાવાઝોડું ચેન્નાઇથી દક્ષિણે આવેલાં મહાબલીપુરમ પાસેના દરિયાકાંઠેથી ગઇકાલે સાંજે ચારથી પાંચ કલાકની વચ્ચે પસાર થઇ ગયું હતું. લોકોને જેવી બીક હતી તેનાથી તદન વિપરીત તેનાથી અત્યારસુધી કોઇ મોટું નુકસાન થયું નથી. આંધ્ર પ્રદેશના રાયલસીમા પ્રાંત પર ડિપ્રેશનમાં બેસતાં તે નબળું પડયું હતું અમે જણાવતાં હવામાનશાસ્ત્રીઓ જણાવ્યું હતું કે હવે તે વધુ આગળ જતાં ૧૨ કલાકમાં સાવ નબળું પડી જશે.
જોકે રાયલસીમા અને આંધ્રપ્રદેશના દરિયાઇ વિસ્તારોમાં તેની અસર આજે દેખાઇ હતી અને ભારે વરસાદને કારણે આ વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. સામાન્ય જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું હતું. તેના કારણે ડાંગરના ઊભા પાકસ કેળા અને અન્ય પાકને ખાસ્સું નુકસાન થયું છે. હૈદરાબાદ સહિત તેલંગાણાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડયો છે. નેલ્લોર જિલ્લાના ૧૦૦થી વધુ ગામો ભારે વરસાદ અને પવનને કારણે અંધારપટમાં છે.
'પ્રતિભા કાવેરી'નામનું જહાજ ગઇકાલે ભારે પવનને કારણે ફસાઇ પડતાં તેમાં રહેલાં ૧૫ જેટલાં ક્રૂ મેમ્બરોને આજે સવારે બચાવી લેવામાં આવ્યા હતા. તેમાં ગુમ છ નાવિકોને હેલિકોપ્ટરથી શોધવાની કામગીરી ચાલુ છે. દરિયાઇ વિસ્તારોમાં માછીમારી પર નિયંત્રણો યથાવત છે. સત્તાવાળાઓએ અત્યારસુધી તેમાં કોઇ રાહતની જાહેરાત કરી નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved