Last Update : 02-November-2012, Friday

 

નેશનલ હેરોલ્ડની ૧૬૦૦ કરોડની મિલકતો
સોનિયા-રાહુલે યંગ ઇન્ડિયા દ્વારા કબજે કરી ઃ સુબ્રમણ્યમ સ્વામી

યંગ ઇન્ડિયાના ૭૬ ટકા શેરો સોનિયા-રાહુલ પાસે ઃ ૩૦ લાખની ભાડાની આવક

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧
ભારતમાં રોજે રોજ મોટાગજાના રાજકારણીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો થઇ રહ્યા છે તેમાં આજે વધુ એક ઉમેરો થયો છે. જનતા પાર્ટીના પ્રમુખ સુબ્રમણ્યમ સ્વામીએ આ વખતે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીને નિશાન બનાવીને તેમના પર ભ્રષ્ટાચારના આક્ષેપો મુક્યા છે. ખોટા કાવા-દાવા કરીને રચવામાં આવેલી 'યંગ ઇન્ડિયન' નામની કંપનીમાં આ બન્નેનો ૭૬ ટકા જેટલો સંયુક્ત હિસ્સો છે. આમ તેમણે રૃ. ૧,૬૦૦ કરોડની મિલ્કત પચાવી હોવાનો સુબ્રમણ્યમ સ્વામીએ આક્ષેપ કર્યો છે.
નહેરૃ-ગાંધીના કુટુંબના વારસદાર અને સત્તારૃઢ પક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એક ફ્રોડ કંપની ચલાવી રહ્યા છે અને સરકારી સવલતોનો દુરૃપયોગ કરી રહ્યા છે તેવો સનસનીખેજ આક્ષેપ તેમણે કર્યો છે. કોંગ્રેસે આ આક્ષેપોનું ખંડન કરીને સ્વામી સામે કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી છે.
પોતાના આક્ષેપમાં સ્વામીએ જણાવ્યું છે કે નેશનલ હેરાલ્ડ (હવે બંધ થઇ ગયું) અખબારને પ્રકાશિત કરતી કંપનીને હસ્તગત કરવા અંગે આ બન્ને મહાનુભાવો જવાબ આપે કેમ કે કોંગ્રેસે આ કંપનીને રૃ. ૯૦ કરોડથી વધુની લોન આપી હતી.
રાહુલે ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં તેમનું નોમિનેશન ફાઇલ કરતી વેળાએ ચૂંટણી પંચ સમક્ષ કરેલી એફિડેવિટમાં આ અંગે ખુલાસો કર્યો નથી તેમ તેમણે એક પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું છે. સોનિયા અને રાહુલે 'યંગ ઇન્ડિયન' નામની સેક્શન ૨૫ કંપની ઉભી કરી હતી અને તેમાં બન્નેનું ૩૮-૩૮ ટકાનું હોલ્ડિંગ હતું. આ કંપનીએ જવાહરલાલ નહેરૃ દ્વારા સ્થાપવામાં આવેલાં એસોસિએટેડ જર્નલ્સને હસ્તગત કર્યા હતા. આ કંપની નેશનલ હેરાલ્ડ અને કોમી આવાજનું પ્રકાશન કરતી હતી તેમ તેમણે ઉમેર્યું હતું. એસોસિએટેડ જર્નલ્સે એઆઇસીસી પાસેથી રૃ. ૯૦ કરોડની અનસિક્યોર્ડ લોન લીધી હતી તેમ જણાવતાં તેમણે કહ્યું હતું કે જે આવકવેરા કાયદા હેઠળ ગેરકાયદેસર છે કેમ કે રાજકીય પક્ષને વેપારી હેતુ માટે લોન આપી શકે નહિ. તેમણે આક્ષેપ કર્યો હતો કે યંગ ઇન્ડિયનએ માત્ર રૃ. ૫૦ લાખની લોન દર્શાવીને બોર્ડના એક ઠરાવ મારફત તેને માંડી વાળી હતી. એ પછી એસોસિએટડ જર્નલ્સના શેરો યંગ ઇન્ડિયનને ટ્રાંસફર કરીને તેનું વેચાણ કરી દેવામાં આવ્યું છે. હવે તે કોઇ અખબાર કે જર્નલનું પ્રકાશન કરતી નથી.
સ્વામીએ વધુમાં આક્ષેપો કર્યા હતા કે દિલ્હીમાં હેરાલ્ડ હાઉસ જેવી મૂલ્યવાન મિલ્કત ઉપરાંત એસોસિએટેડ જર્નલ્સના દિલ્હી અને ઉત્તર પ્રદેશની અન્ય મિલ્કતોને આંચકી લેવા માટે આ સોદો કરવામાં આવ્યો હતો. આ મિલ્કતોની કુલ કિંમત રૃ. ૧,૬૦૦ કરોડ જેટલી થવા જાય છે. તેમણે આ સોદામાં કંપની બાબતોના મંત્રાલય અને સીબીઆઇ દ્વારા સંયુક્ત તપાસની માગ કરી હતી. તેમણે આ માગણીના ટેકામાં પત્ર પણ લખ્યો છે.
જાહેર ભંડોળને ખાનગી માલિકીની કંપનીમાં ઠાલવી દેવામાં આવ્યું છે. તેમણે તો એવો પણ દાવો કર્યો છે કે કંપનીની મીટિંગો પણ સોનિયા ગાંધીને ફાળવવામાં આવેલાં સરકારી નિવાસ્થાન ૧૦, જનપથ, નવી દિલ્હી ખાતે કરવામાં આવી હતી. જે ગેરકાયદેસર છે.
નવી દિલ્હીમાં હેરાલ્ડ હાઉસ હવે યંગ ઇન્ડિયનના કબ્જામાં છે અને તેના બે માળ એક પાસપોર્ટ ઓફિસને ભાડે આપી દેવામાં આવ્યા છે અને કંપની એપેટે માસિક રૃ. ૩૦ લાખનું ભાડું ચુકવે છે. જેનો ૭૬ ટકા હિસ્સો રાહુલ અને સોનિયાને મળે છે તેવો આક્ષેપ સ્વામીએ કર્યો છે.
જોકે કોંગ્રેસે સ્વામીના આક્ષેપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે એવા અનેક કેરેક્ટર્સ છે જે ગમે ત્યારે ગમે તે બફાટ કરતા હોય છે. એઆઇસીસીના જનરલ સેક્રેટરી જનાર્દન દ્વિવેદીએ જણાવ્યું હતું કે'દરેક સમાજ અને દેશમાં તમને એવા અનેક કેરેક્ટર્સ મળી રહેશે. તમે જે વ્યક્તિનો ઉલ્લેખ કરી રહ્યા છે તે પણ કદાચ તેમાંથી એક હશે. જેઓ ગમે ત્યારે ગમે તે બોલતા હોય છે.' ભાજપે સ્વામીના સૂરમાં સૂર પૂરાવતા આ આક્ષેપોમાં તપાસની માગ કરી છે. ભાજપના નેતા બલબીર પૂંજે કહ્યું છે કે સરકારે આ મામલામાં ઝડપથી તપાસનો આદેશ આપવો જોઇએ.

રાહુલ ગાંધીએ સ્વામીને અદાલતમાં લઇ જવાની ધમકી આપી
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧
રાહુલ ગાંધીએ જનતા પાર્ટીના પ્રમુખ સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ તમામ કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ આજે સ્વામીએ રાહુલ અને સોનિયા ગાંધીને નિશાન બનાવીને નેશનલ હેરાલ્ડ અખબાર પ્રકાશિત કરનાર કંપની 'યંગ ઇન્ડિયન'નાં સંપાદન સામે પ્રશ્નો ઉઠાવ્યા હતાં. નેશનલ હેરાલ્ડ અખબારનું પ્રકાશન હાલમાં બંધ છે. સ્વામીએ દાવો કર્યો હતો કે કોંગ્રસે આ કંપનીને ૯૦ કરોડ રૃપિયા લોન આપી હતી.
તમામ આરોપોને ખોટા અને અપમાનજનક ગણાવ્યા
રાહુલ ગાંધી દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે સ્વામી દ્વારા જેટલા પણ આરોપ મૂકવામાં આવ્યા છે તે તમામ સંપૂર્ણ રીતે ખોટા અને અપમાનજનક છે. તેમણે આ આરોપોને રાજકારણથી પ્રેરિત ગણાવીને જણાવ્યું હતું કે કાયદા અનુસાર જે કોઇ પણ માર્ગ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરી આ આરોપોનો યોગ્ય જવાબ આપવામાં આવશે.
આ અગાઉ સ્વામીએ જણાવ્યું હતું કે કોઇ પણ રાજકીય પક્ષ ધંધાકીય હેતુ માટે લોેન આપી શકે નહીં. તેમણે દાવો કર્યો હતો કે આવકવેરા કાયદા અનુસાર આ પ્રકારની લોન આપવી ગેરકાયદેસર છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved