Last Update : 02-November-2012, Friday

 

થરૃરની પત્ની પર ટીપ્પણી કરતા પહેલાં
મોદી પોતાની પત્ની અંગે સ્પષ્ટતા કરે ઃ દિગ્વિજયસિંહ

મોદી પરિણીત છે કે ડાઇવોર્સી ? હમેશાં 'મેરિટલ સ્ટેટસ'નું ખાતું ખાલી કેમ છોડી દે છે ?

(પી.ટી.આઈ.) શિમલા, તા. ૧
કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે આજે બીજી વખત કેન્દ્રીય મંત્રી બનેલા શશી થરૃરના પત્ની અંગે '૫૦ કરોડની ગર્લ ફ્રેન્ડ'ની કરેલી અપમાનજનક ટિપ્પણી અંગે નરેન્દ્ર મોદીને આડા હાથે લીધા હતા. દિગ્વિજયે મોદી પર વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, નરેન્દ્ર મોદી પોતાના લગ્ન અંગે કેમ ચુપ છે ? તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના પત્નીનું નામ યશોદાબેન છે. તેમણે કહ્યું કે પોતાના લગ્ન અંગે મોદી શા માટે ચુપકિદી સેવી રહ્યા છે ? પોતાના લગ્નની વાત શા માટે છુપાવે છે ? તેમણે મોદીની અંગત જિંદગી પર પ્રહારો કરતા જણાવ્યું કે દસ્તાવેજોમાં જયારે તેમનાં 'મેરિટલ સ્ટેટસ'ની માહિતી ભરવાની હોય છે તે ખાનું હંમેશા ખાલી છોડી દેવામાં આવે છે.
દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરવી જોઈએ કે, તેઓ યશોદાબેનને પરણ્યા છે કે કેમ ? અને જો પરણ્યા હોય તો તેણીને છુટાછેડા આપેલા છે ? તેઓ શા માટે પત્નીની સાથે રહેતા નથી ? તેઓ પોતે પરણીત છે કે અપરણિત એ અંગે મેરિટલ સ્ટેટસ શા માટે જાહેર કરતાં નથી ? દિગ્વિજય સિંહે જણાવ્યું કે, તેઓ કયારેય કોઇની અંગત બાબતે ટિપ્પણી કરવામાં માનતા નથી પરંતુ મોદીએ થરૃરના પત્ની સુનંદા પુષ્કર પર પ્રહારો કરતાં તેમને વળતો જવાબ આપવાની ફરજ પડી છે.
દરમિયાન શશી થરૃરે પણ બીજા દિવસે મોદી પર વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે મારી પત્ની અણમોલ છે. આ વાત સમજવા માટે મોદીને પ્રેમ કરતા આવડવું જરૃરી છે. મારી પત્ની મોદીની રૃ. ૫૦ કરોડની સોચ કરતાં કયાંય કિંમતી છે.
દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે, મોદીએ સુનંદા પુષ્કર અંગે ટિપ્પણી કરીને મહિલાઓનું અપમાન કર્યું છે. બીજાની પત્નીઓ પર ટિપ્પણી કરનારા મોદી પોતાની પત્ની અંગે કેમ ચુપ છે ? મોદીની ટિપ્પણી સામે દિગ્વિજય સિંહે શશી થરૃરનું ખુલ્લે આમ સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે પત્ની હંમેશા અણમોલ હોય છે અને તેનો પ્રેમ પણ. પણ આ વાત એ વ્યકિત સમજી શકે જેણે કયારેય કોઇને પ્રેમ કર્યો હોય. દિગ્વિજય સિંહે કહ્યું કે મોદી અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે અને તેની આ ટિપ્પણીથી મહિલાઓનું અપમાન થયું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved