Last Update : 02-November-2012, Friday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૩૧ ઓક્ટોબરથી મંગળવાર ૬ નવેમ્બર સુધી

 

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડ વધુ પ્રચલિત બનાવેલા છે. કુલ ૭૮ કાર્ડ દ્વારા ભાવિ ફળકથન કરવામાં આવે છે જેમાં દરેક કાર્ડ પર રેખાંકન કરેલા ચિત્રનું અલગ અલગ અર્થઘટન થતું હોય છે. ટેરટ અંગેની વિશાળ માહિતી ઈન્ટરનેટ પર ગુગલ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

મેષ (અ.લ.ઈ.) ઃ The Fool - ધ ફૂલ આંખો પર પાટા બાંધી ઊછળતા પગે ચાલી રહેલી વ્યક્તિનું દર્શાવામાં આવેલું ચિત્ર વગર વિચાર્યે કોઈ નિર્ણયો ન કરવા સૂચવી જાય છે. ન ગમતી ઘટના તમને હતાશ બનાવશે. અચાનક સ્થાન પરિવર્તન માટે નિર્ણય લેવાનો આવે. તા. ૩,૪ શુભ.

 

વૃષભ (બ.વ.ઉ.) ઃ The Worold - ધ વર્લ્ડ દુનિયાની અજાયબીઓનું દર્શાવામાં આવેલું ચિત્ર તમારા સખત પુરુષાર્થનું શુભફળ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. પ્રવાસ-મુસાફરીનું આયોજન થશે. દૂર વસતા મિત્રો તથા સ્નેહીજનોને મળવાનું થશે. વારસાગત બાબતોમાં ફાયદો થશે. તા. ૩૧,૧,૨,૬ શુભ.

 

મિથુન (ક.છ.ઘ.) ઃ The Magician - ધ મેજીસીયન પોતાના જાદુનાં સાધનો ટેબલ પર ગોઠવી બંને હાથ દ્વારા કંઈક સમજાવી રહેલા જાદુગરનું દર્શાવામાં આવેલું ચિત્ર તમારી કાર્યકુશળતા દર્શાવાની તક પ્રાપ્ત થઈ શકવાનું સૂચવી જાય છે. જીવનસાથી સાથે મતભેદ સર્જાય નહિ તે માટે ધ્યાન રાખવું. વ્યવસાયક્ષેત્રે નવાં ફેરફારો ઊદ્ભવશે. તા. ૩,૪ શુભ.

 

કર્ક (ડ.હ.) ઃ The Tower - ધ ટાવર એક ઊંચી ઈમારત પાસે થઈ હાથમાં ભાલા સાથે પસાર થઈ રહેલી વ્યક્તિનું દર્શાવામાં આવેલું ચિત્ર કોઈ સમસ્યાથી તકલીફમાં મૂકાયેલા હો તો તેનો યોગ્ય ઉકેલ આવવાનું સૂચવી જાય છે. કોર્ટ-કચેરી સંબંધિત કામોમાં વિજય મળશે. યશ પ્રાપ્તી થાય તેવી ઘટના બનવા પામશે. તા. ૩૧,૧,૨,૫,૬ શુભ.

 

સિંહ (મ.ટ.) ઃ The Devil - ધ ડૉયલ શયતાન જેવી બિહામણી વ્યક્તિનું દર્શાવામાં આવેલું ચિત્ર જો તમે કોઈ વ્યસનથી ઘેરાયેલા હશો તો તેમાંથી મુક્ત થઈ શકો તેવા સંજોગો ઉપસ્થિત થવાનું સૂચવી જાય છે. સંતાન સંબંધી કોઈ પ્રશ્ન નોંધપાત્ર બનવા પામશે. આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકુળતા ઉદ્ભવશે. તા. ૩૧,૧,૨,૩,૪ શુભ.

 

કન્યા (પ.ઠ.ણ.) ઃ Judgement - જજમેન્ટ રાજાશાહી પોશાકમાં ઊભેલી વ્યક્તિ પાસે કોઈ સમસ્યાની રજૂઆત કરી રહ્યા હોય તેવી ત્રણ વ્યક્તિઓનું દર્શાવામાં આવેલું ચિત્ર તમારી એકાદ મૂંઝવણનો ઉકેલ પ્રાપ્ત થઈ શકવાનું સૂચવી જાય છે. સ્થાવર સંપત્તિ સંબંધી જો કોઈ કૌટુંબિક સમસ્યા ઊદ્ભવેલી હશે તો તેનો સમાધાનકારી ઊકેલ પ્રાપ્ત થઈ શકશે. તા. ૩,૪,૫,૬ શુભ.

 

તુલા (ર.ત.) ઃ The Emperor - ધ એમ્પરર રાજાશાહી પોશાકમાં ભવ્ય સિંહાસન પર બિરાજેલ રાજાનું દર્શાવામાં આવેલું ચિત્ર સત્તાધીશ વ્યક્તિઓ સાથેના સંપર્ક નોંધપાત્ર બનવાનું સૂચવી જાય છે. કોઈ નોંધપાત્ર નિર્ણયો લઈ રહ્યા હો તો ઉતાવળા ન બનવું. પ્રવાસ-મુસાફરી દરમ્યાન પૂરતી કાળજી રાખવી. તા. ૫,૬ શુભ.

 

વૃશ્વિક (ન.ય.) ઃ Strength - સ્ટ્રેન્થ સિંહની કેશવાળી પકડી તેના પર બેસીને સવારી કરી રહેલી શક્તિશાળી વ્યક્તિનું દર્શાવામાં આવેલું ચિત્ર તમારા આત્મવિશ્વાસ દ્વારા વિલંબમાં પડેલા કાર્યોને ઉકેલી શકવાનું સૂચવી જાય છે. જરાપણ દ્વિધામાં રહ્યા વિના મહત્વનાં કામોને ઉકેલવા કરવામાં આવતા પ્રયત્નમાં લાભદાયક પરિસ્થિતિ જોવા મળશે. તા. ૩૧,૧,૨ શુભ.

 

ધન (ભ.ધ.ફ.ઢ.) ઃ The Moon - ધ મૂન સુંદર પોષાકમાં ઉભેલી રાજકુમારી અને રાત્રિનાં આકાશમાં ખીલી ઉઠેલા ચંદ્રનું દર્શાવામાં આવેલું ચિત્ર એકાદ શુભ પ્રસંગની ઉજવણીમાં તમારે ભાગ લેવાનું સૂચવી જાય છે. કોઈ સમસ્યાને કોઈ ચિંતિત હશો તો તેનો સુખદ ઉકેલ આવશે. તા. ૩૧,૧,૨,૩,૪ શુભ.

 

મકર (ખ.જ.) ઃ Justice - જસ્ટીસ સિંહાસન પર બિરાજમાન ન્યાયાધીશ વ્યક્તિનું દર્શાવામાં આવેલું ચિત્ર તમારા માટે કોર્ટ-કચેરી સંબંધિત કોઈ કાર્યો હોય તો તે નોંધપાત્ર બનવાનું સૂચવી જાય છે. સંતાન સંબંધી મહત્વનાં નિર્ણય લેવાના આવશે. જીવનસાથી સાથે ટુંકી મુસાફરીનો યોગ ઉદ્ભવશે. તા. ૩,૪,૫,૬ શુભ.

 

કુંભ (ગ.શ.સ.ષ.) ઃ The Hanged Man - ધ હેંગમેન ઊંધા માથે પર્વતીય ખીણમાં પરછાઈ પડેલી વ્યક્તિનું દર્શાવામાં આવેલું ચિત્ર તમારા કોઈ મહત્વનાં નિર્ણયોમાં તમે ખોટા ના પડો તેનું ધ્યાન રાખવા સૂચવી જાય છે. કોઈ કાર્ય માટે સ્વપુરૃષાર્થ કરવાનો આવશે. હાથમાં લીધેલા કામોમાં કામ ચલાઉ અવરોધ ઉદ્ભવશે. તા. ૫,૬ શુભ.

 

મીન (દ.ચ.ઝ.થ) ઃ The Empress - ધ એમ્પ્રેસ બગીચામાં ફુલોની ક્યારીઓ પાસે ઉભેલી સુંદર રાજકુમારીનું દર્શાવામાં આવેલું ચિત્ર તમારી સુખ સગવડતાઓમાં વધારો થઈ શકવાનું સૂચવી જાય છે. તમારે ત્યાં મહેમાનો આવશે જેઓની સાથે ફરવા જવા માટેનો કાર્યક્રમ ગોઠવવો પડશે. ખર્ચાઓ વધુ પ્રમાણમાં થશે. તા. ૩૧,૧,૨ શુભ.

 

ભાજપ પ્રમુખ નીતિન ગડકરીનો ગ્રહોની દૃષ્ટિએ વર્તમાન સમય

 

ભાજપ પ્રમુખ નીતિન ગડકરી સિંચાઈ કૌભાંડ બાદ પૂર્તિ પાવર એન્ડ સુગર લિમિટેડનાં આવક સ્ત્રોત સામે ભ્રષ્ટાચાર સામેના આક્ષેપોથી હાલમાં ચર્ચામાં આવેલા છે. અને તેમના પરના આક્ષેપો અંગે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે તેને ભાજપની આંતરિક બાબત જણાવેલી છે તે સંજોગોમાં નીતિન ગડકરીની જન્મકુંડળીનું અવલોકન કરતા જ્યોતિષની દૃષ્ટિએ વર્તમાન સમયનું ફળાદેશ જોતા જણાવી શકાય કે નાગપુર ખાતે ૨૭ મે ૧૯૫૭ના રોજ જન્મેલા સિંહ લગ્નના જન્મકુંડળી ધરાવતા તેમને કુંડળીના કર્મસ્થાને લગ્નેશ-કર્મેશ સૂર્ય, શુક્રની યુતિનો ઉત્તમ રાજયોગ સર્જાયેલો છે તથા સ્વરાશિના કર્મેશ શુક્રના કારણે પક્ષમાં ઉચ્ચ હોદ્દા સુધી પહોંચેલા છે. ગુરૃ પ્રથમ સ્થાને રહી નવમા સ્થાને રહેલા ચંદ્ર સાથે નવપંચમ્યોગમાં હોવાથી જબરજસ્ત પ્રતિષ્ઠતા હાંસલ કરેલી છે. વર્તમાન સમય દરમ્યાન મેષ રાશિના ચંદ્ર સામે પસાર થઈ રહેલા શનિ તેમજ કર્મસ્થાને રહેલો સૂર્યની પ્રતિયુતિમાં પસાર થઈ રહેલા રાહુ ઉપરાંત માર્ચ ૨૦૧૨થી ફેબુ્રઆરી ૨૦૧૩ દરમ્યાન રાહુ મધ્યે સૂર્યની અન્તદશાના કારણે હાલમાં આક્ષેપોના ભોગ બનવા પામ્યા છે. ફેબુ્રઆરી ૨૦૧૩ સુધીનો સમય તેઓના માટે કસોટીરૃપે રહેશે તેમજ તેમના પ્રમુખપદના હોદ્દા માટે વિવાદસ્પદ બનવા પામશે પરંતુ કર્મેશ શુક્ર તથા લગ્નેશ સૂર્ય પર ગોચરમાં વૃષભ રાશિમાં પસાર થઈ રહેલા ગુરુના કારણે વિવાદાસ્પદ પરિસ્થિતિમાંથી બહાર આવી શકશે. વિરોધીઓનો સામનો કરી શકશે. તેઓનો બચાવ થશે તેમજ માર્ચથી મે ૨૦૧૩ દરમ્યાન યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકવા ઉપરાંત વધુ લોકપ્રિયતા મેળવશે.

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved