Last Update : 02-November-2012, Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨-૧૧-૨૦૧૨, શુક્રવાર
આસો વદ ત્રીજ - સંકષ્ટ ચતુર્થી
આજે કરવા ચોથ છે.
યમઘંટ યોગ સવારના ૧૧ ક. ૩૩ મિ. થી શરૃ.

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૪૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૦ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૪૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૩ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૩૪ મિ. (સૂ) ૭ ક. ૩૧ મિ. (મું) ૭ ક. ૨૮ મિ.
જન્મ રાશિ ઃ આજે રાત્રે ૧ ક. ૦૬ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ રોહિણી સવારના ૧૧ ક. ૩૩ મિ. સુધી પછી મૃગશીર્ષ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરુ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર- રાત્રે ૧ ક. ૦૬ મિ. સુધી વૃષભ પછી મિથુન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન હેમંત ઋતુ રા.દિ. ફા. ૧૧ માસ-તિથિ-વાર આસો વદ ત્રીજ ને શુક્રવાર.
- આજે સંકષ્ટ ચતુર્થી છે.
- આજે કરવા ચોથ છે.
- યમઘંટયોગ સવારના ૧૧ ક. ૩૩ થી શરૃ.
- વિષ્ટી સવારના ૮ ક. ૫૯ મિ. સુધી.
ચંદ્રોદય ઃ (અ.) રાત્રે ૮ ક. ૩૯ મિ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્હેજ માસનો ૧૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ખોરદાદ માસનો ૧૭ રોજ સરોશ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ ધર્મકાર્ય થાય. પત્ની, સંતાન, પરિવારના કામમાં ધ્યાન આપવું પડે. સાસરી પક્ષના નોકરી-ધંધાના કામ અંગે ખર્ચ થાય.

 

વૃષભ ઃ પત્નીના પ્રશ્ને ચિંતા-દ્વિધામાં અટવાયેલા રહો. નોકરી-ધંધાના કામમાં કામ કરો પરંતુ વધારાનું કામ બાકી રહે. ચિંતા રહે.

 

મિથુન ઃ આપના અંગત જીવનના પ્રશ્ને ચિંતા રહે, વિવાદ બિમારી ચિંતા ખર્ચ છતાં નોકરી-ધંધાના કામમાં કાર્યરત રહેવું પડે.

 

કર્ક ઃ પરિવારના કામમાં, ધર્મકાર્યમાં આનંદ રહે. નોકરી-ધંધાના કામમાં સાનુકુળ પ્રગતિ જણાય. કામ મળે, આવક થાય. આનંદ રહે.

 

સિંહ ઃ સરકારી, રાજકીય, ખાતાકીય કામમાં આળસ, બેકાળજી રાખવી નહીં. ધર્મકાર્ય થાય. નોકરી-ધંધાનું કામ ચિંતા વ્યસ્તતા રખાવે.

 

કન્યા ઃ આપના નોકરી-ધંધાના કામમાં હળવાશ રાહત રહે. ધંધો આવક થાય. વધારાનું કામ ઉકેલાતું જાય. આનંદ રહે.

 

તુલા ઃ આજે આપે તન- મન- ધનથી વાહનથી સંભાળવું પડે. બેંકમાં બેધ્યાન થઇ જવું નહીં. રસ્તામાં આવતા જતા સાવધાની રાખવી.

 

વૃશ્ચિક ઃ પત્ની-પરિવારથી, નોકરી-ધંધાના કામથી ચિંતા દ્વિઘામાં અટવાયેલા રહો. છતાં તમારે કામનો ઉકેલ લાવવો પડે, કામ ઉકેલાય.

 

ધન ઃ નુકસાન- વિવાદ થાય તેવો કોઇ નિર્ણય કરવો નહીં વાણીમાં મીઠાસ રાખવી. શરીરમાં દર્દપીડાથી બેચેની, ઉદાસીનતા જણાય.

 

મકર ઃ પુત્ર પૌત્રાદિકના પરિવારના સાસરી પક્ષના, નોકરી-ધંધાના કામની ચિંતા વ્યસ્તતા રહે. પિતૃપક્ષના કામમાં ધ્યાન આપવું પડે.

 

કુંભ ઃ હરો ફરો, કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ, રાહત જણાય નહીં. વિવાદ ઉદ્વેગ નાણાં ભીડથી તકલીફ પડે.

 

મીન ઃ ધર્મકાર્ય, યાત્રા-પ્રવાસ મુલાકાતથી આનંદ રહે. નોકરી-ધંધામાં આવક થાય. ઉઘરાણી આવવાથી રાહત રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨-૧૧-૨૦૧૨, શુક્રવાર

 

આજથી શરૃ થતું આપનું જન્મ વર્ષ યશ સફળતાનું રહે. લાંબા સમયના સંઘર્ષ મહેનતના અંતે જીવનની સફળતા પ્રગતિની શરૃઆત થાય. તમારી આવક, સુખ શાંતિ, સંપત્તિ પ્રાપ્તિથી હળવાશ રાહત જણાય. * નોકરી-ધંધાના કામકાજમાં નવું આયોજન ફેરફારી આ વર્ષમાં શક્ય બને. તેમાં પણ તમારા જન્મના ગ્રહયોગની પ્રબળતા હશે તો ન ધારેલી સફળતા પ્રગતિ ઉત્તરોત્તર જણાતી જાય. * ધર્મકાર્ય- શુભ કાર્ય- વ્યવહારિક સામાજીક કૌટુંબીક કામમાં સાનુકુળતા રહે. વધારાનો ખર્ચ થાય છતાં આનંદ અનુભવાય. * વિચાર શકિત બુદ્ધિ શકિત આત્મસ્ફૂરણાની પ્રબળતા તમને હકારાત્મક અભિગમ તરફ લઇ જાય. * સ્ત્રીવર્ગને વર્ષારંભે આરોગ્યની કાળજી રાખવી પડે. પતિની ચિંતા રહે. તે સિવાય જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ પતિ-સંતાન - પરિવારથી આનંદ. ં* વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસ માટે સારી તક પ્રાપ્ત થાય. મહેનતનું શુભ ફળ કારકિર્દીના ઘડતર માટે પ્રાપ્ત થાય.

 

સુપ્રભાતમ્

- વાળ ધોળા થઈ જાય પછી પણ જ્ઞાાનનો સંગ્રહ માણસે કરવો જોઈએ, કારણ જ્ઞાાની પુરૃષો જે સ્થિતિ-ગતિ પામે છે તે ધનિકો પામી શકતા નથી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુએ અંતે નક્કી કર્યું કે પોતાની પ્રેમિકા લીલી સાથે લગ્ન કરવાની માંગણી માટે લીલીના ઘરે જઈને એના પિતાને મળવું.
લલ્લુ એ રીતે તૈયારી કરીને ગયો. શું પૂછે તો શું જવાબ આપવો વગેરે એણે ગોઠવી રાખેલું પણ લીલીના પિતાએ લલ્લુની માંગણી સાંભળીને કશું પૂછવાના બદલે લલ્લુને ગડદાપાટુથી મારવા જ માંડયો.
એ મારથી અધમૂઓ થઈ ગયેલા લલ્લુએ છેવટે પૂછ્યું, ''તો શું હું માનુંને કે તમારો જવાબ ના છે?''

[Top]
 

આજ ની રેસીપી

પુલાવ-વૈવિઘ્ય

સોયા-પનીરનો પુલાવ

 

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ ચોખા, ૨૦૦ ગ્રામ સોયાપનીર, (સોયામાંથી બનાવેલું દૂધ), ૨૫ ગ્રામ તલ, અડધો ચમચો અડદની દાળ, ૧૦૦ ગ્રામ નાળિયેરનું છીણ, ૪ લાલ મરચાં, ચપટી હીંગ, ૧ ચમચી રાઈ સ્વાદ પ્રમાણે, મીઠું તળવા માટે ઘી, ૪ કપ પાણી.

 

રીત ઃ તલને પ્રથમ શેકી લો, ઘીમાં લાલ મરચાં અને હંિગ નાખી તેમાં ચોેખા અને પનીર નાંખી પ્રમાણસર પાણી નાખી થવા દો, તેમાં શેકેલા તલ પણ નાંખી દો. પુલાવ થઈ જાય એટલે થોેડા ઘીમાં રાઈ, અડદની દાળ અને નાળિયેરના છીણનો વઘાર કરો. ઉપર કોથમીર ભભરાવી ગરમ ગરમ પીરસો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved