Last Update : 01-November-2012, Thursday

 

શશી થરૃરને પ્રેમ-(વિશે)-પત્ર!

- મન્નુ શેખચલ્લી


આપણા મુખ્યમંત્રીજીએ હરિયાણાની ચૂંટણી સભામાં શશી થરૃરની મજાક ઉડાડતાં કહ્યું કે 'એમની તો ૫૦ કરોડની પ્રેમિકા છે...'
જવાબમાં શશી થરૃરે આપણા સાહેબને શીખામણ આપતાં કહ્યું છે કે '૫૦ કરોડ તો કંઈ નથી! પ્રેમની કિંમત તમે શું જાણો?'
સાલી, વાત તો સાચી! આ યુપીએ સરકારની મોંઘવારીમાં 'પ્રેમ' નામની કોમોડીટી પણ કોમનમેનને પરવડે એવી રહી નથી!
અમે શશી થરૃરને જવાબમાં આ ખુલ્લો પત્ર પાઠવી રહ્યા છીએ, તમે પણ વાંચો...
* * *
ડિયર શશી થરૃર,
તમને 'ડિયર' કીધું એટલે એમ ના માની બેસતા કે આ વળી કોઈ ૨૫-૩૦ લાખ પડાવવા માગતી નવી પ્રેમિકા ક્યાંથી ફૂટી નીકળી! 'ડિયર' તો એટલા માટે લખ્યું કે અંગ્રેજીમાં પત્રવ્યવહાર કરતી વખતે આવું લખવાનો શિષ્ટાચાર છે.
(છતાં કોઈ કોંગ્રેસીની હિંમત નથી કે મેડમ સોનિયાજીને અંગ્રેજીમાં લેટર લખતી વખતે આવું સંબોધન કરી શકે! ડિયર શશીજી, તમે ટ્રાય કરી છે કદી?)
એની વે, મૂળ વાત પર આવીએ તો, અમારા મુખ્યમંત્રીજીએ કદી પ્રેમ જ નથી કર્યો એવું માનવાની ભૂલ હરગિઝ ના કરતા! તેઓશ્રી તો સતત, હંમેશાં, અવિરત અને લગાતાર પ્રેમમાં જ છે... એમની ખુરશીના પ્રેમમાં! અને તમે ૫૦ કરોડની વાત કરો છો? અમારા સાહેબ તો ખુરશીના પ્રેમ માટે છ કરોડ ગુજરાતીઓના ખિસ્સામાંથી ૬૦૦ કરોડ ખર્ચી નાંખે એવા છે!
રહી વાત પ્રેમિકાની કિંમતની, તો શશી થરૃરજી, તમારી કંઈ વાત થાય? તમે જ્યારે સુનંદાજીના પ્રેમમાં નહોતા ત્યારે પણ અમારા ખર્ચે વિદેશમંત્રી તરીકે દિલ્હીની ફાઈવસ્ટાર હોટલમાં છ-છ મહિના લગી રહી ચૂક્યા છો! (આ સુનંદા માટેનો નહિ, 'પ્રજા' માટેનો પ્રેમ હશે, નહિ?)
સુનંદાજીને લગ્ન પહેલાંની ગિફટમાં તમે એમને કોમી આઈપીએલ ફેન્ચાઈઝીની ૫૦ કરોડની ઈકવીટી ચપટીમાં અપાવી દીધી! વાહ! આને કહેવાય પ્રેમની કિંમત! બાકી અહીં તો ગર્લફ્રેન્ડ જોડે વાત કરવી હોય તો ય મહિનાના ૪૦૦-૫૦૦ રૃપિયાનું બેલેન્સ પોકેટમનીમાંથી કાઢવું પડે છે... અમે શું જાણીએ પ્રેમની કિંમત! હૈં?
તમે હનીમૂન માટે યુરોપ, બહામા અને આલસની પહાડીઓમાં ગયા હતા, અને અમે? અહીં હનીમૂન માટે અંબાજી માંડ ગોઠવીએ ત્યાં તો સાળીઓ અને સાસુજી જોડે આવવા તૈયાર થઈ જાય છે!! હા ભઈ હા... અમે શું જાણીએ પ્રેમની કિંમત?
બસ, છેલ્લે એટલું જ કહેવું છે શશીજી, કે 'સાદગી'નો દેખાડો કરવા માટે વરસો પહેલાં તમે જે રીતે એક મદ્રાસી રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા એ રીતે તમારી સુનંદાને રોજ સાદો ઢોંસો જમાડવાની તમારામાં હિંમત હોય તો તમારા પ્રેમની અમે 'કિંમત' કરી જાણીશું... બાકી અમે 'મેંગો પિપલ' શું જાણીએ તમારા લવની કિંમત?
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved