Last Update : 01-November-2012, Thursday

 

'સેન્ડી'ના સપાટે

 

કુદરતી આફતોની આગાહી કરવી એક વાત છે અને તેમનાથી થતી તબાહી અટકાવવી બીજી. અત્યાધુનિક ઉપકરણો અને ઉપગ્રહોની મદદથી અમેરિકા જાણતું હતું કે સેન્ડી વાવાઝોડું પૂર્વ કાંઠે ત્રાટકવાનું છે અને તેનું જોર ઘણું હશે. વાવાઝોડાની અસર તરીકે ઊંચાં સમુદ્રી મોજાં, વરસાદ, શહેરોમાં પૂર અને તોફાની પવન ફરી વળે એવી સંભાવના હતી. આર્થિક રીતે સમૃદ્ધ અને નાગરિકોના જીવની કિંમત સમજતું અમેરિકા વાવાઝોડાની તમામ પ્રકારની અસરોતી પોતાના નાગરિકોને સુરક્ષિત રાખવા કટિબદ્ધ હતું. પ્રમુખપદની ચૂંટણી આડે માંડ અઠવાડિયું હોવા છતાં, બન્ને ઉમેદવારોએ ચૂંટણીપ્રચાર બાજુ પર મૂકી દીધો. આગોતરી તૈયારીનાં શક્ય એટલાં પગલાં લેવામાં આવ્યાં.
તેમ છતાં, સેન્ડીએ અમેરિકામાં મચાવેલી તબાહી કુદરતના રૌદ્ર સ્વરૃપ સામે માણસજાતની પામરતા દર્શાવવા માટે પૂરતી છે. ઓછામાં ઓછા ૪૦ માણસો મૃત્યુ પામ્યાં. તેમાંથી ઘણાનો તોફાની પવનને કારણ પડેલાં વૃક્ષોએ ભોગ લીધો. આ વાવાઝોડાની એક વિશિષ્ટતા હતી ઃ તેનો માર્ગ. ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી જેવાં મોટાં શહેર પણ તેની લપેટમાં આવ્યાં અને તેના આરંભિક જોરનો ભોગ બન્યાં. વાવાઝોડા સેન્ડીનું કાતિલ જોર ભારતીય ફુટપટ્ટીથી માપતાં, બે આંકડામાં થયેલી જાનહાનિ ઓછી કે અંકુશમાં લાગે. બીજા દેશો સાથે સરખામણીની જરૃર નથી. ખુદ અમેરિકાના ન્યૂ ઓર્લિઅન્સ શહેર પર સાત વર્ષ પહેલાં ત્રાટકેલું 'હરિકેન કેટરિના' અત્યાર લગીનાં સૌથી ઘાતક વાવાઝોડાંમાં સ્થાન પામે છે. તેમાં અંદાજે ૧૮૦૦થી પણ વધુ લોકો માર્યા ગયા હતા અને આશરે ૮૦ અબજ ડોલરનું નુકસાન થયું હતું. એ વખતે જ્યોર્જ ડબલ્યુ. બુશનું શાસન હતું અને કુદરતી આપત્તિમાં મોળો પ્રતિસાદ આપવા બદલ તેમની ઘણી ટીકા થઇ હતી.
'સુપરસ્ટોર્મ સેન્ડી'ની ઘાતકતા એ દૃષ્ટિએ, માત્ર સરખામણીમાં, ઓછી છે. છતાં ન્યૂયોર્ક-ન્યૂજર્સી સહિતના વિસ્તારોને તેણે જે રીતે ધમરોળ્યા છે, તેનો નજીકના ભૂતકાળમાં જોટો જડે એમ નથી. ન્યૂયોર્ક શહેરના વિખ્યાત સબ-વે ૧૦૮ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર બંધ કરવા પડયા, કારણ કે ત્યાં નડિયાદ-અમદાવાદનાં ગરનાળાંની માફક પાણી ભરાઇ ગયાં. મેયર બ્લૂમબર્ગે આ વાવાઝોડાને ન્યૂયોર્કના અત્યાર સુધીના ઇતિહાસમાં અભૂતપૂર્વ ગણાવ્યું. ન્યૂ જર્સીના ગવર્નર પાસે પણ મોકાણના જ સમાચાર હતા. દરિયાકાંઠાથી નજીક આવેલી રેલવે લાઇનો ધોવાઇ ગઇ. કાંઠાનો ઘણો ભાગ પાણીમાં ડૂબેલો હતો. મોટાં શહેરોના રસ્તા પર પૂરનાં પાણી ફરી વળે ને ચીજવસ્તુઓ તણાતી હોય એવાં દૃશ્યો અમેરિકા માટે બહુ જાણીતાં નથી. એ બધાં દૃશ્યો ત્રીજા વિશ્વના દેશોમાં સર્જાય અને અમેરિકનો એ જોઇને ડચકારા બોલાવે, એવો ક્રમ આ વખતે ઉલટાયો.
વાવાઝોડાની સૌથી મોટી અસરોમાંની એક વીજળી પુરવઠા પર પડી. અમેરિકાના આશરે ૭૦-૮૦ લાખ લોકો વીજળીના અભાવથી પીડિત બન્યા. રોજિંદા જીવનમાં વીજપુરવઠો એટલી હદે અભિન્ન થઇ ચૂક્યો છે કે તેના વિના એક દિવસ તો શું, થોડા કલાક પણ વીતાવવાના આકરા પડી જાય છે. અમેરિકા જેવા પહેલા વિશ્વના પહેલા દેશના નાગરિકો માટે આ મુશ્કેલી ઘણી મોટી હતી. ન્યૂયોર્કમાં પાવરસ્ટેશનમાં આગ લાગ્યા પછી ધડાકો થયાની ઘટના આ વાવાઝોડાની અસરો દર્શાવતાં મુૃખ્ય દૃશ્યોમાંનું એક બની રહી. સાવચેતીના ભાગરૃપે અને સંભવતઃ જાપાનની દુર્ઘટનામાંથી બોધપાઠ લઇને, વાવાઝોડાના પગલે અમેરિકાએ પોતાનાં અણુવિદ્યુત મથકો બંધ કરી દીધાં, જેથી તેમાં કોઇ પણ જાતની ભાંગફોડની સંભાવના ન રહે.
પ્રમુખ ઓબામાએ વાવાઝોડા સામે લીધેલાં ત્વરિત પગલાંને કારણે , હરિકેન કેટરિનામાં બન્યું હતું તેમ, સરકારી નિષ્ક્રિયતાનો પ્રશ્ન હજુ સુધી સેન્ડી વાવાઝોડામાં આવ્યો નથી. ચૂંટણીપ્રચાર પડતો મૂકીને પ્રમુખ ઓબામાએ 'વાવાઝોડું હજું ખતમ થયું નથી' એવી ચેતવણી સાથે 'આખું અમેરિકા તમારી પડખે છે' એવું આશ્વાસન અસરગ્રસ્તોને આપ્યું. વહીવટી તંત્ર સાથેની મિટિંગમાં તેમણે કહ્યું કે 'નિષ્ક્રિયતા માટે કોઇ પણ કારણ ચલાવી લેવામાં આવશે નહીં.' વિવિધ રાજ્યોના મુખ્ય મંત્રી સમકક્ષ ગવર્નરોને તેમણે કહ્યું કે 'તમને કોઇ પણ વાતે ના પાડવામાં આવે, તો સીધો મને ફોન કરજો.' ઓબામાના આ ઉત્સાહમાં સામી ચૂંટણીનો ફાળો હોય કે ન હોય, પણ આ મોકો-કમ-પડકાર રાજકારણ ખેલવાને બદલે પોતાની અસરકારક નેતાગીરી પ્રસ્થાપિત કરવાનો હતો, એ ઓબામા બરાબર સમજ્યા જ હોય.
વાવાઝોડાથી થયેલા નુકસાનનો આંકડો નક્કી કરવાનું અત્યારે શક્ય નથી.દાખલા તરીકે, મહાનગર ન્યૂયોર્કનું બધું કામકાજ બે-ત્રણ દિવસ બંધ રહે, આશરે ૧૨,૦૦૦ ફ્લાઇટ રદ કરવામાં આવે, ન્યૂયોર્ક શહેરનાં ત્રણે એરપોર્ટ બંધ રહે, તો આ બધાથી થયેલા નુકસાનનો આંકડો શી રીતે નક્કી કરવો? છતાં અત્યારે કુલ પચાસેક અબજ ડોલરનું નુકસાન અંંદાજવામાં આવે છે. બીજી બાજુ, વાવાઝોડાની વિનાશકતા પછી ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જની કોરાણે મૂકાયેલી ચર્ચા નવેસરથી શરૃ થાય, તો એ તેનું એક હકારાત્મક પરિણામ હોઇ શકે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ચાર વિકેટે ૨૮૬ રન

ભારતીય બોર્ડ ગાવસ્કર, કોહલી અને તેંડુલકરનું સન્માન કરાશે

ભારતની ટેસ્ટની ટીમને મજબુત બનતા હજુ વાર લાગશે ઃ ધોની
વરસાદના કારણે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની ટી-૨૦ પડતી મુકાઇ
પેરિસ માસ્ટર્સમાં ફેરરે ગ્રાનોલેર્સને હરાવ્યો ઃ સોંગાની પણ આગેકૂચ
દેશભરમાં ડેન્ગ્યુના હાહાકાર સામે શું પગલાં લીધા? ઃ દિલ્હી હાઈકોર્ટ
સી.બી.આઇ. તપાસમાં દોષીત ઠરેલા દસ ડૉકટરની માન્યતા રદ કરાશે

જૈન વિશ્વકોશના ભગીરથ કાર્યનો પ્રારંભઃ મુંબઈ બાદ આજે અમદાવાદમાં બેઠકો

સેન્ડીને કારણે ૫૦ હજાર બ્રિટીશ નાગરિકો યુએસમાં ફસાયા

સમુદ્રી તોફાન સેન્ડી અવકાશમાંથી પ્રચંડ દેખાય છેઃ સુનિતા વિલિયમ
ઓબામાએ દાખવેલુ નેતૃત્વ તેમને ફરી ચૂંટાવામાં મદદરૃપ થશે?

સેન્ડી વાવાઝોડામાં સોશિયલ મિડિયાની અસામાજિક બાજુ છતી થઇ

નેધરલેન્ડના રસ્તાઓ હવે રાત્રે આપોઆપ જગારા મારશે
સલમાન ખાન તેની આગામી ફિલ્મના આઈટમ ગીતમાં કરીનાને સ્પર્શ સુધ્ધાં નહીં કરે
યશ ચોપરા સાથેની જૂની દુશ્મની અજય દેવગણ હજુ સુધી ભૂલ્યો નથી
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved