Last Update : 01-November-2012, Thursday

 

સેન્ડીએ અમેરિકાને બાનમાં લીધું
શનિની અશુભ અસરનો અમેરિકાને સેન્ડી ઝટકો

 

- અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી પાછી ઠેલવા સિવાય કોઇ વિકલ્પ નથી

 

ગ્રહોની ચાલમાં માનનારાઓ માટે હાલમાં બની રહેલી ઘટનાઓ પાછળ ખલનાયક શનિ જવાબદાર છે. શનિની અસર હેઠળ સૂર્ય પસાર થઇ રહ્યો છે. જો આ ગ્રહોની ચાલને સાચી માની એ તો આગામી ૧૫ નવેમ્બર એટલે કે પંદર દિવસ દેશ અને દુનિયા માટે ખરાબ છે.. કુદરતી હોનારતો, કોઇ નામાંકિત વ્યકિતની બિમારી, કોઈ આઘાતજનક સમાચારો વગેરે પંદર દિવસ દરમ્યાન જોવા મળશે. ટૂંકમાં ગુજરાતીઓ માટે આ દિવસો દિવાળી બગાડનાર બની શકે છે. જાણકારો કહે છે કે અમેરિકામાં કુદરતનો પ્રકોપ, આંધ્રના કિનારે નિલમનો ડોળો, અમિતાભ બચ્ચનની બિમારીની અફવા વગેરે ચિંતા ઉપજાવનાર ઘટનાઓ છે.
બુધવારે સવારથી એવા સમાચારો વહેતા થયા છે કે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણઈઓ પાછી ઠેલાશે. ૬ નવેમ્બરે યોજાનાર ચૂંટણીઓમાં મતદારો ભાગ લઈ શકે એમ નથી કેમ કે લાખ્ખો ઘરોમાં લાઇટ નથી, લાખ્ખોનું સ્થળાંતર કરાયું છે અને કરોડોના દિલમાં સેન્ડીનો ડર હજુ વ્યાપેલો છે. પ્રમુખ પદની ચૂંટણી પાછી ઠેલવા સિવાય બીજો વિકલ્પ નથી. લોકશાહીમાં જયારે અતિ મહત્વનો એવો મતદાર જ આવી ના શકે તો ચૂંટણીનો કોઇ અર્થ નથી. જયાં સુધી બધા વિસ્તારોમાં લાઇટ ના આવે ત્યાં સુધી અને રાબેતા મુજબ જીવન ચાલુ ના થાય ત્યાં સુધી ચૂંટણી પાછી ઠેલવી જોઈએ એમ સૌ માને છે.
સોમવારથી ન્યુ યોર્ક સ્ટોક એક્સચેન્જ બંધ છે. ૧૪ હજાર જેટલી ફલાઇટ રદ્ કરાઇ છે, મેટ્રો બંધ છે. આ બધું અગમચેતીના પગલાંના ભાગરૃપે છે. અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીનો પ્રચાર છેલ્લા સ્ટેજ પર છે અને પ્રમુખ ઓબામાએ મતદાન પણ કરી દીધું છે ત્યારે મામલો કુદરતના હાથમાં આવી ગયો છે. અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીઓ પર સેન્ડીએ સીધી અસર કરી છે. સેન્ડી એ અમેરિકાના આર્થિક તંત્રને અબજો રૃપિયાનું નુકસાન કર્યું હોઇ ભારતના શેરબજાર પર પણ તેની અસર થશે.
કુદરતી તોફાનોના આક્રમણને ખાળી શકાતું નથી તે હકીકત છે પરંતુ અગમચેતીના અસરકારક પગલાંને કારણે મોટી જાનહાની થતી અટકી ગઈ છે.
લાખ્ખો લોકોનું સ્થળાંતર અને પાણી રોકવાના પ્રયાસો બતાવે છે કે અગમચેતીના પગલાં યુદ્ધના ધોરણે લેવાયા હતા. અમેરિકાના સાતથી આઠ મોટા સેન્ટરોમાં છેલ્લા ત્રણ દિવસથી અંધારપટ છવાયેલો છે, જીવન જરૃરી ચીજોના ભાવો લગભગ બમણા થઇ ગયા છે. ૩૦ લાખ ઘરોમાં વીજળી ડૂલ છે તેની પાછળનું મુખ્ય કારણ સેન્ડી છે.
સેન્ડીની તીવ્રતાએ અમેરિકાના લોકોની ઉંઘ હરામ કરી નાખી હતી. ટેકનોલોજીને વરેલા અમેરિકાના દરેક ચર્ચ, ગુરુદ્વારા અને મંદિરોમાં ભગવાનને પ્રાર્થના સોમવારથી શરૃ થઇ ગઈ હતી.
બરાક ઓબામા અને રોમ્ની વચ્ચે ફાઈટ પર સમગ્ર વિશ્વની નજર હતી. ડીબેટમાં છેલ્લે ઓબામાનો હાથ ઉપર હતો. છતાં ઓબામાને વિજય માટે પ્રચાર કરવાનો બાકી હતો. ઓબામાનો હાથ થોડો ઉપર હતો ત્યાં જ સેન્ડીનું આક્રમણ આવ્યું હતું.
હવે ડે-આફટરની સ્થિતિમાં ઓબામાનું વહિવટી તંત્ર કેવા પગલાં ભરે છે તેના પર બધો મદાર છે. જો આ પગલા અસરકરાક હશે તો ઓબામા માટે સેન્ડી ઉપકારક બનશે પરંતુ જો વહિવટમાં પ્રજા પરેશાન થશે તો ઓબામા માટે સેન્ડી અપશુકનીયાળ નીવડશે.
સમૃધ્ધિની છોળો છતાં મંદીમાં સપડાયેલા અમેરિકાને કુદરતની એક થાપટથી તમ્મર આવી ગયા છે. બુધવારે પણ સવાર સુધી સેન્ડીનો આતંક ચાલુ રહ્યો હતો. કેનેડા સુધી ફંટાનાર સેન્ડીની તીવ્રતા સાંજ સુધીમાં ઘટી જશે એમ પણ હવમાન ખાતું માને છે.
મંગળવારે સાંજે ચેન્નાઇના કિનારે સખત વરસાદ પડયો હતો. બુધવારે સાંજ સુધીમાં નિલમની અસર વર્તાશે એમ મનાય છે. આ લખાય છે ત્યારે બુધવારે સવારથી જ આંધ્ર અને પુંડીચેરીના કિનારે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
વિશ્વએ સુનામીના રાક્ષસી મોજા જોયા છે, જેના કારણે દરિયાઇ મોજાથી આંધ્ર કે પુંડીચેરીના કિનારા લોકો બહુ ડરતા નથી. સુનામીએ લાખોના જાન લીધા હતા તે ભૂલી શકાય એમ નથી.
૩૦ લાખ ઘરોમાં વીજળી નથી, અને છ કરોડ લોકો સેન્ડીથી અસરગ્રસ્ત છે ત્યારે અમેરિકાનું આર્થિક ચિત્ર પણ ડામાડોળ થશે એમ દેખાઇ રહ્યું છે. ભારતમાં એફડીઆઈ અંગે રોકાણનો વિવાદ ચાલે છે. એફડીઆઈના રોકાણ કરનાર પૈકી અનેક કંપનીઓ અમેરિકાની છે જે ભારતનો પ્લાન દુર હડસેલસે કેમ કે સ્થાનિક સ્તરે તેને સમસ્યા નડશે એમ સેન્ડીની અસર ભારતના આર્થિક તંત્ર પર પણ પડી શકે એમ છે.
ટેકનોલોજીનું વરેલું અમેરિકા અને અમેરિકામાં વસતા તમામ નાસ્તિકો સેન્ડીની તીવ્રતાને નાથવા ચર્ચ, ગુરુદ્વારા અને મંદિરોમાં પ્રાર્થના કરવા લાગ્યા હતા. કુદરતી તોફાનના આક્રમણની સંભવિત તીવ્રતા અંગે જાહેર કરાયેલા અગમચેતીના પગલાંથી જ લોકોમાં ભય ફેલાવા લાગ્યો હતો. જયારે પવનના સૂસવાટા શરૃ થયા ત્યારથી જ લોકોને સેન્ડીની એન્ટ્રીનો એહસાસ આવી ગયો હતો. સેન્ડીએ ૩૦નો ભોગ લીધો છે. પરંતુ અગમચેતીના પગલાઓના કારણે મોટી જાનહાનીમાંથી અમેરિકા બચી ગયું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ચાર વિકેટે ૨૮૬ રન

ભારતીય બોર્ડ ગાવસ્કર, કોહલી અને તેંડુલકરનું સન્માન કરાશે

ભારતની ટેસ્ટની ટીમને મજબુત બનતા હજુ વાર લાગશે ઃ ધોની
વરસાદના કારણે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની ટી-૨૦ પડતી મુકાઇ
પેરિસ માસ્ટર્સમાં ફેરરે ગ્રાનોલેર્સને હરાવ્યો ઃ સોંગાની પણ આગેકૂચ
દેશભરમાં ડેન્ગ્યુના હાહાકાર સામે શું પગલાં લીધા? ઃ દિલ્હી હાઈકોર્ટ
સી.બી.આઇ. તપાસમાં દોષીત ઠરેલા દસ ડૉકટરની માન્યતા રદ કરાશે

જૈન વિશ્વકોશના ભગીરથ કાર્યનો પ્રારંભઃ મુંબઈ બાદ આજે અમદાવાદમાં બેઠકો

સેન્ડીને કારણે ૫૦ હજાર બ્રિટીશ નાગરિકો યુએસમાં ફસાયા

સમુદ્રી તોફાન સેન્ડી અવકાશમાંથી પ્રચંડ દેખાય છેઃ સુનિતા વિલિયમ
ઓબામાએ દાખવેલુ નેતૃત્વ તેમને ફરી ચૂંટાવામાં મદદરૃપ થશે?

સેન્ડી વાવાઝોડામાં સોશિયલ મિડિયાની અસામાજિક બાજુ છતી થઇ

નેધરલેન્ડના રસ્તાઓ હવે રાત્રે આપોઆપ જગારા મારશે
સલમાન ખાન તેની આગામી ફિલ્મના આઈટમ ગીતમાં કરીનાને સ્પર્શ સુધ્ધાં નહીં કરે
યશ ચોપરા સાથેની જૂની દુશ્મની અજય દેવગણ હજુ સુધી ભૂલ્યો નથી
 

 

 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved