Last Update : 01-November-2012, Thursday

 

દિવાળીની મઝા માણી લો...

- દિવાળીની ખરી મજા ગિફ્ટ અને મીઠાઇમાં છે. દિવાળીએ હવે મીઠાઇ ઘરે બનાવવાનો ટાઇમ નથી રહ્યો.

ઓક્કે. તો તમે નવી ફેશનનાં કપડાં ખરીદી લીધાં. થોડી ઘણી જ્વેલરી પણ લીધી. ઘર માટે નવા પડદા, લેમ્પ શેડ, ઝુમ્મર અને નાનીમોટી ચીજવસ્તુઓનું શોપિંગ પણ થઈ ગયું. દોસ્તો-સ્નેહીઓને આપવા માટેની ગિફ્ટ પણ આવી ગઈ. ફાઈન. પણ સૌથી અગત્યની ચીજ તો તમે ભૂલી જ ગયા. મીઠાઈનું શું થયું. મીઠાઈ વગરની દિવાળીની કલ્પના જ શી રીતે થઈ શકે, ભલાદમી.
એવા કેટલાય પરિવારો છે જ્યાં દિવાળી પર જલેબી, બાસુંદી, શ્રીખંડ, ખીર, ગાજરનો હલવો અને પેંડા જેવી સ્વાદિષ્ટ આઇટમો બને જ બને. નાસ્તામાં ચેવડો, ચકરી, ચોળાફળી, કચોરી અને સેવગાંઠિયા હોય. એમાંથી લાડુની તો વાત જ કંઈ ઓર છે. ખરેખર, લાડુ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ તહેવારોની ઉજવણીનો અભિન્ન હિસ્સો બની ગયો છે. બાળક જન્મે કે લગ્ન હોય, ગુડ્ડી પરીક્ષામાં ડિસ્ટિક્શન લાવે કે પપ્પુને સારી જોબ મળે - ખુશાલીના પ્રસંગોમાં લાડુની હાજરી હોય જ. લાડુમાં પણ કેટલું બધું વૈવિધ્ય-બુંદીના લાડુ, ચૂરમાના લાડુ, મેથીના લાડુ અચ્છા તમે દૂધ અને નાળિયેરીમાંથી બનેલા લાડુ ટ્રાય કર્યા છે? શોખીનો માટે વિકલ્પોનો તોટો નથી.
આપણા સૌની લાઇફ એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે સાચું પૂછો તો આટલી બધી વાનગીઓ ઘેર બનાવવાનો ટાઇમ પણ નથી હોતો. આવા સંજોગોમાં રેડીમેડ વ્યંજનો આપણી વહારે ધાય છે. પ્રતિષ્ઠિત દુકાનોમાંથી ઉત્તમ ગુણવત્તાવાળી ચીજ ખરીદવામાં કશું ખોટું નથી. બજારમાં આજે શું નથી મળતું? તમે માત્ર નામ બોલો અને અફકોર્સ, ગજવામાંથી પર્સ કાઢો. પાછું, આ ચીજોનું પેકિંગ પણ ભારે આકર્ષક હોય છે. મીઠાઈઓ અને ડ્રાયફ્રૂટ્સનું પેકેજિંગ તો ખાસ. તમે અંજીર બરફી, ડ્રાયફ્રૂટ્સ ભભરાવેલો અનારકલી હલવો, આઇસ હલવો અને મલાઈ બરફી ટેસ્ટ કર્યાં છે? ન કર્યાં હોય તો કરો. જલસો પડી જશે.
દિવાળીના તહેવાર નિમિત્તે હવે મીઠાઈ આરોગવાનું પ્રમાણ અગાઉ કરતાં ઘટી ગયું હોવાનું વેપારીઓનું કહેવું છે. જોકે હવે તો દક્ષિણનાં રાજ્યોમાં પણ વિવિધ તહેવારોની ઉજવણી વખતે કાજુ, કિસમિસ અને બદામની મીઠાઈઓનો વપરાશ વધી ગયો છે. આને પરિણામે મહારાષ્ટ્ર અને ગુજરાત સિવાયનાં અન્ય રાજ્યોમાં સૂકો મેવો પહોંચી જાય છે.
અગાઉની સરખામણીએ સૂકા મેવાના ભાવ આજે ખાસ્સા વધી ગયા છે. ૪૦ રૃપિયે કિલો બદામ મળતી એ દિવસો આજે હવે ઇતિહાસ જેવા થઈ ગયા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ચાર વિકેટે ૨૮૬ રન

ભારતીય બોર્ડ ગાવસ્કર, કોહલી અને તેંડુલકરનું સન્માન કરાશે

ભારતની ટેસ્ટની ટીમને મજબુત બનતા હજુ વાર લાગશે ઃ ધોની
વરસાદના કારણે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની ટી-૨૦ પડતી મુકાઇ
પેરિસ માસ્ટર્સમાં ફેરરે ગ્રાનોલેર્સને હરાવ્યો ઃ સોંગાની પણ આગેકૂચ
દેશભરમાં ડેન્ગ્યુના હાહાકાર સામે શું પગલાં લીધા? ઃ દિલ્હી હાઈકોર્ટ
સી.બી.આઇ. તપાસમાં દોષીત ઠરેલા દસ ડૉકટરની માન્યતા રદ કરાશે

જૈન વિશ્વકોશના ભગીરથ કાર્યનો પ્રારંભઃ મુંબઈ બાદ આજે અમદાવાદમાં બેઠકો

સેન્ડીને કારણે ૫૦ હજાર બ્રિટીશ નાગરિકો યુએસમાં ફસાયા

સમુદ્રી તોફાન સેન્ડી અવકાશમાંથી પ્રચંડ દેખાય છેઃ સુનિતા વિલિયમ
ઓબામાએ દાખવેલુ નેતૃત્વ તેમને ફરી ચૂંટાવામાં મદદરૃપ થશે?

સેન્ડી વાવાઝોડામાં સોશિયલ મિડિયાની અસામાજિક બાજુ છતી થઇ

નેધરલેન્ડના રસ્તાઓ હવે રાત્રે આપોઆપ જગારા મારશે
સલમાન ખાન તેની આગામી ફિલ્મના આઈટમ ગીતમાં કરીનાને સ્પર્શ સુધ્ધાં નહીં કરે
યશ ચોપરા સાથેની જૂની દુશ્મની અજય દેવગણ હજુ સુધી ભૂલ્યો નથી
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved