Last Update : 01-November-2012, Thursday

 
દિલ્હીની વાત
 

આજે કેબીનેટની વાત
નવી દિલ્હી, તા.૩૧
જયપાલ રેડ્ડીની નારાજગી છતાં રવિવારે થયેલા પ્રધાનમંત્રીના વિસ્તરણે વડાપ્રધાન અને કોંગ્રેસને કેબીનેટ પર મજબુત પક્કડ ધરાવતા કરી દીધા છે. ૩૨ પ્રધાનો અને ૩૮ રાજ્યકક્ષાના પ્રધાનો વાળું આ જમ્બો પ્રધાન મંડળમાં નંબર-ટુ કોણ છે તે દર્શાવવામાં પણ સરકારે બહુ વાર લગાડી નહોતી. કૃષિપ્રધાન અને એનસીપીના નેતા શરદ પવારના ઈગોની પરવા કર્યા વિના સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટોનીને નંબર-ટુ ની પોઝીશન આપી દેવાઈ હતી. અગાઉ જ્યારે પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ બન્યા ત્યારે શરદ પવાર અને તેમના પક્ષ અંગે નંબર-ટુ માટે દાવો કર્યો હતો. પ્રધાન મંડળમાં ફેરફારથી ઉભા થયેલા ઉત્સાહના પગલે આવતીકાલે પ્રધાન મંડળની બેઠક બોલાવાઈ છે. સામાન્ય રીતે કેબીનેટની મીટીંગમાં કેબીનેટ પ્રધાનો હોય છે. જો મંત્રાલયને રીપોર્ટ આપવાનો હોય તો જે તે ખાતાના રાજ્યકક્ષાના પ્રધાનોને બોલાવાય છે. છેલ્લે ૨૦૧૦માં જ્યારે રાજ્યકક્ષાના પ્રધાનોની ફરિયાદ હતી કે કેબીનેટ કક્ષાના પ્રધાનો અમને કામ નથી આપતા ત્યારે વડાપ્રધાને બધાની સંયુક્ત બેઠક બોલાવી હતી.
ચૂંટણીઓ માટે પ્લાનીંગ
વડાપ્રધાન જે રીતે આર્થિક પરિવર્તનનો એજન્ડા આગળ વધારવા આતુર છે તે જોતાં આ મીટીંગનું મહત્વ વધી જાય છે. પ્રધાનમંડળમાં ફેરફારની નોંધપાત્ર બાબત એ છે કે તેમને જોઈતા પ્રધાનો પસંદ કરવાની તક આપીને તેમને આર્થિક પરિવર્તન માટેનો એવોર્ડ અપાયો છે. વડાપ્રધાન આ બધાને કહેવાના છે કે આર્થિક પરિવર્તનના પગલાં ઝડપભેર ભરો. આગામી મહિનાઓમાં ૧૩ રાજ્યોમાં ચૂંટણી આવે છે તેમજ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી માટે પણ પ્લાનીંગ કરવાનું છે. યુપીએ સરકારની યુવા પ્રધાનોની ટીમ પ્રજાતરફી પગલા ભરશે અને તેનો ઉત્સાહભેર અમલ કરાવશે.
નંબર-ટુ... એન્ટોની
પ્રધાન મંડળમાં સમાવાયેલા પ્રધાનોની સત્તાવાર યાદીના અભાવે www.india.govt.inના વેબ મેનેજરોને મોટી મૂંઝવણ ઉભી થઈ હતી. એક સમયે નંબર-ટુ તરીકે પ્રણવ મુખરજી હતાં પરંતુ તે રાષ્ટ્રપતિ ભવન ખાતે જતા તેમના સ્થાને કોણ મુકાશે તે બાબતે ઘણાને જિજ્ઞાાસા હતી. ત્યારે એનસીપીએ નંબર આપવાની સિસ્ટમનો જ વિરોધ કર્યો હતો. જોકે હવે મૂંઝવણો દૂર થઈ છે. સંરક્ષણ પ્રધાન એન્ટોનીને નંબર-ટુ બનાવાયા છે જ્યારે નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ્ પછી કૃષિ પ્રધાન શરદ પવારનું નામ છે...
કેજરીવાલ કોના ઈશારે ચાલે છે ?
ભાજપના મુખ્યપત્ર 'કમલ સંદેશ'ના લેટેસ્ટ ઈસ્યુના તંત્રી લેખમાં કેજરીવાલ સામે આરોપો મુકાયા છે. આરોપ અનુસાર કેજરીવાલ કોઈના ઈશારે કામ કરે છે અને લોકશાહીમાં ડામાડોળ સ્થિતિ સર્જે છે. કેજરીવાલ કોના હાથમાં રમી રહ્યા છે તે જાણવું જોઈએ. તેમાં એમ પણ જણાવ્યું છે કે શરૃઆતમાં અરવિંદ અણ્ણા હજારે સાથે હતા અને પછી તેમનો સાથ છોડી દીધો હતો. અણ્ણાનો સાથ જે કોઈ આવે છે તે દેશ માટે સારું નથી કરતા. કેજરીવાલ ગડકરીને ખસેડવા માગે છે પણ એનસીપીના નેતા શરદ પવાર એમ કહે છે કે તેમણે કશું ખોટું નથી કર્યું.
ટ્રાન્સમીશન્સ
'ટ્રાન્સમીશન્સ' નામનો યાદગાર પ્રોગ્રામ યોજવા બદલ ઈન્ડિયન વુમન પ્રેસ કાઉન્સીલ (IWPC) અને ઈન્ડિયન કાઉન્સીલ ઓફ કલ્ચરલ રીલેશન્સ (ICCR) ની પ્રશંસા કરવી જોઈએ. આમ તો તે IWPCનો એન્યુલ ફંડ રેઈઝીંગ માટે હતો પરંતુ તેનું મુખ્ય આકર્ષણ એ હતું કે તેમાં ૧૦૫ વર્ષના સિતાર વાદક ઉસ્તાદ રશીદ ખાન સાહેબ તેમના પુત્ર બિલાલ તેમજ વૈશ્વિક ખ્યાતિ મેળવનાર ડો. એલ. સુબ્રમણ્યમ્ તેમજ એટલા જ નામાંકિત કવિતા ક્રિષ્ન મુર્તિ અને તેમના પુત્ર અમ્બી રહ્યા હતા. IWPCના પ્રમુખ ટી.કે. રાજલક્ષ્મી અને જનરલ સેક્રેટરી મનીકા ચોપ્રાએ જણાવ્યું હતું કે IWPC એ ICCR સાથે સતત છઠ્ઠીવાર આવો પ્રોગામ યોજ્યો છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved