Last Update : 01-November-2012, Thursday

 
 

કૂકના નોટઆઉટ ૧૧૨ ઃ સમિત પટેલના ૮૨* અને ટ્રોટના ૫૬ રન
ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ચાર વિકેટે ૨૮૬ રન

યુવરાજે પીટરસન અને બેલને આઉટ કર્યા

મુંબઇ,તા.૩૧
કૂકની નોટઆઉટ ૧૧૨ રનની ઇનિંગ તેમજ સમિત પટેલના ૮૨ (રમતમાં) રનની મદદથી ઈંગ્લેન્ડે ઇન્ડિયા-એ સામેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં પોઝિટીવ શરૃઆત કરી હતી. ઇન્ડિયા-એની પ્રથમ ઇનિંગ ગઇકાલના સ્કોર ૩૬૯ પર જ સમેટાઇ હતી. જવાબમાં ઈંગ્લેન્ડે બીજા દિવસની રમતના અંતે ચાર વિકેટે ૨૮૬ રન નોંધાવ્યા હતા. કૂક અને સમિત પટેલની સાથે સાથે મીડલ ઓર્ડર બેટ્સમેન ટ્રોટે પણ આત્મવિશ્વાસ જગાવતી બેટિંગ કરી હતી અને ૫૬ રન નોંધાવ્યા હતા. જ્યારે ઇન્ડિયા-એ તરફથી યુવરાજે બે અને ડીન્ડા-રૈનાએ એક-એક વિકેટ ઝડપી હતી.ઈંગ્લેન્ડની ટીમ ઇન્ડિયા-એના પ્રથમ ઇનિંગના સ્કોર થી હજુ ૮૩ રન પાછળ છે.
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન ડેનિસ કોમ્પ્ટનના પ્રપૌત્ર નીક કોમ્પ્ટનની શરૃઆત પ્રેક્ટિસ મેચમાં કંગાળ રહી હતી અને તે ત્રણ બોલમાં ખાતુ ખોલાવ્યા વિના જ પેવેલિયન ભેગો થયો હતો.ત્યાર બાદ કૂક અને ટ્રોટની જોડીએ ઈંગ્લેન્ડની ઇનિંગને સંભાળતા ૯૫ રનની ભાગીદારી નોંધાવી હતી. ટ્રોટ ૯ ચોગ્ગા સાથે ૫૬ રન કરીને રૈનાનો શિકાર બન્યો હતો. જ્યારે પીટરસન પણ ૨૩ રને પેવેલિયન ભેગો થયો હતો. યુવરાજે પીટરસન અને ત્યાર બાદ ઇયાન બેલ (૦) ને આઉટ કરીને ઇન્ડિયા-એની સ્થિતી મજબુત કરી હતી. જોકે કૂકે લડત આપતાં ૨૫૧ બોલમાં ૧૩ ચોગ્ગા સાથે નોટઆઉટ ૧૧૨ રન નોંધાવ્યા હતા. જ્યારે સમિત પટેલે ૧૪૫ બોલમાં ૧૨ ચોગ્ગા સાથે નોટઆઉટ ૮૨ રન નોંધાવ્યા હતા. અગાઉ ઇન્ડિયા-એની ટીમ ગઇકાલ સાંજના ૩૬૯ રનના સ્કોર પર જ સમેટાઇ હતી. આજના દિવસના પહેલા જ બોલે એન્ડરસને વિનય કુમારને એલબીડબલ્યુ કરતાં ઇન્ડિયા-એની ઇનિંગ સમેટાઇ હતી.
ઇન્ડિયા-એ પ્રથમ ઇનિંગ ઃ ૩૬૯
ઈંગ્લેન્ડ ઇલેવન

-

રન

બોલ

કૂક રમતમાં

૧૧૨

૨૫૧

૧૩

કોમ્પ્ટન કો.સહા બો.ડિન્ડા

૦૦

૦૩

ટ્રોટ બો.રૈના

૫૬

૯૫

પીટરસન કો.એન્ડ બો.યુવરાજ

૨૩

૨૪

બેલ કો.રૈના બો.યુવરાજ

૦૫

૦૬

એસ.પટેલ રમતમાં

૮૨

૧૪૫

૧૨

વધારાના (બાય ૧,લેગબાય ૪,વાઇડ  ૧, નોબોલ ૨)

૦૮

 

 

 

કુલ ૮૭ ઓવરમાં ચાર વિકેટે

૨૮૬

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૨ (કોમ્પ્ટન ૧.૩), ૨/૯૭ (ટ્રોટ ૨૯.૨), ૩/૧૨૫ (પીટરસન ૩૫.૩), ૪/૧૩૩ (બેલ ૩૭.૬).બોલિંગઃ ઇરફાન ૧૩-૩-૪૫-૦, ડિન્ડા ૧૬-૨-૪૬-૧, યુવરાજ ૧૬-૧-૫૨-૨, વિનય ૧૨-૧-૩૫-૦, અવાના ૮-૧-૩૨-૦, તિવારી ૪-૦-૨૩-૦, રૈના ૧૬-૨-૪૩-૧, વિજય ૨-૦-૫-૦.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ચાર વિકેટે ૨૮૬ રન

ભારતીય બોર્ડ ગાવસ્કર, કોહલી અને તેંડુલકરનું સન્માન કરાશે

ભારતની ટેસ્ટની ટીમને મજબુત બનતા હજુ વાર લાગશે ઃ ધોની
વરસાદના કારણે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની ટી-૨૦ પડતી મુકાઇ
પેરિસ માસ્ટર્સમાં ફેરરે ગ્રાનોલેર્સને હરાવ્યો ઃ સોંગાની પણ આગેકૂચ
દેશભરમાં ડેન્ગ્યુના હાહાકાર સામે શું પગલાં લીધા? ઃ દિલ્હી હાઈકોર્ટ
સી.બી.આઇ. તપાસમાં દોષીત ઠરેલા દસ ડૉકટરની માન્યતા રદ કરાશે

જૈન વિશ્વકોશના ભગીરથ કાર્યનો પ્રારંભઃ મુંબઈ બાદ આજે અમદાવાદમાં બેઠકો

સેન્ડીને કારણે ૫૦ હજાર બ્રિટીશ નાગરિકો યુએસમાં ફસાયા

સમુદ્રી તોફાન સેન્ડી અવકાશમાંથી પ્રચંડ દેખાય છેઃ સુનિતા વિલિયમ
ઓબામાએ દાખવેલુ નેતૃત્વ તેમને ફરી ચૂંટાવામાં મદદરૃપ થશે?

સેન્ડી વાવાઝોડામાં સોશિયલ મિડિયાની અસામાજિક બાજુ છતી થઇ

નેધરલેન્ડના રસ્તાઓ હવે રાત્રે આપોઆપ જગારા મારશે
સલમાન ખાન તેની આગામી ફિલ્મના આઈટમ ગીતમાં કરીનાને સ્પર્શ સુધ્ધાં નહીં કરે
યશ ચોપરા સાથેની જૂની દુશ્મની અજય દેવગણ હજુ સુધી ભૂલ્યો નથી
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved