Last Update : 01-November-2012, Thursday

 

જૈન વિશ્વકોશના ભગીરથ કાર્યનો પ્રારંભઃ મુંબઈ બાદ આજે અમદાવાદમાં બેઠકો

જૈન વિશ્વકોશ સમગ્ર વિશ્વને ઉપયોગી બનશે

મુંબઈ,તા.૩૧
યુવાપ્રવૃત્તિ, સ્વાધ્યાય પ્રવૃત્તિ અને આગમ જ્ઞાાન પ્રસારની પ્રવૃત્તિ કરતા મુંબઈના શ્રી ઉવસગ્ગહરં સાધના ટ્રસ્ટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે જૈન વિશ્વકોશની રચનાના એના બીજા ચરણમાં વિદ્વાનો, ઈતિહાસવિદો, વિજ્ઞાાનીઓ, સ્થાપત્યિવદો વગેરેની એક વિદ્વત સભાનું પદ્મભૂષણ ડૉ.મધુસુદન ઢાંકીના અધ્યક્ષપદે આયોજન કર્યું હતું.
આ સભામાં જાણીતા લેખકઅને વિચારક શ્રી ગુણવંત બરવળિયાએ જણાવ્યું હતું કે છેલ્લાં ૧૦ વર્ષથી યુગદિવાકર પૂજ્ય નમ્ર મુનિ મહારાજની પ્રેરણાથી આ સંસ્થા અનેકવિધ કાર્યો કરી રહી છે. મુંબઈ, સૌરાષ્ટ્ર, કલકત્તા, બેંગલોર જેવા ત્રીસ સ્થળોએ ૯૦૦૦ જેટલાં બાળકો જૈન જ્ઞાાન પાઠશાળામાં અભ્યાસ કરે છે.
આ સંસ્થાએ ગ્લોબલ આગમ મિશન દ્વારા આગમોના અંગ્રેજી અનુવાદોનું કાર્ય શરૃ કર્યું છે. એ કાર્યની શ્રૃંખલામાં હવે જૈન ધર્મ વિશે જૈન વિશ્વકોશ રચવાનો પ્રારંભ કર્યો છે જેની એક સભા મુંબઈમાં મળી હતી તે પછી આજે અમદાવાદમાં મળી રહી છે. આ પ્રસંગે પદ્મશ્રી ડૉ.કુમારપાળ દેસાઈએ ૨૫ ગ્રંથોમાં પ્રકાશિત થયેલા ગુજરાતી વિશ્વકોશની વિકાસયાત્રાનો ખ્યાલ આપીને જણાવ્યું હતું કે વિશ્વકોશ એ કોઈ વ્યકિતગત સર્જન નહીં, પણ સહિયારો જ્ઞાાનપુરુષાર્થ છે. એ પછી એમણે જૈન વિશ્વકોશની એક રૃપરેખા પ્રસ્તુત કરી હતી.
આજે ગ્લોબલાઈઝેશનના સમયમાં જ્ઞાાનની જાણકારી આવશ્યક છે અને તેથી જ વિશ્વ કોશમાં કંઈ રીતે અધિકરણો લખાશે અને કયા વિષયો પર લખાવા જોઈએ તેની એમણે વિગતે વાત કરી હતી. આ કાર્ય આજની પેઢીને માટે મહત્ત્વનું અને આવનારી પેઢીને માટે મૂલ્યવાન બની રહેશે.
આ સમારંભમાં ઉપસ્થિત તજજ્ઞાોમાં ભારતીય સંસ્કૃતિના અભ્યાસી ડૉ. થોમસ પરમારે કહ્યું, ગુજરાતની ભૂમિ પર જ્ઞાાનની નવી ક્ષિતિજો ખુલી રહી છે અને જૈન વિશ્વકોશ એ માત્ર જૈન સમાજને જ નહીં, જૈનેતર પ્રજાને અને સમગ્ર વિશ્વને ઉપયોગી બનશે. જૈન ધર્મનો અનેકાંતવાદ વાંચવા માટે મારે પંદરેક પુસ્તકો એકઠાં કરવા પડે અને એ વાંચુ, એને બદલે વિશ્વકોશમાં કોઈ વિદ્વાને લખેલો ત્રણેક પાનાંનો લેખ મને જરૃરી માહિતી આપી શકશે. ભારતી સંસ્કૃતિ કે વિશ્વની સંસ્કૃતિમાં જૈનોલોજીનું ઘણું મોટું પ્રદાન છે અને જે આના દ્વારા વિશેષ ઉજાગર બનશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ચાર વિકેટે ૨૮૬ રન

ભારતીય બોર્ડ ગાવસ્કર, કોહલી અને તેંડુલકરનું સન્માન કરાશે

ભારતની ટેસ્ટની ટીમને મજબુત બનતા હજુ વાર લાગશે ઃ ધોની
વરસાદના કારણે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની ટી-૨૦ પડતી મુકાઇ
પેરિસ માસ્ટર્સમાં ફેરરે ગ્રાનોલેર્સને હરાવ્યો ઃ સોંગાની પણ આગેકૂચ
દેશભરમાં ડેન્ગ્યુના હાહાકાર સામે શું પગલાં લીધા? ઃ દિલ્હી હાઈકોર્ટ
સી.બી.આઇ. તપાસમાં દોષીત ઠરેલા દસ ડૉકટરની માન્યતા રદ કરાશે

જૈન વિશ્વકોશના ભગીરથ કાર્યનો પ્રારંભઃ મુંબઈ બાદ આજે અમદાવાદમાં બેઠકો

સેન્ડીને કારણે ૫૦ હજાર બ્રિટીશ નાગરિકો યુએસમાં ફસાયા

સમુદ્રી તોફાન સેન્ડી અવકાશમાંથી પ્રચંડ દેખાય છેઃ સુનિતા વિલિયમ
ઓબામાએ દાખવેલુ નેતૃત્વ તેમને ફરી ચૂંટાવામાં મદદરૃપ થશે?

સેન્ડી વાવાઝોડામાં સોશિયલ મિડિયાની અસામાજિક બાજુ છતી થઇ

નેધરલેન્ડના રસ્તાઓ હવે રાત્રે આપોઆપ જગારા મારશે
સલમાન ખાન તેની આગામી ફિલ્મના આઈટમ ગીતમાં કરીનાને સ્પર્શ સુધ્ધાં નહીં કરે
યશ ચોપરા સાથેની જૂની દુશ્મની અજય દેવગણ હજુ સુધી ભૂલ્યો નથી
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved