Last Update : 01-November-2012, Thursday

 
ખાસ પ્રકારનો પાઉડર સૂર્ય પ્રકાશમાં ચાર્જ થશે
નેધરલેન્ડના રસ્તાઓ હવે રાત્રે આપોઆપ જગારા મારશે

નવી ટેકનોલોજીવાળા રોડમાં ઈલેક્ટ્રીક કારને રીચાર્જ કરવાની સુવિધા પણ હશે

લંડન, તા. ૩૧
ટેકનોલોજી વિકાસ સવલતોને હાથવગી બનાવવામાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે. નેધરલેન્ડમાં ટૂંક સમયમાં અનોખા રોડ ખુલ્લા મુકાશે. આ રોડની વિશેષતાએ રહેશે કે તે રાત્રીના સમયે ચમકશે અને ઈલેક્ટ્રીકથી ચાલતા વાહનો તેના પર રિચાર્જ થઈ શકશે. 'સ્માર્ટ હાઈવેસ' નામની આ ટેકનોલોજી ગયા સપ્તાહે ડચ ડિઝાઈન સપ્તાહમાં રજૂ થઈ હતી અને રોડ બનાવવા માટેની અદ્યતન પદ્ધતિનો તેમા ઉપયોગ થયો છે.
આ રોડના ડિઝાઈનરો દાવો કરી રહ્યા છે કે તેમની આ નવતર શોધ વધુ ટકાઉ, સલામત અને સાહજિક છે. આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં લાગેલ કંપનીઓના જણાવ્યા મુજબ તેમનું અંતીમ લક્ષ્યાંક પરિવહનના સર્વસામાન્ય ખ્યાલને બદલીને ધારીમાર્ગો પર દોડતા વાહનોના બદલે રોડને જ ધ્યાનમાં રાખવાનો તેમજ તે મુજબના હાઈટેક રોડ બનાવવાનું છે.
આ ઉપરાંત 'ફ્યુચર રોડ'ના પ્લાનમાં વિશેષ લેન્ટનો પણ સમાવેશ થાય છે. આવી લેન્ટ ઈલેક્ટ્રીકથી ચાલતા વાહનોને રીચાર્જ કરવાની સુવિધા આપશે. આ ઉપરાંત રસ્તા પર પાવરસેવીંગ લાઈટો પણ ગોઠવાશે. આ લાઈટ વાહન નજીક આવતા વધુ ઝળહળશે અને વાહન પસાર થઈ ગયા બાદ આપોઆપ 'મંદ' થઈ જશે. આ તમામ વિચારોને વાસ્તવિક્તામાં આવાતા હજુ વર્ષો લાગશે પણ આવતા વર્ષની ડચ રોડને ખાસ પ્રકારના પાઉડરથી રંગવામાં આવશે. આ પાઉડર સૂર્યપ્રકાશથી ચાર્જ થશે અને ૧૦ કલાક સુધી એટલે કે આખી રાત ઝળહળતો રહેશે.
આવતા વર્ષથી અમલમાં મુકાનારી અન્ય એક ટેકનોલોજી તાપમાન પર આધરિત છે. બરફવર્ષા દરમિયાન રસ્તાઓ લપસણા થતા હોય ત્યારે ટેકનોલોજી વાહનચાલકોને બરફના ક્રિસ્ટલ દેખાડશે. ડચ કંપનીઓએ રજૂ કરેલા આ નવતર વિચારોને ડચ ડિઝાઈન એવોર્ડઝમાં 'બેસ્ટ ફ્યુચર કોન્સેપ્ટ'નો એવોર્ડ પણ મળ્યો છે. જોકે કારને રીચાર્જ કરી શકતી ટેકનોલોજી કઈ રીતે કામ આપશે તેની ચોક્કસ વિગતો હજુ જાહેર કરાઈ નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ચાર વિકેટે ૨૮૬ રન

ભારતીય બોર્ડ ગાવસ્કર, કોહલી અને તેંડુલકરનું સન્માન કરાશે

ભારતની ટેસ્ટની ટીમને મજબુત બનતા હજુ વાર લાગશે ઃ ધોની
વરસાદના કારણે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની ટી-૨૦ પડતી મુકાઇ
પેરિસ માસ્ટર્સમાં ફેરરે ગ્રાનોલેર્સને હરાવ્યો ઃ સોંગાની પણ આગેકૂચ
દેશભરમાં ડેન્ગ્યુના હાહાકાર સામે શું પગલાં લીધા? ઃ દિલ્હી હાઈકોર્ટ
સી.બી.આઇ. તપાસમાં દોષીત ઠરેલા દસ ડૉકટરની માન્યતા રદ કરાશે

જૈન વિશ્વકોશના ભગીરથ કાર્યનો પ્રારંભઃ મુંબઈ બાદ આજે અમદાવાદમાં બેઠકો

સેન્ડીને કારણે ૫૦ હજાર બ્રિટીશ નાગરિકો યુએસમાં ફસાયા

સમુદ્રી તોફાન સેન્ડી અવકાશમાંથી પ્રચંડ દેખાય છેઃ સુનિતા વિલિયમ
ઓબામાએ દાખવેલુ નેતૃત્વ તેમને ફરી ચૂંટાવામાં મદદરૃપ થશે?

સેન્ડી વાવાઝોડામાં સોશિયલ મિડિયાની અસામાજિક બાજુ છતી થઇ

નેધરલેન્ડના રસ્તાઓ હવે રાત્રે આપોઆપ જગારા મારશે
સલમાન ખાન તેની આગામી ફિલ્મના આઈટમ ગીતમાં કરીનાને સ્પર્શ સુધ્ધાં નહીં કરે
યશ ચોપરા સાથેની જૂની દુશ્મની અજય દેવગણ હજુ સુધી ભૂલ્યો નથી
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved