Last Update : 01-November-2012, Thursday

 
સેન્ડીની હોનારત સમયે
ઓબામાએ દાખવેલુ નેતૃત્વ તેમને ફરી ચૂંટાવામાં મદદરૃપ થશે?

ભારતના નેતાઓ માટે ઉદાહરણઃ રિપ્બિલકન નેતાએ ઓબામાના વખાણ કર્યા

વોશિગ્ટન, તા. ૩૧
અમેરિકા વાવાઝોડા સેન્ડીની વિનાશકતાનો સામનો કરી રહ્યું છે. ત્યારે આખી પરિસ્થિતિ અમેરિકી પ્રમુખની ચૂંટણી પર કેવી અસર પડશે તે અંગે અટકળો ચાલી રહી છે. હોનારતના સમયમાં ઓબામાએ દાખવેલી નેતાગીરી તેમને ફરીથી લોકચાહના મેળવવામાં મદદરૃપ થશે કે આ સ્થિતિ રિપબ્લિકન ઉમેદવાર મિટ રોજનીને ફાયદાકારક સાબિત થશે તે જોવાનું છે.
ઓબામાએ જણાવ્યું હતું કે આગામી સપ્તાહે ચૂંટણી યોજાશે અને ચૂંટણી પોતે જ પોતાનો ખ્યાલ રાખી શકશે. ઓબામાએ સેન્ડીના પગલે ચૂંટણી પ્રચાર પડતો મુકીને તેમની અમેરિકાના કમાન્ડર-ઇન-ચીફની ભૂમિકામાં આવી જવું પડયું છે. આમ તો રિપબ્લીકન ટીકાકાર અને ન્યૂજર્સીના ગવર્નર ક્રિસ ક્રિસ્ટીએ ઓબામાની ટીકા કરવાની તક જતી કરી નથી પણ ઓબામાના વખાણ કરતાં તેમણે જણાવ્યું હતું કે હોનારત સમયે કામ પાર પાડવાની ઓબામાની આવડત અજોડ છે.
રોજનીએ પણ પ્રચાર બંધ કરીને વાવાઝોડાની રાહત માટેના કાર્યક્રમોમાં હાજરી આપી હતી. વાવાઝોડાનો ભોગ બનેલાઓ માટે ભંડોળ કરવામાં ઓહાયો ખાતે તેમણે મદદ કરી હતી. વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યા મુજબ પ્રચાર પડતો મુકીને હોનારત પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ઓબામાનો નિર્ણય તેમને ચૂંટણીમાં ફળી શકે છે. જોકે શરૃઆતના મતદાન પર સેન્ડીની અસર જરૃર પડશે.
બીજી બાજુ સેન્ડીની ચૂંટણી પર કેવી અસર પડશે તેનો ચોક્કસ તાગ મેળવવો અઘરો હોવાનું પણ માનવામાં આવે છે. જોકે વાવાઝોડાએ રોજનીના ચૂંટણી પ્રચાર પર ચોક્કસ અસર પાડી હોવાનું અમેરિકાના કેટલાક સ્થાનિક અખબારોનું કહેવું છે. જેના કારણે ઓબામાને કુદરતી ફાયજો મળે તેવું પણ બની શકે છે. ઓબામાએ કટોકટી જેવી સ્થિતિમાં બજાવેલી ફરજોની પણ તેમના પર સકારાત્મક અસર પડી શકે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ચાર વિકેટે ૨૮૬ રન

ભારતીય બોર્ડ ગાવસ્કર, કોહલી અને તેંડુલકરનું સન્માન કરાશે

ભારતની ટેસ્ટની ટીમને મજબુત બનતા હજુ વાર લાગશે ઃ ધોની
વરસાદના કારણે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની ટી-૨૦ પડતી મુકાઇ
પેરિસ માસ્ટર્સમાં ફેરરે ગ્રાનોલેર્સને હરાવ્યો ઃ સોંગાની પણ આગેકૂચ
દેશભરમાં ડેન્ગ્યુના હાહાકાર સામે શું પગલાં લીધા? ઃ દિલ્હી હાઈકોર્ટ
સી.બી.આઇ. તપાસમાં દોષીત ઠરેલા દસ ડૉકટરની માન્યતા રદ કરાશે

જૈન વિશ્વકોશના ભગીરથ કાર્યનો પ્રારંભઃ મુંબઈ બાદ આજે અમદાવાદમાં બેઠકો

સેન્ડીને કારણે ૫૦ હજાર બ્રિટીશ નાગરિકો યુએસમાં ફસાયા

સમુદ્રી તોફાન સેન્ડી અવકાશમાંથી પ્રચંડ દેખાય છેઃ સુનિતા વિલિયમ
ઓબામાએ દાખવેલુ નેતૃત્વ તેમને ફરી ચૂંટાવામાં મદદરૃપ થશે?

સેન્ડી વાવાઝોડામાં સોશિયલ મિડિયાની અસામાજિક બાજુ છતી થઇ

નેધરલેન્ડના રસ્તાઓ હવે રાત્રે આપોઆપ જગારા મારશે
સલમાન ખાન તેની આગામી ફિલ્મના આઈટમ ગીતમાં કરીનાને સ્પર્શ સુધ્ધાં નહીં કરે
યશ ચોપરા સાથેની જૂની દુશ્મની અજય દેવગણ હજુ સુધી ભૂલ્યો નથી
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved