Last Update : 01-November-2012, Thursday

 
સેન્ડીને કારણે ૫૦ હજાર બ્રિટીશ નાગરિકો યુએસમાં ફસાયા

કેટલાક હવાઈ મથકો ચાલુ કરાયા પણ ભારે ધસારાને પહોંચવું મુશ્કેલ

વોશિંગ્ટન, તા. ૩૧
અમેરિકામાં આવેલા સેન્ડી વાવાઝોડાએ નજરે જોયેલું ખોટું ઠરે, કુદરત ચાહે સો કરે'ની કહેવતને સાચી ઠરાવી છે. તેના કારણે અમેરિકાથી બ્રિટન જતી ફલાઈટો રદ્ થવાને કારણે આશરે ૫૦,૦૦૦ જેટલા બ્રિટીશ નાગરિકો અમેરિકામાં બ્રિટન જવાની રાહમાં અમેરિકામાં ફસાયેલા પડયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટન અને અમેરિકા બન્ને દાયકાઓથી પરસ્પર વ્યાપરી, સાંસ્કૃતિક આર્થિક સંબંધો ધરાવે છે. જેના કારણે બન્ને દેશોમાં કાયમી ધોરણે હજારો પરસ્પરના નાગરિકો હોય છે.
બ્રિટીશ એરવેઝે જણાવ્યું છે કે મુસાફરોએ હજી થોડો સમય રાહ જોવી પડશે તેમ એરવેઝના પ્રવક્તાએ માહિતી આપી હતી. જોકે ઘણા હવાઈ મથકોની આસપાસ હવાનું જોર ઘટી ગયું છે. ઉડ્ડયનો ચાલુ કરી શકાય તેમ છે. પણ સત્તાવાળાઓ કોઈ જોખમ લેવા માંગતા નહોય તેવું જણાઈ રહ્યું છે. જેમા વોશિંગ્ટન અને બોસ્ટન સમાવેશ થાય છે. પણ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે, ન્યુયોર્કમાં પુરતી સલામતિ ન જણાતા આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો થઈ શકતા નથી. જોકે મોડેથી આ હવાઈ મથકો ખુલ્લા મુકાયા હતા પણ જેએફકે અને નેવાર્ક બંધ રહ્યા હતા.
૫૦ હજાર જેટલા પ્રવાસીઓ ફસાયેલા હોવાથી હવાઈ પરીવહન સામાન્ય ન બને ત્યાં સુધી તેમને બ્રિટન પહોંચાડવા તે સત્તાવાળાઓ માટે એક મહત્વનો પડકાર બની રહેશે. ઉડ્ડયનો એ બાબતે પણ અટવાઈ પડયા છે કે અત્યારે જે વિમાનો જઈ રહ્યા છે તે પુરેપુરા પેક હોય છે. તેમા જેમનો પ્રવાસ ગત સપ્તાહે પૂર્ણ થઈ ગયો હોય તેમનો સમાવેશ કરવો મુશ્કેલ છે.
બ્રિટીશ એરવેઝનું અનુમાન છે કે જે મુસાફરો રાહમાં છે તેમને હજી રાહ જોવી પડશે. જ્યારે અટવાયેલા મુસાફરો એ બાબતે ચિંતીત છે કે તેમનું હોટલમાં વસવાટનું બિલ સતત વધતું જાય છે. જોકે એરલાઈન હાલ મુસાફરોને બ્રિટન પહોંચાડવા તેમના સૌથી મોટા વિમાનોનો ઉપયોગ કરી રહી છે. વિમાનો સતત વ્યસ્ત છે. તેમા ગત સપ્તાહે જેમનો પ્રવાસ રદ્દ થયો તેનો સમાવેશ મુશ્કેલ છે. કેમ કે અહીં વેકેશનનો ગાળો ચાલુ થઈ ચુક્યો હોઈને ઘર આંગણે પણ ભારે ઘસારાનો સામનો એરવેઝ કરી રહી છે.

૧૪, ૧૫, ૨૩, ૨૮, ૨૯, ૩૪, ૩૫, ૩૬
અમેરિકામાં 'સેન્ડી' નામના વાવાઝોડાએ કેવો કાળો કેર વર્તાવ્યો હતો તેની પ્રતીતિ આ તસ્વીરોમાંથી થઇ જાય છે. ભારે વરસાદ અને આંધીને તેના મૂળમાં લઇને નીકળેલાં સેન્ડીએ ન્યૂજર્સી, ન્યૂયોર્ક, નોર્થ કેરોલિના, પેનસિલવેનિયા, વિર્જિનિયા સહિતના અનેક શહેરોમાં પૂરની સ્થિતિ સર્જી હતી. ન્યૂજર્સીમાં એક માણસ ઘૂંટણસમા પાણીમાં જીવનજરૃરી ચીજવસ્તુઓને ખરીદવા માટે સાયકલ લઇને નીકળેલો દેખાય છે. વીજળી ગુલ થઇ જતાં લાખો લોકોને લગભગ બે દિવસ સુધી અંધારપટમાં રહેવું પડયું હતું. જો કે હવે કેટલાક શહેરોમા વીજળીનો પ્રવાહ ફરી કાર્યરત થઇ ગયો છે. ભયાનક આંધીને કારણે ન્યૂયોર્ક સિટીના એક વિસ્તારમાં આગ ભભૂકી ઉઠી હતી અને ૫૦થી વધુ ઘરો બળીને ખાક થઇ ગયા હતા. લશ્કર સહિતનું સરકારી તંત્ર રાહત કામગીરી માટે ખડેપગે કામે લાગી ગયું છે. ભરાયેલા પાણીની સપાટી ધીમે ધીમે ઓસરી રહી છે. અને જનજીવન ફરીથી કાર્યરત થયું છે. જોકે હજુ પણ સ્કૂલો- કોલેજો અને વાહનવ્યવહાર ઠપ રહ્યા હતા. અને તેમને સંપૂર્ણ રીતે કાર્યરત થોડાક દિવસો લાગે તેમ છે.

ઓબામા વાવાઝોડાગ્રસ્ત ન્યુજર્સીની મુલાકાતે
વોશિંગ્ટન, તા.૩૧
બરાક ઓબામાએ હાલ તેમના ચૂંટણી પ્રચાર વિભાગને તાળું મારી દીધું છે અને તેઓ સતત ત્રીજા દિવસે પણ વાવાઝોડા સેન્ડી અને તે માટેના રાહત કાર્યોમાં વ્યસ્ત રહ્યા હતા. ઓબામાની જ્યાં જીત નિશ્ચિત મનાય છે તે ન્યુજર્સી રાજ્યમાં તેમણે વાવાઝોડા ગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી.
ઓબામાએ વાવાઝોડાગ્રસ્ત લોકોની સહાયાર્થે બતાવેલી અનુકંપાએ તેમના કટ્ટર પ્રતિસ્પર્ધી રીપબ્લીકન ઉમેદવાર મીટ રોમ્નીને પણ આ મુદ્દે કાળજીપૂર્વક વર્તવાની ફરજ પાડી છે. જો કે મીટ રોમ્નીએ પૂર્વિય કંઠાળ વિસ્તારમાં આવેલી આ આફત સંદર્ભે લાગણી તો દર્શાવી જ છે પણ તેમણે અત્યારના કટોકટીમય સમયમાં ચૂંટણી પ્રચારને મહત્વ આપવાનું પસંદ કર્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ચાર વિકેટે ૨૮૬ રન

ભારતીય બોર્ડ ગાવસ્કર, કોહલી અને તેંડુલકરનું સન્માન કરાશે

ભારતની ટેસ્ટની ટીમને મજબુત બનતા હજુ વાર લાગશે ઃ ધોની
વરસાદના કારણે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની ટી-૨૦ પડતી મુકાઇ
પેરિસ માસ્ટર્સમાં ફેરરે ગ્રાનોલેર્સને હરાવ્યો ઃ સોંગાની પણ આગેકૂચ
દેશભરમાં ડેન્ગ્યુના હાહાકાર સામે શું પગલાં લીધા? ઃ દિલ્હી હાઈકોર્ટ
સી.બી.આઇ. તપાસમાં દોષીત ઠરેલા દસ ડૉકટરની માન્યતા રદ કરાશે

જૈન વિશ્વકોશના ભગીરથ કાર્યનો પ્રારંભઃ મુંબઈ બાદ આજે અમદાવાદમાં બેઠકો

સેન્ડીને કારણે ૫૦ હજાર બ્રિટીશ નાગરિકો યુએસમાં ફસાયા

સમુદ્રી તોફાન સેન્ડી અવકાશમાંથી પ્રચંડ દેખાય છેઃ સુનિતા વિલિયમ
ઓબામાએ દાખવેલુ નેતૃત્વ તેમને ફરી ચૂંટાવામાં મદદરૃપ થશે?

સેન્ડી વાવાઝોડામાં સોશિયલ મિડિયાની અસામાજિક બાજુ છતી થઇ

નેધરલેન્ડના રસ્તાઓ હવે રાત્રે આપોઆપ જગારા મારશે
સલમાન ખાન તેની આગામી ફિલ્મના આઈટમ ગીતમાં કરીનાને સ્પર્શ સુધ્ધાં નહીં કરે
યશ ચોપરા સાથેની જૂની દુશ્મની અજય દેવગણ હજુ સુધી ભૂલ્યો નથી
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved