Last Update : 01-November-2012, Thursday

 

ટીમ અણ્ણાને વિદેશી ભંડોળની તપાસનો મામલો
દિલ્હી હાઈકોર્ટનો કેન્દ્રને ત્રણ સપ્તાહમાં તપાસ અહેવાલ રજુ કરવા આદેશ

એફસીઆરએના ભંગ બદલ ટીમ અણ્ણા સામે કાર્યવાહી કરવા માગ

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૩૧
ટીમ અણ્ણાને વિદેશી ભંડોળ મળતું હોવા સંબંધી સીબીઆઈની તપાસ સ્થિતિનો અહેવાલ રજુ કરવા દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રને જણાવ્યું હતું. એડિશનલ સોલીસટર જનરલ રાજીવ મહેરાએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે આ અંગે ગૃહ મંત્રાલય તપાસ રિપોર્ટ તૈયાર કરી રહ્યું હોઇ તેમને થોડો સમય આપવામાં આવે. આથી ચીફ જસ્ટીસ મુરૃગેશન અને રાજીવ સહાયની ખંડપીઠે તેમની વિનંતિ ગ્રાહ્ય રાખી ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો હતો.
એડવોકેટ મનોહરલાલ શર્માએ ફાઇલ કરેલી પિટિશનમાં જણાવાયું હતું કે, આ મુદ્દે તેમની જુઆતના ત્રણ મહિના પછી પણ સરકારે સ્ટેટસ રિપોર્ટ રજુ કર્યો નથી. ખંડપીઠે ૩૦ મે ના રોજ શર્માની અરજીને ગ્રાહ્ય રાખી વિદેશી ભંડોળ અંગે તપાસ કરી અહેવાલ આપવા આદેશ કર્યો હતો. પિટિશનમાં શર્માએ એવો આક્ષેપ મુકયો હતો કે ટીમ અણ્ણાને વિદેશી ભંડોળ મળે છે અને તેની સામે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેટ એકટ હેઠળ કાર્યવાહી થવી જોઈએ. વિદેશી ભંડોળ માટે એફસીઆરએ હેઠળ કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે પરંતુ ટીમ અણ્ણાએ આ પ્રકારની મંજૂરી વિના ભંડોળ મેળવ્યું છે અને તેમની સામે પગલાં ભરવામાં કેન્દ્ર નિષ્ફળ ગયું છે.
શર્માએ કેટલાક કથિત વિદેશી દાતાઓની યાદી જાહેર કરવાની માગણી કરી છે અને ટીમ અણ્ણા દ્વારા શરૃકરાયેલ ચળવળ ગેરકાયદે જાહેર કરવાની માગણી કરી છે. શર્માએ જણાવ્યું હતું કે, વિદેશીઓ દ્વારા પ્રાોજિત આ ચળવળ ગેરકાયદે અને ગેરબંધીરણીય જાહેર કરવાની પણ તેમણે વિનંતિ કરી છે. ઉપરાંત ટીમ અણ્ણાના સભ્યો સામે એફસીઆરએ-ના ભંગ બદલ પગલાં લેવાની પણ માગણી કરાઇ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ચાર વિકેટે ૨૮૬ રન

ભારતીય બોર્ડ ગાવસ્કર, કોહલી અને તેંડુલકરનું સન્માન કરાશે

ભારતની ટેસ્ટની ટીમને મજબુત બનતા હજુ વાર લાગશે ઃ ધોની
વરસાદના કારણે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની ટી-૨૦ પડતી મુકાઇ
પેરિસ માસ્ટર્સમાં ફેરરે ગ્રાનોલેર્સને હરાવ્યો ઃ સોંગાની પણ આગેકૂચ
દેશભરમાં ડેન્ગ્યુના હાહાકાર સામે શું પગલાં લીધા? ઃ દિલ્હી હાઈકોર્ટ
સી.બી.આઇ. તપાસમાં દોષીત ઠરેલા દસ ડૉકટરની માન્યતા રદ કરાશે

જૈન વિશ્વકોશના ભગીરથ કાર્યનો પ્રારંભઃ મુંબઈ બાદ આજે અમદાવાદમાં બેઠકો

સેન્ડીને કારણે ૫૦ હજાર બ્રિટીશ નાગરિકો યુએસમાં ફસાયા

સમુદ્રી તોફાન સેન્ડી અવકાશમાંથી પ્રચંડ દેખાય છેઃ સુનિતા વિલિયમ
ઓબામાએ દાખવેલુ નેતૃત્વ તેમને ફરી ચૂંટાવામાં મદદરૃપ થશે?

સેન્ડી વાવાઝોડામાં સોશિયલ મિડિયાની અસામાજિક બાજુ છતી થઇ

નેધરલેન્ડના રસ્તાઓ હવે રાત્રે આપોઆપ જગારા મારશે
સલમાન ખાન તેની આગામી ફિલ્મના આઈટમ ગીતમાં કરીનાને સ્પર્શ સુધ્ધાં નહીં કરે
યશ ચોપરા સાથેની જૂની દુશ્મની અજય દેવગણ હજુ સુધી ભૂલ્યો નથી
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved