Last Update : 01-November-2012, Thursday

 

કોંગ્રેસ મને બદનામ કરી રહી છે
મને ઇંટનો જવાબ પથ્થરથી આપતા આવડે છેઃ ગડકરી

રોબર્ટ વાઢેરા સામેના આક્ષેપોની તપાસ શા માટે માગતી નથી?

(પીટીઆઇ) મુંબઇ, તા.૩૧
ભ્રષ્ટાચાર અને કાળા નાણાની હેરાફેરી સહિત સંખ્યાબંધ આરોપોનો સામનો કરી રહેલા ભાજપના પ્રમુખ નીતિન ગડકરીએ સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે તેમના પર લાગેલા આરોપો પાયાવિહોણા છે અને તે કોઇપણ તપાસનો સામનો કરવા તૈયાર છે. પરંતુ તેમણે કોંગ્રેસને વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ શા માટે રોબર્ટ વાઢેરાની તપાસ કરાવવા મક્કમ બનતી નથી.
નીતિન ગડકરીએ અરવિંદ કેજરીવાલ દ્વારા એનસીપી વડા શરદ પવાર સાથેના વ્યાવસાયિક સંબંધો, રાજ્યસભાના સાંસદ અજય સંચેની સાથેની કોઇપણ લીન્ક હોવાનો ઇન્કાર કરતાં જણાવ્યું હતું કે મારે આ લોકો સાથે કોઇપણ પ્રકારના વ્યવસાયિક સંબંધો નથી તેમણે આ મુદ્દે એક મિડિયા હાઉસ પણ તેમને બદનામ કરવાની સાજિશ કરી રહ્યું હોવાનો આરોપ મૂક્યો હતો.
તેમણે જણાવ્યું કે મારી ભાવના શુદ્ધ છે. મારી છબી ખરાબ કરવા જુઠ્ઠા આક્ષેપો લગાવાઇ રહ્યા છે. હું મહારાષ્ટ્રમાં ખેડુતોની સમસ્યાઓ માટે લડતો આવ્યો છું. મે અત્યાર સુધીમાં એવું કોઇ કામ ક્યું નથી જેના કારણે વિદર્ભના ખેડૂતોને આત્મ હત્યા કરવી પડે. તેમણે જણાવ્યું કે મને ઇંટનો જવાબ પથ્થરથી આપતા આવડે છે. મારા કાર્યકાળના છેલ્લા સાડા ત્રણ વર્ષથી ભાજપ પ્રગતિના પંથે છે. અને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ એનડીએની આગેવાની કરશે અને વડાપ્રધાન પદે ભાજપના નેતા હશે.
કોંગ્રેસને ભ્રષ્ટાચારી પક્ષ ગણાવીને તેમણે ઉમેર્યું હતું કે 'તમે કોઇને સ્પષ્ટ ખાતરી કરાવી ન શકો તો ગૂંચવણમાં મૂકો'' એ પ્રકારે કોંગ્રેસ અમારા પક્ષના કાર્યકર્તાને ગુંચવવાનો પ્રયાસ કરી રહી છે. ગડકરીએ જણાવ્યું હતુંકે તેમની સામે થયેલા આક્ષેપોની તપાસનો સામનો કરવા તેઓ તૈયાર છે. તેમણે કહ્યું કે સરકારમાંથી નાણાં ઉછીના લઇ કે જમીન લઇને કોઇ ગૂનો નથી કર્યો કે મારી રાજકીય વગનો પણ કોઇ દુરુપયોગ કર્યો નથી. જ્યારે હું પોતે આક્ષેપોની તપાસ કરાવવા તૈયાર છું તો કોંગ્રેસ પાર્ટી શા માટે વાઢેરાની તપાસ કરાવવાની માગણી કરતી નથી. સોનિયાના જમાઇ વાઢેરા પર પણ ડીએલએફ સાથે જમીનના મુદ્દે મેળાપીપણાનો આક્ષેપ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ચાર વિકેટે ૨૮૬ રન

ભારતીય બોર્ડ ગાવસ્કર, કોહલી અને તેંડુલકરનું સન્માન કરાશે

ભારતની ટેસ્ટની ટીમને મજબુત બનતા હજુ વાર લાગશે ઃ ધોની
વરસાદના કારણે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની ટી-૨૦ પડતી મુકાઇ
પેરિસ માસ્ટર્સમાં ફેરરે ગ્રાનોલેર્સને હરાવ્યો ઃ સોંગાની પણ આગેકૂચ
દેશભરમાં ડેન્ગ્યુના હાહાકાર સામે શું પગલાં લીધા? ઃ દિલ્હી હાઈકોર્ટ
સી.બી.આઇ. તપાસમાં દોષીત ઠરેલા દસ ડૉકટરની માન્યતા રદ કરાશે

જૈન વિશ્વકોશના ભગીરથ કાર્યનો પ્રારંભઃ મુંબઈ બાદ આજે અમદાવાદમાં બેઠકો

સેન્ડીને કારણે ૫૦ હજાર બ્રિટીશ નાગરિકો યુએસમાં ફસાયા

સમુદ્રી તોફાન સેન્ડી અવકાશમાંથી પ્રચંડ દેખાય છેઃ સુનિતા વિલિયમ
ઓબામાએ દાખવેલુ નેતૃત્વ તેમને ફરી ચૂંટાવામાં મદદરૃપ થશે?

સેન્ડી વાવાઝોડામાં સોશિયલ મિડિયાની અસામાજિક બાજુ છતી થઇ

નેધરલેન્ડના રસ્તાઓ હવે રાત્રે આપોઆપ જગારા મારશે
સલમાન ખાન તેની આગામી ફિલ્મના આઈટમ ગીતમાં કરીનાને સ્પર્શ સુધ્ધાં નહીં કરે
યશ ચોપરા સાથેની જૂની દુશ્મની અજય દેવગણ હજુ સુધી ભૂલ્યો નથી
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved