Last Update : 01-November-2012, Thursday

 

દેશ વડાપ્રધાન નહીં, પરંતુ રિલાયન્સ ચલાવે છે
મૂકેશ અંબાણીના દબાણથી જયપાલ રેડ્ડીને હટાવાયા ઃ કેજરીવાલ

કોંગ્રેસ-ભાજપ ખિસ્સામાં ઃ કેજી બેસિન ગેસ ડીલમાં રિલાયન્સે કાયદા તોડયા

નવી દિલ્હી, તા. ૩૧
ચળવળકારમાંથી રાજકારણી બનેલા અરવિંદ કેજરીવાલે રોબર્ટ વાઢેરા, નીતિન ગડકરી બાદ ત્રીજુ નિશાન મુકેશ અંબાણી તરફ તાકયું હતું. કેજરીવાલે દેશના ચાવીરૃપ કુદરતી ગેસ ક્ષેત્ર કૃષ્ણા ગોદાવરી (કેજી) બેસિનને વિકસાવવા રિલાયન્સને અપાયેલા કોન્ટ્રાકટમાં મુકેશ અંબાણીને જંગી ફાયદો કરાવી આપવનો આક્ષેપ વડાપ્રધાન પર કર્યો હતો.
કેજરીવાલે કહ્યું હતું કે એવું લાગે છે કે વડાપ્રધાન નહીં પરંતુ મુકેશ અંબાણી દેશ ચલાવી રહ્યાં છે. 'મૈં આમ આદમી હૂં' લખેલી ટોપી પહેરેલા કેજરીવાલે ટકોર કરી હતી કે વડાપ્રધાનનું હૃદય રિલાયન્સ માટે ધબકે છે, ભારતના લોકો માટે નહીં. તેમણે દાવો કર્યો હતો કે રિલાયન્સના કારણે જ જયપાલ રેડ્ડી પાસેથી તેલ મંત્રાલય આંચકી લેવામાં આવ્યું. કેજરીવાલે કહ્યું હતું કે જયપાલ રેડ્ડીએ ગેસની કિંમતો વધારવાની રિલાયન્સની માંગનો વિરોધ કર્યો હતો તેમજ જાણી જોઈને ગેસનું ઉત્પાદન ઘટાડવા માટે રિલાયન્સને દંડ ફટકારવા માંગતા હતાં.
કેજરીવાલે દાવો કર્યો હતો કે કોંગ્રેસ હોય કે ભાજપ, બંને મુકેશ અંબાણીના ખિસ્સામાં છે. તેમણે કહ્યું હતું કે ૨૦૦૦માં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારે કૃષ્ણા ગોદાવરી બેસિનના ડી-૬ ક્ષેત્રમાંથી ગેસ ઉત્પાદન કરવાની રિલાયન્સને મંજૂરી આપી અને બાદમાં ૨૦૦૪માં આવેલી કોંગ્રેસની આગેવાની હેઠળની યૂપીએ સરકારે પણ એ સોદો વફાદારીપૂર્વક નિભાવ્યો.
કેજરીવાલનું કહેવું છે કે ભાજપ અને કોંગ્રેસના શાસનકાળ દરમિયાન રિલાયન્સે મૂળભૂત નિયમોની જ અવગણના કરી છે. સોદામાં એવું નક્કી થયું હતું કે આગામી ૧૭ વર્ષ સુધી રિલાયન્સ રાજય સરકાર દ્વારા સંચાલિત નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી)ને ૨.૩ ડોલર પ્રતિ યુનિટના દરે ગેસ આપશે. પરંતુ ૨૦૦૭માં રિલાયન્સે આ ભાવ વધારીને ૪.૨ ડોલર પ્રતિ યુનિટ કર્યો અને હવે તે ફરીથી આ ભાવ વધારીને ૧૪ ડોલર પ્રતિ યુનિટ કરવા માંગે છે. કેજરીવાલે દાવો કર્યો હતો કે જો રિલાયન્સની માંગ અનુસાર ગેસના ભાવ વધારવામાં આવે તો તેમને ૪૩,૦૦૦ કરોડનો ફાયદો થાય એમ છે. કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે રિલાયન્સને ગેસનો ભાવ વધારો કરવા દઇને સામે પક્ષે આગામી ચૂંટણી માટે તેમની પાસેથી મસમોટું ભંડોળ લેવાનું કોંગ્રેસનું આયોજન લાગે છે.
કેજરીવાલના જણાવ્યા અનુસાર રિલાયન્સ ગેસનો સંગ્રહ કરે છે અને જાણી જોઇને જરૃરિયાત કરતા ઓછો ગેસ પહોંચાડે છે. કેજરીવાલે કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યું હતું કે કુદરતી સંપત્તિ પર દેશના નાગરિકોનો અધિકાર છે તેમ છતાં સરકારે ગયા વર્ષે રિલાયન્સને ૨૨ તેલ અને ગેસ બ્લોકના ૩૦ ટકા હિસ્સો વેચવાની પરવાનગી આપી હતી.
કેજરીવાલે સવાલ કર્યો હતો કે ૨૦૦૬માં ગેસની કિંમત ૨.૩૪ ડોલર પ્રતિ યુનિટથી વધારીને ૪.૨ ડોલર પ્રતિ યુનિટ કરવાની રિલાયન્સની માંગ સામે એ વખતના પેટ્રોલિયમ મંત્રી મણિશંકર ઐય્યરે નમતું ન જોખ્યું. ત્યારે વડાપ્રધાનને એટર્ની જનરલનો અભિપ્રાય લેવાનું કેમ ન સૂઝ્યું? કેજરીવાલે કહ્યું હતું કે ૨૦૦૬માં ઐયરના સ્થાને મુરલી દેવરાની પેટ્રોલિયમ મંત્રી તરીકે નિમણુંક થઇ અને માત્ર દોઢ મહિનામાં જ તેમણે એ ફાઇલ મંજૂર કરી દીધી હતી. કેજરીવાલે કહ્યું હતું કે પ્રણવ મુખર્જીએ એનટીપીસીને રિલાયન્સનો ગેસ સવા ૧૪ ડોલરમાં ખરીદવા દબાણ કર્યું જેના કારણે દેશને ૪૫ હજાર કરોડનું નુકસાન થયું.
કેજરીવાલે નીરા રાડિયા અને અટલ બિહારી વાજપેયીના જમાઇ રંજન ભટ્ટાચાર્ય વચ્ચે વાર્તાલાપની ટેપ પણ સંભળાવી હતી. જેમાં ભટ્ટાચાર્ય નીરા રાડિયાને કહી રહ્યાં હતાં કે મુકેશ અંબાણીએ તેમને એવું કહ્યું કે કોંગ્રેસ તો અમારી દુકાન છે.

રિલાયન્સે કેજરીવાલના આક્ષેપો નકારી કાઢયા
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૩૧
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કેજરીવાલની ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન સંસ્થાના સરકાર પાસેથી કેજી-ડી-૬ ગેસ પ્રોજેકટમાં લાભ ખાટવાના આક્ષેપો નકારી કાઢયા હતાં.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક લેખિત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું ંકે આઇએસીએ કરેલા નિવેદનો સત્યથી વેગળા છે અને એ આક્ષેપો કંપની નકારી કાઢે છે. નિવેદનમાં જણાવાયું હતું કે ભારતનો સૌથી પહેલો ડીપ-સી પ્રોજેકટ છ વર્ષના વિક્રમજનક ટૂંકા સમયમાં વિકસાવાયો હતો. અને એ પ્રોજેકટથી દેશના આર્થિક મુલ્યમાં વધારો થયો છે અને એ પ્રોજેકટ બદલ ભારત ગર્વ લઇ શકે તેમ છે.
રિલાયન્સે જણાવ્યું હતું કે કેજી-ડી૬ બેસિન ખાતે સર્વશ્રેષ્ઠ ટેકનિકલ સ્ત્રોતો કામે લગાડાયા છે. અને તેલ અને ગેસ ઉદ્યોગના ક્ષેત્રે આ પ્રોજેકટ તેના વર્ગમાં સર્વશ્રેષ્ઠ છે. રિલાયન્સે ઉમેર્યું હતું કે આઇએસીએ કોઇ પ્રજેકટની જટિલતા સમજયા વિના કરેલા આક્ષેપો સાવ પાયાવિહોણા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ચાર વિકેટે ૨૮૬ રન

ભારતીય બોર્ડ ગાવસ્કર, કોહલી અને તેંડુલકરનું સન્માન કરાશે

ભારતની ટેસ્ટની ટીમને મજબુત બનતા હજુ વાર લાગશે ઃ ધોની
વરસાદના કારણે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની ટી-૨૦ પડતી મુકાઇ
પેરિસ માસ્ટર્સમાં ફેરરે ગ્રાનોલેર્સને હરાવ્યો ઃ સોંગાની પણ આગેકૂચ
દેશભરમાં ડેન્ગ્યુના હાહાકાર સામે શું પગલાં લીધા? ઃ દિલ્હી હાઈકોર્ટ
સી.બી.આઇ. તપાસમાં દોષીત ઠરેલા દસ ડૉકટરની માન્યતા રદ કરાશે

જૈન વિશ્વકોશના ભગીરથ કાર્યનો પ્રારંભઃ મુંબઈ બાદ આજે અમદાવાદમાં બેઠકો

સેન્ડીને કારણે ૫૦ હજાર બ્રિટીશ નાગરિકો યુએસમાં ફસાયા

સમુદ્રી તોફાન સેન્ડી અવકાશમાંથી પ્રચંડ દેખાય છેઃ સુનિતા વિલિયમ
ઓબામાએ દાખવેલુ નેતૃત્વ તેમને ફરી ચૂંટાવામાં મદદરૃપ થશે?

સેન્ડી વાવાઝોડામાં સોશિયલ મિડિયાની અસામાજિક બાજુ છતી થઇ

નેધરલેન્ડના રસ્તાઓ હવે રાત્રે આપોઆપ જગારા મારશે
સલમાન ખાન તેની આગામી ફિલ્મના આઈટમ ગીતમાં કરીનાને સ્પર્શ સુધ્ધાં નહીં કરે
યશ ચોપરા સાથેની જૂની દુશ્મની અજય દેવગણ હજુ સુધી ભૂલ્યો નથી
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved