Last Update : 01-November-2012, Thursday

 

વાવાઝોડું હજુ શમ્યું નથી ઃ ઓબામા
સેન્ડીએ ૫ંચાવનનો ભોગ લીધો ઃ લાખો અમેરિકનો વીજળી વિના અસહાય

ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં સૌથી વધુ અસર અનેક ભારતીય અમેરિકનો ઘરની બહાર

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૩૧
વાવાઝોડા સેન્ડીએ કેરિબિયનથી કેનેડા સુધીમાં મોટા પાયે વિનાશ સર્જ્યો છે. વાવાઝોડાના કારણે કુલ ૧૨૨ લોકોના મૃત્યુ થયા છે જેમાં ન્યૂયોર્ક અને અન્ય અમેરિકી શહેરોમાં માર્યા ગયેલા ૫૫ લોકોનો પણ સમાવેશ થાય છે. ખરાબ હવામાનના કારણે રાહત અને બચાવ કામગીરી પર અસર પડી છે. કાટમાળ દૂર કરવાની કામગીરી પણ અસરગ્રસ્ત થઇ છે.
અમેરિકામાં ત્રાટકેલા અત્યાર સુધીના સૌથી વિનાશક વાવાઝોડાએ નોર્થ કેરોલિનાથી કનેકિટકટ સુધીના વિસ્તારોને સંપર્ક વિહોણા બનાવી દેતા જનજીવન ઠપ થઇ ગયું છે. જેના કારણે લાખો લોકોને વીજળી વગર, ઠંડી સહિતની વિષમ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. પુરગ્રસ્ત વિસ્તારોમાંથી પણ અનેક લોકોનું સ્થળાંતર કરાયું છે.
મેગાસ્ટ્રોમની અડફેટે આવેલા અમેરિકી રાજયોમાં ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં સૌથી વધુ તારાજી સર્જાઈ છે. ન્યૂ યોર્કમાં ૨૨ લોકોના મૃત્યુ થયા છે. જેમાં પૂરમાંથી પોતાના પરિવારને બચાવવા જતાં માર્યા ગયેલા અધિકારીનો પણ સમાવેશ થાય છે. સેન્ડીએ સર્જેલી તારાજીા કારણે ઓબામાએ આ બંને રાજયોમાં 'મહાવિનાશ' જાહેર કર્યો છે.
બચાવ કર્મીઓ કાટમાળ દૂર કરવાની કામગીરીમાં લાગેલા છે પણ વિષમ હવામાનના કારણે કામગીરી વધુ કપરી બની છે. સોમવારે સેન્ડી ત્રાટકયું ત્યારથી અત્યાર સુધીમાં એટલાન્ટિક કાંઠાના વિસ્તારોમાં ૫૫ લોકો મૃત્યુ પામ્યા છે. અમેરિકામાં ભારતીય મૂળના નાગરિકોની વસતી ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં મોટા પ્રમાણમાં છે. ન્યૂ જર્સીમાં અનેક ભારતીય મૂળના અમેરિકનોને સલામત સ્થળે સ્થળાંતરની ફરજ પડી છે. ચૂંટણી પ્રચાર અટકાવીને બચાવ કામગીરીમાં લાગેલા અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ વિકટ પરિસ્થિતિને 'હૃદયદ્રાવક' ગણાવી છે. તેમણે અમેરિકનોને ચેતવણી આપી છે કે સેન્ડી હજુ શમ્યું નથી. ઓબામાએ બચાવ કામગીરીની સમીક્ષા કરીને જણાવ્યું હતું કે સેન્ડીની અડફેટે આવેલા વિસ્તારોને તંત્ર તરફથી શકય તમામ મદદ પૂરી પડાશે. વ્હાઇટ હાઉસના નિવેદનમાં જણાવ્યા મુજબ સેન્ડીની વિનાશકતાનો તાગ મેળવવા ઓબામા ન્યૂ જર્સી જશે. લાખો લોકો આશ્રય છાવણીઓમાં છે અને ૭૦ લાખ લોકો વીજ પુરવઠો ખોરાવતાા તીવ્ર ઠંડીનો સામનો કરી રહ્યા છે.
સેન્ડીના કારણે થયેલા નુકસાનનો આંકડો ૨ અબજ ડોલર સુધીનો હોવાનો અંદાજ છે અને આ તોફાન અમેરિકી ઇતિહાસની સૌથી મોંઘી કુદરતી હોનારત સાબિત થઇ શકે છે.
બીજી બાજુ અમેરિકાના ત્રણ પરમાણુ વીજ મથકો આજે પણ બંધ રહ્યા હતાં. વાવાઝોડાની અસર ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, પેન્સિલવેનિયા, કનેકિટકટ, મેરીલેન્ડ, નોર્થ કેરોલિના અને વેસ્ટ વર્જીનિયા સહિતના વિસ્તારોમાં જોવા મળી છે.
કેનેડી અને ન્યૂઆર્ક એરપોર્ટ ખાતે મર્યાદિત ફલાઈટ શરૃ
ન્યૂયોર્ક, તા. ૩૧
અમેરિકી ઈતિહાસના સૌથી વિનાશક ગણાતા વાવાઝોડા સેન્ડીનું જોર થોડું ઓછું થતાં ન્યૂયોર્કના જોન એફ કેનેડી (જેએફકે) અને ન્યૂઆર્ક લિબર્ટી ઈન્ટરનેશનલ હવાઈ મથકોની કામગીરી ધીરે ધીરે શરૃ થઈ છે. જોકે મર્યાદિત ફલાઈટો જ શરૃ કરાઈ છે.
કેલિફોર્નિયાથી જેએફકે ખાતે પહેલી ફલાઈટ સવારે ૭ કલાકે આવી પહોંચી હતી. જેટબ્લૂ ફલાઈટમાં ૧૫૦ પ્રવાસીઓ હતાં. જ્યારે ન્યૂજર્સી ખાતે પહેલી ફલાઈટ ૭.૧૨ મિનિટે આવી હતી.
ન્યૂયોર્ક અને ન્યૂજર્સી પોર્ટ ઓથોરિટીના પ્રવકતા રોન માર્સિકોએ જણાવ્યું હતું કે બન્ને એરપોર્ટ મર્યાદિત ફલાઈટો સાથે શરૃ થયા છે. જોકે એરપોર્ટ પર આવતા પહેલાં ફોન દ્વારા ફલાઈટની પૂછપરછ કરી લેવાની તેમણે પ્રવાસીઓને વિનંતી કરી છે. ન્યૂઆર્ક એરપોર્ટ ખાતેના કેટલાક ટર્મિનલનો વીજ પુરવઠો સેન્ડીના કારણે ખોરવાઈ ગયો હતો. પરંતુ ગઈકાલે પુરવઠો ફરીથી મળતો થયો છે. ન્યૂયોર્કનું લાગાર્ડિયા એરપોર્ટ આજે પણ બંધ રહ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ચાર વિકેટે ૨૮૬ રન

ભારતીય બોર્ડ ગાવસ્કર, કોહલી અને તેંડુલકરનું સન્માન કરાશે

ભારતની ટેસ્ટની ટીમને મજબુત બનતા હજુ વાર લાગશે ઃ ધોની
વરસાદના કારણે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની ટી-૨૦ પડતી મુકાઇ
પેરિસ માસ્ટર્સમાં ફેરરે ગ્રાનોલેર્સને હરાવ્યો ઃ સોંગાની પણ આગેકૂચ
દેશભરમાં ડેન્ગ્યુના હાહાકાર સામે શું પગલાં લીધા? ઃ દિલ્હી હાઈકોર્ટ
સી.બી.આઇ. તપાસમાં દોષીત ઠરેલા દસ ડૉકટરની માન્યતા રદ કરાશે

જૈન વિશ્વકોશના ભગીરથ કાર્યનો પ્રારંભઃ મુંબઈ બાદ આજે અમદાવાદમાં બેઠકો

સેન્ડીને કારણે ૫૦ હજાર બ્રિટીશ નાગરિકો યુએસમાં ફસાયા

સમુદ્રી તોફાન સેન્ડી અવકાશમાંથી પ્રચંડ દેખાય છેઃ સુનિતા વિલિયમ
ઓબામાએ દાખવેલુ નેતૃત્વ તેમને ફરી ચૂંટાવામાં મદદરૃપ થશે?

સેન્ડી વાવાઝોડામાં સોશિયલ મિડિયાની અસામાજિક બાજુ છતી થઇ

નેધરલેન્ડના રસ્તાઓ હવે રાત્રે આપોઆપ જગારા મારશે
સલમાન ખાન તેની આગામી ફિલ્મના આઈટમ ગીતમાં કરીનાને સ્પર્શ સુધ્ધાં નહીં કરે
યશ ચોપરા સાથેની જૂની દુશ્મની અજય દેવગણ હજુ સુધી ભૂલ્યો નથી
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved