w

Last Update : 01-November-2012, Thursday

 

સલમાન ખાન તેની આગામી ફિલ્મના આઈટમ ગીતમાં કરીનાને સ્પર્શ સુધ્ધાં નહીં કરે

અભિનેત્રીના લગ્ન પછી અભિનેતા કરિશ્માની નાની બહેન પ્રત્યે વધુ જવાબદાર બન્યો

મુંબઈ, તા. ૩૧
પાંચમી નવેમ્બરથી કરીના કપૂર સલમાન ખાન સાથે 'દબંગ-ટુ'ના તેના આઈટમ ગીતના શૂટિંગની શરૃઆત કરવાની છે. ગીતનું શિર્ષક 'ફેવિકોલ' હોવા છતાં આ ગીતમાં ભાગ લેનારા બન્ને કલાકારો એકબીજાનો સ્પર્શ નહીં કરે.
આને બદલે કોરિયોગ્રાફર ફરાહ ખાનને સલમાન અને કરીનાને એકબીજાથી દૂર રાખવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ સૂચના કરીનાના સાસરા પક્ષ તરફથી આપવામાં આવી હશે એવું અનુમાન કરો એ પહેલાં જણાવવાનું કે, ફરાહને આ સૂચના સલમાન તરફથી મળી છે.
જાણવા મળ્યા પ્રમાણે આ ગીતની શૃંગારિકતા થોડી હળવી બનાવવા માટે સલમાને સૂચના આપી હતી. કારણ કે, તે વર્ષોથી કરીનાને કરિશ્માની નાની બહેન તરીકે જ જોતો આવ્યો છે. સૈફ અલી ખાન સાથેના કરીનાના લગ્ન પછી સલમાન તેની સહ અભિનેત્રી કરિશ્માની નાની બહેન કરીનાની વધુ કાળજી રાખવા માંડયો છે.
સલમાનની નજીકના એક સૂત્રે જણાવ્યા પ્રમાણે, ''લગ્ન પછી આમ કરવું અને આમ ન કરવું એવું કોઈ દબાણ કરીના પર નથી. તે તેની મરજી મુજબ કરવા સ્વતંત્ર છે. તેના પર કોઈ પણ પ્રકારના બંધનો નથી પટૌડી પરિવારની સ્ત્રીઓ, પછી એ શર્મિલા હોય કે સોહા, પોતાને જે યોગ્ય લાગે એ કરવા સ્વતંત્ર છે. અને કરીના પણ આમા અપવાદ નથી. આ ગીતને ગ્લેમરસ પરંતુ વધુ પડતું સેકસી નહીં બનાવવાનો આગ્રહ સલમાનનો હતો.''
શરૃઆતથી જ સલમાન કરીના સાથેનું આ આઈટમ ગીત આ જ રીતે કરવા માગતો હતો. ''અમે તેની સહ અભિનેત્રી લોલોની નાની બહેન મિસિસ કપૂર ખાન બન્યા પછી તે તેના તરફ વધુ જવાબદાર બન્યો છે,'' એમ સૂત્રે કહ્યું હતું. આ પૂર્વે 'દબંગ'માં પણ તેની ભાભી મલાઈકા અરોરા ખાન સાથે આઈટમ ગીત કરતી વખતે પણ સલમાનને આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડયો હતો.
લગ્ન પછી કરીના 'દબંગ-ટુ' તેમજ પ્રકા ઝાની 'સત્યાગ્રહ' ફિલ્મોનું શૂટિંગ શરૃ કરવાની છે. આ ઉપરાંત 'સત્યાગ્રહ'માં તે અજય દેવગણ સાથે છે અને એ ફિલ્મમાં પણ આ બન્ને વચ્ચે શારીરિક નિકટતા દર્શાવતા પ્રણય દ્રશ્યો નહીં હોય.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ચાર વિકેટે ૨૮૬ રન

ભારતીય બોર્ડ ગાવસ્કર, કોહલી અને તેંડુલકરનું સન્માન કરાશે

ભારતની ટેસ્ટની ટીમને મજબુત બનતા હજુ વાર લાગશે ઃ ધોની
વરસાદના કારણે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની ટી-૨૦ પડતી મુકાઇ
પેરિસ માસ્ટર્સમાં ફેરરે ગ્રાનોલેર્સને હરાવ્યો ઃ સોંગાની પણ આગેકૂચ
દેશભરમાં ડેન્ગ્યુના હાહાકાર સામે શું પગલાં લીધા? ઃ દિલ્હી હાઈકોર્ટ
સી.બી.આઇ. તપાસમાં દોષીત ઠરેલા દસ ડૉકટરની માન્યતા રદ કરાશે

જૈન વિશ્વકોશના ભગીરથ કાર્યનો પ્રારંભઃ મુંબઈ બાદ આજે અમદાવાદમાં બેઠકો

સેન્ડીને કારણે ૫૦ હજાર બ્રિટીશ નાગરિકો યુએસમાં ફસાયા

સમુદ્રી તોફાન સેન્ડી અવકાશમાંથી પ્રચંડ દેખાય છેઃ સુનિતા વિલિયમ
ઓબામાએ દાખવેલુ નેતૃત્વ તેમને ફરી ચૂંટાવામાં મદદરૃપ થશે?

સેન્ડી વાવાઝોડામાં સોશિયલ મિડિયાની અસામાજિક બાજુ છતી થઇ

નેધરલેન્ડના રસ્તાઓ હવે રાત્રે આપોઆપ જગારા મારશે
સલમાન ખાન તેની આગામી ફિલ્મના આઈટમ ગીતમાં કરીનાને સ્પર્શ સુધ્ધાં નહીં કરે
યશ ચોપરા સાથેની જૂની દુશ્મની અજય દેવગણ હજુ સુધી ભૂલ્યો નથી
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved