Last Update : 01-November-2012, Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧-૧૧-૨૦૧૨, ગુરૃવાર
આસોવદ ત્રીજ - વૃધ્ધિ તિથિ
હવામાનમાં ફેરફારી ? બજારોમાં તેજી ?
મહાયાત વ્યતિપાત સવારના ૯ ક. ૨૧ મિ. થી.

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૪૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૧ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૪૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૨ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૪ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૩૪ મિ. (સૂ) ૭ ક. ૩૧ મિ. (મું) ૭ ક. ૨૮. મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ કૃતિકા સવારના ૮ ક. ૨૪ મિ. સુધી પછી રોહિણી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરુ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-વૃષભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન હેમંત ઋતુ સુદ/વદ ને ગુરૃવાર રા.દિ.કા. ૧૦/ માસ-તિથિ-વાર - આસો વદ ત્રીજ ને ગુરુવાર. વૃધ્ધિ તિથિ.
- વિષ્ટી સાંજના ૭ ક. ૩૯ મિ. થી.
- યમઘંટયોગ સવારના ૮ ક. ૨૪ મિ. સુધી.
- સૂર્ય સ્વાતિમાં રાત્રે ૧૦ ક. ૪૭ મિ.થી વાહન હાથીનું સંયોગી છે.
- સાયન સૂર્ય વૃશ્ચિકમાં ૫-૪૫ થી.
- મહાપાત વ્યતિપાત ૯.૨૧ થી ૧૫.૧૧ સુધી.
- આજે વદ ત્રીજ વૃધ્ધિ તિથિ છે. અશુભ ત્રણ દિવસમાં એવરેજ ૧૦, ૧૪ની મંદી ?
- રોહિણી.
- હવામાનમાં ફેરફારી સર્જાય ?
મુસલમાન હિજરીસન ૧૪૩૩, જીલ્હેજ માસનો ૧૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ખોરદાદ માસનો ૧૬ રોજ મહેર
- ચૌદ દિવસમાં બધી ધાતુ, ગોળ, ખાંડ, તેલ, હિંગ, કપૂર, લાખ, ગુગળ, હળદર, રૃ, શણના ભાવ વધે ? ગરમ વસ્ત્રોમાં તેજી ? ચાંદી, તાંબુ, બધુ દ્રવ્ય મોંઘું થાય ?

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે આપના નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે. સીઝનલ ધંધો, કરારી ધંધો, આવકવાળો રહે. પરિવારનું કામ થાય.

 

વૃષભ ઃ માનસિક પરિતાપ આપના રોજીંદા કામ અંગે, પત્નીના કારણે રહે. પરંતુ મહેનત, દોડધામ, શ્રમ થાક છતાં કામ ઉકેલાય.

 

મિથુન ઃ બેંકની, શેરોના કે અન્ય નાણાંકીય કામના વ્યવહારમાં આજે આપે જાગૃતિ રાખવી. અન્યના કારણે ખર્ચ ચિંતા રહે.

 

કર્ક ઃ નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ઉઘરાણીના નાણાં આવવાથી રાહત રહે. વધારાનું કામ થાય.

 

સિંહ ઃ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. પરંતુ સીઝનલ બિમાી, સગા સંબંધી મિત્રવર્ગની ચિંતા તકલીફના કારણે રોજીંદા કામમાં તકલીફ પડે.

 

કન્યા ઃ આપના નોકરી-ધંધામાં કાર્યરત રહો. જૂના નવા સંબંધોથી સાનુકુળતા રહે. ધંધામાં આવક થાય. પરંતુ ઉચાટ ઉદ્વેગ રહ્યા કરે.

 

તુલા ઃ સીઝલન બિમારી, કામકાજમાં રુકાવટ, શ્રમ થાક કંટાળો અનુભવાય. તમારા કામ માટે પરાવલંબિ રહેવું પડે. પરવશતા અનુભવો.

 

વૃશ્ચિક ઃ નોકરી-ધંધાના કામ અંગે માનસિક વ્યગ્રતા ચિંતા રહે. પરંતુ કામ ઉકેલાય. ધંધો આવક થાય. ઘર પરિવારનું કામ ઉકેલાતા હળવાશ રહે.

 

ધન ઃ નોકરી-ધંધામાં હરિફ વર્ગના કારણે કામકાજમાં રુકાવટ, મુશ્કેલી અનુભવો. નાણાની લેવડ દેવડના વ્યવહારમાં જાગૃતિ રાખવી.

 

મકર ઃ આપના કાર્યક્ષેત્રના કામમાં જુના નવા સંબંધો અંગે ખર્ચ થાય. બહાર જવાનું થાય. સહકાર્યકર, ઉપરીવર્ગ સાથે ચર્ચા વિચારણા થાય.

 

કુંભ ઃ સગા સબંધી મિત્રવર્ગ, આડોશ પાડોશના કારણે માલીક-ભાડુઆતના પ્રશ્ને, ધંધાની ભાગીદારીના પ્રશ્ને ચિંતા ઉચાટ રહે. નાણાંકીય ચિંતા રહે.

 

મીન ઃ આકસ્મિક બહાર જવાનું થાય કે કોઇને મળવાનું થાય. નોકરી-ધંધાના સંબંધો, સંસ્મરણો તાજા થાય. ધંધો, આવક થાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧-૧૧-૨૦૧૨, ગુરૃવાર

આજથી શરૃ થઈ રહેલ આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ આપના આનંદ ઉત્સાહ, આત્મ વિશ્વાસમાં વધારો થાય. નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં સારી તક પ્રાપ્ત થાય. જેમને આવક ન હોય તેમને આવક આવવાની શરૃઆત થાય.

 

* વર્ષારંભે નુકસાન-વિવાદ થાય નહીં તેનું ધ્યાન રાખવું. શસ્ત્રક્રિયા, બિમારીથી, પડવા વાગવાથી કે અન્ય બિમારીથી તકલીફ થાય નહીં તેની તકેદારી રાખવી.

 

* મકાન- જમીન- મીલકતના, ધંધાની જગ્યાના કે માલીક ભાડુઆતના વિવાદના પ્રશ્નમાં, કાનૂની પ્રશ્નમાં જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ તમારી ચિંતા રુકાવટ મુશ્કેલી અકેલાતી જાય

 

* પુત્ર પૌત્રાદિક માટે વર્ષ સાનુકુળ પ્રગતિનું રહે.

 

* સ્ત્રીવર્ગને વર્ષના ઉત્તરાર્ધમાં પતિ સંતાન પરિવારથી સાનુકુળતા રહે. અવિવાહિતને વિવાહ લગ્નનું નક્કી થાય.

 

* વિદ્યાર્થીવર્ગને ભણવા માટે સારી તક પ્રાપ્ત થાય.

 

સુપ્રભાતમ્

રાજાએ શત્રુને યુદ્ધ કરીને રહાવવાના પ્રયત્ન કરવા નહિ કારણ કે યુદ્ધ કરનાર બેમાંથી કોને વિજય મળશે તે પહેલાંથી કળાતું નથી (મુત્સદ્દીગીરીથી પ્રયત્ન કરવો)

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુએ અંતે નક્કી કર્યું કે પોતાની પ્રેમિકા લીલી સાથે લગ્ન કરવાની માંગણી માટે લીલીના ઘરે જઈને એના પિતાને મળવું.
લલ્લુ એ રીતે તૈયારી કરીને ગયો. શું પૂછે તો શું જવાબ આપવો વગેરે એણે ગોઠવી રાખેલું પણ લીલીના પિતાએ લલ્લુની માંગણી સાંભળીને કશું પૂછવાના બદલે લલ્લુને ગડદાપાટુથી મારવા જ માંડયો.
એ મારથી અધમૂઓ થઈ ગયેલા લલ્લુએ છેવટે પૂછ્યું, ''તો શું હું માનુંને કે તમારો જવાબ ના છે?''

[Top]
 

આજ ની રેસીપી

પુલાવ-વૈવિઘ્ય

સોયા-પનીરનો પુલાવ

 

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ ચોખા, ૨૦૦ ગ્રામ સોયાપનીર, (સોયામાંથી બનાવેલું દૂધ), ૨૫ ગ્રામ તલ, અડધો ચમચો અડદની દાળ, ૧૦૦ ગ્રામ નાળિયેરનું છીણ, ૪ લાલ મરચાં, ચપટી હીંગ, ૧ ચમચી રાઈ સ્વાદ પ્રમાણે, મીઠું તળવા માટે ઘી, ૪ કપ પાણી.

 

રીત ઃ તલને પ્રથમ શેકી લો, ઘીમાં લાલ મરચાં અને હંિગ નાખી તેમાં ચોેખા અને પનીર નાંખી પ્રમાણસર પાણી નાખી થવા દો, તેમાં શેકેલા તલ પણ નાંખી દો. પુલાવ થઈ જાય એટલે થોેડા ઘીમાં રાઈ, અડદની દાળ અને નાળિયેરના છીણનો વઘાર કરો. ઉપર કોથમીર ભભરાવી ગરમ ગરમ પીરસો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved