Last Update : 31-October-2012, Wednesday

 

વધુ ખરાબ... એથી યે ખરાબ !

- મન્નુ શેખચલ્લી


મોંઘવારી અને ભ્રષ્ટાચારથી ત્રાસેલી પ્રજાને એમ લાગે છે કે જમાનો બહુ ખરાબ આવ્યો છે. પણ એવું નથી ! કેટલીક ચીજો આના કરતાંય ખરાબ હોઈ શકે છે...
* * *
ગુજરાતમાં ભાજપને જ વોટ આપવો પડે એનાથી ખરાબ શું હોઈ શકે ?
- કેન્દ્રમાં કોંગ્રેસને જ વોટ આપવો પડે એ.
* * *
ગેસનો સાતમો બાટલો બ્લેકમાં ખરીદવો પડે એનાથી ખરાબ શું હોઈ શકે ?
- એ બાટલો અડધો જ ભરેલો નીકળે એ.
* * *
આપણું પાકિટ ચોરાઈ જાય એનાથી ખરાબ શું હોઈ શકે ?
- એ પાછું મળે. એમાં ચીઠ્ઠી હોય ઃ ''કડકા ! પાકિટમાં ૧૦૦ રૃપિયા તો રાખ ?''
* * *
મોંઘા ભાવનો ફટાકડો ના ફૂટે એથી ખરાબ શું હોઈ શકે ?
- મોંઘા ભાવની ફટાકડાની લૂમ કેમ ના ફૂટી, એ જોવા જતાં અચાનક લૂમ ફૂટવા માંડે.
* * *
દિવાળીમાં કોઈએ છોડેલી હવાઈ આડી ફાટીને તમારા પેન્ટમાં ઘૂસે એથી ખરાબ શું હોઈ શકે ?
- પેન્ટમાં ઘૂસ્યા પછી જરાય આડી ના ફાટે એ.
* * *
તમારો એચઆઈવી ટેસ્ટ પોઝિટીવ નીકળ્યો છે એવી ખબર પડે એથી ખરાબ શું હોઈ શકે ?
તમારી ગર્લફ્રેન્ડનો એચઆઇવી ટેસ્ટ પોઝિટીવ નીકળ્યો છે એની ખબર 'ના' પડે એ.
* * *
ભેળસેળવાળી વાયેગ્રાથી ખરાબ શું હોઈ શકે ?
- ભેળસેળવાળી વાયેગ્રા લીધા પછીનો સમય !
* * *
મનમોહનસિંહ ચૂપ રહે એથી વધારે ખરાબ શું હોઈ શકે ?
- બોલે ત્યારે કહે કે 'રૃપિયે પેડ પર નહીં ઉગતે.'
* * *
રાહુલ ગાંધી જીંદગીભર લગ્ન ન કરે એથી ખરાબ શું હોઈ શકે ?
- એ લગ્ન કરે ! એને ચાર-ચાર છોકરીઓ જ થાય ! અને છેવટે ચાર-ચાર જમાઈઓ આપણે લમણે લખાય...
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved