Last Update : 31-October-2012, Wednesday

 

વિકલ્પઃ અભાવ અને શોધ

 

કોઇ પણ નેતા કે પક્ષના વફાદાર અનુયાયી બની રહેવામાં બહુ સુખ છેઃ નાગરિક તરીકે વિચારો આવતા બંધ થઇ જાય છે, ફક્ત વિરોધીના જ દોષ દેખાય છે અને તેના જોરે પોતાના માનીતાઓના દોષ સરભર કરી શકાય છે. પરંતુ આ પ્રક્રિયામાં લોકશાહીના હાર્દનું ઉઠમણું થઇ જાય છે.
દેશમાં અત્યારે ચાલી રહેલી સામસામી લડાઇ, ગ્રામ્યવિસ્તારોની ધુળેટીની યાદ અપાવે એવી છે, જેમાં સામેવાળાને રંગવા માટે અબીલગુલાલ નહીં પણ કાદવકીચડ વાપરવામાં આવે છે. સૌ એકબીજાને કીચડમાં ધક્કા માર્યા પછી, અટ્ટહાસ્ય કરે છે. જોતજોતાંમાં બધા એકસરખા થઇ જાય છે અને કોઇના ચહેરા ઓળખાય એવા રહેતા નથી.
સલુકાઇભર્યા શબ્દોમાં કહીએ તો સ્થિતિ સામાન્ય થઇ જાય છે. ત્યાર પછી સૌ સંપીને ચવાણું ખાય છે અને આનંદ કરે છે. કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારનાં કૌભાંડો જોયા પછી, સામુહિક યુદ્ધને બદલે દ્વંદ્વ યુદ્ધ શરૃ થયું. તેમાં કેજરીવાલે પહેલાં સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રાને અને ત્યાર પછી ભાજપપ્રમુખ નીતિન ગડકરીને પટક્યા. દરમિયાન, અન્ના હજારે જરા જુદી રીતે કેજરીવાલને પટકી ચૂક્યા હતા અને ખુદ અન્નાએ બાબા રામદેવ સાથે હાથ મિલાવ્યા હતા. આ બધાના અહેવાલો આપનારા પ્રસાર માધ્યમો પણ શા માટે બાકી રહે? એટલે કોંગ્રેસી સાંસદ નવીન જિંદાલે એક ટીવી ચેનલનું રીવર્સ સ્ટિંગ ઓપરેશન કરી નાખ્યું.
'હવે બરાબર છે. બધાના ચહેરા ખરડાઇ ગયા. લાવો, ચવાણું કાઢો.' આવું કોઇ બોલતું નથી, પણ બધા સમજે છે. વ્યક્તિપૂજામાં કે કુટુંબપૂજામાં આંખે પાટા બાંધી દેનારા લોકો સિવાય બધા નાગરિકોની મૂંઝવણ એ જ છે કે બધા રાજકીય પક્ષો સરખા હોય, તો મત કોને આપવો? ફક્ત બે રાષ્ટ્રિય પક્ષો જ નહીં, સ્થાનિક પક્ષોના ઘણા નેતા પણ ભ્રષ્ટાચારના સંગીન આરોપોમાંથી બાકાત નથી.
લોકશાહી માટે ચૂંટણી કરવી પડે ને લોકશાહી ટકાવવા મત પણ આપવો પડે. નહીંતર, આપણે જેનાથી ફુંગરાઇને મત ન આપ્યો હોય, એવા લોકો ચૂંટાઇ જાય ને આપણા જ પ્રતિનિધિ બની જાય. બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે એકબીજા પર કાદવ ઉછાળનારા પક્ષોનો વિકલ્પ શો?
ભારતના રાજકારણમાં વિકલ્પની ખોજનો પ્રારંભ, આઝાદી પછી કોંગ્રેસના એકહથ્થુ શાસનમાંથી થયો. એ સમયે ડાબેરી પક્ષો કે સ્વતંત્ર પક્ષ જેવા રાજકીય એકમો હોવા છતાં, કોંગ્રેસને ધોરણસરનો રાષ્ટ્રિય પડકાર આપી શકે એવું કોઇ બળ ન હતું.
ગુજરાતના નવનિર્માણ આંદોલન અને જયપ્રકાશ નારાયણના ભ્રષ્ટાચારવિરોધી આંદોલન તથા ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી પછી, સતત આકાર બદલતો અને અનિશ્ચિતતાથી ઘેરાયેલો રાજકીય વિકલ્પ ઉભો થયો અને જનતા સરકાર નામે ખીચડી સરકાર બની, પણ તે પૂરાં પાંચ વર્ષ પણ ટકી નહીં અને જે ઇંદિરા ગાંધીને શરમજનક પરાજય મળ્યો હતો, તેમને ફરી એક વાર દેશનું વડાપ્રધાનપદું મળી ગયું. ત્યાર પછી વી.પી.સિંઘના જમાનામાં મંડલ વિરુદ્ધ કમંડલના, એટલે કે ઓબીસી વિરુદ્ધ હિંદુત્વના રાજકારણમાં, ભાજપ રાષ્ટ્રિય સ્તરે વિકલ્પ તરીકે ઉભર્યો અને રાજકારણમાં ટૂંકા ગણાય એટલા ગાળામાં કેન્દ્રમાં સરકાર બનાવવા સુધી પહોંચ્યો.
દલિત રાજકારણમાં કાંશીરામ-માયાવતીના બહુજન સમાજ પક્ષે ઉત્તર પ્રદેશમાં તો જયપ્રકાશના એક સમયના ચેલા લાલુપ્રસાદે બિહારમાં રાજ મેળવ્યાં. પણ એ કોઇ નાગરિકોની સુશાસનની વિકલ્પભૂખ ભાંગે એવાં નીવડયાં નહીં. થોડા સમય માટે ડાબેરીઓ પણ કેન્દ્ર સરકારનો હિસ્સો બન્યા, પરંતુ તેમની ભૂમિકા વાંધાવચકા પાડવા પૂરતી સીમિત રહી. પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓના એકહથ્થુ શાસન સામે જમીની પ્રતિકાર ઉભો કરનારાં મમતા બેનરજી મુખ્ય મંત્રી બન્યા પછી બહુ ઝડપથી આપખુદશાહીમાં સરી પડયાં.
આ બધા રાજનેતાઓ સામે વિકલ્પ ઉભો કરવાની આછીપાતળી આશા અન્ના આંદોલન વખતે ઊભી થઇ હતી, પરંતુ તેની નિષ્ફળતાથી સ્પષ્ટ થઇ ગયું છે કે ટકાઉ વિકલ્પની પ્રક્રિયા ઉપરથી નીચે નહીં, નીચેથી ઉપરની દિશામાં જ હોઇ શકે. ફક્ત ઉપરના સ્તરે થતું પરિવર્તન ઘણે ભાગે ઉપરછલ્લું નીવડીને રહી જાય છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved