Last Update : 31-October-2012, Wednesday

 

દરેકના માનીતા અને અણમાનીતા અધિકારીઓ
રાજકીય શસ્ત્ર-કિન્નાખોરીનું નિશાન બનતા કર્મચારીઓ

 

- ૪૦ વર્ષમાં ૨૦ વાર બદલી થાય એટલે કર્મચારી પરેશાન થાય; અંતે શરણે જાય છે

 

રાષ્ટ્રપતિ મેડલ જીતનાર એક પોલીસ અધિકારીની પાર્ટીમાં છ મહિના પહેલાં જવાનું થયું હતું. તેમના એક દિકરી ડેન્ટીસ્ટ છે અને દિકરો એમબીએ થયેલો છે. બધાને અધિકારી વિશે બે શબ્દ બોલવાના હતા. જ્યારે તેમની દિકરીનો વારો આવ્યો ત્યારે તેણે કહ્યું કે મારી મમ્મીએ ડેડી તરીકેની ભૂમિકા ભજવી છે. જ્યારે અમે સવારે ઉઠયાં હોઈએ ત્યારે ડેડી જોબ પર જતા રહ્યાં હોય અને સુઈ જઈએ ત્યાર બાદ તે આવતા હોય!! જ્યારે અમારે કોલેજમાં એડમીશનની દોડધામમાં હોઈએ ત્યારે ડેડી હાથમાં બદલીનો ઓર્ડર લઈને ફરતા હોય!! તેમના એમબીએ થયેલા પુત્રએ પણ કહ્યું કે ઘણીવાર એમ થતું હતું કે ડેડી સાથે હોત તો કામમાં હૂંફ મળત પરંતુ ડેડીની બદલીઓની બબાલે અમને બાળપણમાં ડેડી-સુખ ઓછું મળ્યું છે.
ગાંધી પરિવારના જમાઈ રોબર્ટ વઢેરા અને ડીએલએફ વચ્ચે હરિયાણાની જમીન અંગે થયેલા સોદાના વિવાદની તપાસ જેને સોંપવામાં આવી હતી તે આઈએએસ અધિકારી અશોક ખેમકાની અચાનક બદલી થતા સૌએ આંચકો અનુભવ્યો હતો. પ્રમાણિક અધિકારીઓ અને ઉપલા સ્તરના અધિકારીઓને નહીં ગાંઠતા લોકોની બદલી થાય એ સ્વાભાવિક બનતું જાય છે. અશોક ખેમકાએ તેમની બદલીનો ઓર્ડર હાથમાં બતાવીને કહ્યું હતું કે બદલી મારા માટે નવી વાત નથી. છેલ્લા ૨૦ વર્ષમાં ૪૦ વાર મારી બદલી થઈ છે. આમ તો કાયદા અનુસાર તેમની દર બે વર્ષ બદલી થાય જેથી માત્ર ૧૦ વાર સત્તાવાર બદલી થઈ શકે પરંતુ અહીં તો વર્ષમાં બે વાર બદલી થઈ છે. વિચાર તો કરો કે જે આઈએએસની બદલી વર્ષમાં બે વાર થાય તેની સોશ્યલ લાઈફ શું હશે? તેનું ફેમીલી માંડ સેટ થાય ત્યાં તો બીજો ઓર્ડર આવી જાય છે!! બે વર્ષ બદલીનો નિયમ ઘણાં રાજ્યો પાળતા નથી. રાજકારણીઓ માટે અધિકારીઓ પર 'દમ' મારવાનું શસ્ત્ર બદલી છે. રાજકીય પક્ષોના કાર્યકરો પોલીસ સ્ટેશનમાં જઈને અધિકારીઓને બદલી કરી નાખવાની ધમકી આપે છે. તેમના નેતાઓ પણ ચપટી વગાડતાં અધિકારીને બદલી નાખે છે. સરકારના અધિકારીઓની બદલીને રાજકારણીઓ શસ્ત્ર તરીકે વાપરે છે. કોઈ અધિકારી અચાનક બદલી ઈચ્છતો નથી. તેમના સંતાનોનું શિક્ષણ અને સામાજીક સંબંધોને મોટો ફટકો પડે છે. ઘણીવાર ચોક્કસ પોસ્ટીંગ મેળવવા અધિકારીઓને રાજકીય આગેવાનોના શરણે જવું પડે છે.
આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ સ્તરના અધિકારીઓના એસોસીએશને પણ બદલીઓ બાબતે થતી રાજકીય ચંચુપાત અંગે રજૂઆતો કરી છે. પરંતુ બધા જ પક્ષો એક માળાના મણકા સમાન હોય છે.
ભારતમાં ૬.૪ મીલીયન એટલે કે ૬૦ લાખથી વધુ સરકારી કર્મચારીઓ છે. આ સંખ્યા ડેનમાર્ક જેવા નાના દેશથી પણ વધુ છે. પોલીસ અધિકારીઓને જેમ રાજકારણીઓના ગુસ્સાનો ભોગ બનવું પડે એમ છે. આ પોલીસ અધિકારીઓ તેમની નીચે આવતા અન્ય પોલીસ કર્મચારીઓ પર બદલી કરી નાખવાનો રોફ છાંટતા હોય છે.
જેમ નાના કર્મચારીને પોસ્ટીંગ અને પ્રમોશનની ચિંતા હોય છે એમ ટોચના અધિકારીઓને પણ ચિંતા હોય છે. પ્રમોશન થવાથી બદલી થશે એમ માનવામાં આવે છે. પરંતુ ઘણી બદલીઓ હેરાનગતી માટે અને કિન્નાખોરીના કારણે થતી હોય છે.
મોટાભાગના રાજકારણીઓના માનીતા અધિકારીઓ હોય છે, આ અધિકારીઓ રાજકારણીઓને પૈસા કમાવી આપવાના નવા માર્ગ શોધી આપતા હોય છે. ઘણાં કિસ્સાઓમાં આવી સાંઠ-ગાંઠ સપાટી પર આવી છે. ઘણીવાર અધિકારીઓ વચ્ચેની જૂથબંધીનો લાભ રાજકારણીઓ ઉઠાવતા હોય છે. બદલીઓ અંગેના કાયદા પણ છે પરંતુ રાજકારણીઓ ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે એમ નક્કી થયું તેજ દિવસથી માયાવતીની લોબીના અધિકારીઓને બદલીનો અણસાર આવી ગયો હતો. જેવા અખિલેશે શપથ લીધા કે તરત જ બદલીઓ થઈ હતી. માયાવતીની તરફેણ કરતા અધિકારીઓ અને ચૂંટણીમાં અખિલેશની સામે પડનાર અધિકારીઓની બદલી થઈ ગઈ હતી. મુખ્ય સચિવની બદલીમાં પણ અખિલેશે પ્રમોશન કે સીનિયોરીટી બાબતે કોઈ ચિંતા કરી નહોતી. આઈએએસ સ્તરના અધિકારીઓની બદલી અંગેના કાયદાનો અમલ તેર જેટલા રાજ્યો કરે છે પરંતુ હિમાચલ કે જારખંડ જેવા રાજ્યોમાં તો ૯ મહિને બદલી સામાન્ય વાત બની ગઈ છે જ્યારે હરિયાણા, કર્ણાટક અને છત્તીસગઢમાં એકાદ વર્ષમાં બદલી થઈ જાય છે. અશોક ખેમકાની ૨૦ વર્ષમાં ૪૦ વાર થયેલી બદલી પાછળ તેમની પ્રમાણિકતા કારણભૂત બની છે. પ્રમાણિક અધિકારીએ ૪૦-૪૦ વાર પોતાનું ઘર બદલવું પડયું તે ભારતની રાજકીય સિસ્ટમમાં ચાલતી રાજકીય જોહુકમી બતાવે છે!!
જ્યારે જ્યારે નવી સરકારો આવે છે ત્યારે ત્યારે મળતીયા અધિકારીઓને સેટ કરવા બદલીઓનો દોર શરૃ થાય છે. અધિકારીઓને કિન્નાખોરી રાખીને બદલી કરાય તે લોકશાહીમાં ચિંતાજનક છે. પ્રમાણિક અધિકારીઓ સામે રાજકારણે પડકાર ઉભો કર્યો છે. બદલી નામના શસ્ત્રએ વહિવટી સિસ્ટમને મૂંઝવી મારી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 

 

 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved