Last Update : 31-October-2012, Wednesday

 
ભાજપના પ્રમુખ નિતિન ગડકરી ઃ વેપારી કે નેતા ?
- નામ બીજાનું અને કામ આપણું પોતાનું
- સંઘ પણ ઓળખી શક્યો નથી !
- સંઘ એમની પણ બાંગારૃ લક્ષ્મણની જેમ હકાલપટ્ટી કરશે ?

ખબર નથી પડતી કે સંઘ (એટલે આરએસએસ) જેવો સંઘ માણસને ઓળખવામાં હંમેશા થાપ કેમ ખાય જતો આવ્યો છે ?!
પોતે સર્વગુણસંપન્ન, સર્વશ્રેષ્ઠ, બધા કરતાં વધુ બુધ્ધિશાળી, બધા કરતાં વધુ હોંશિયાર હોવાની પોતાના સ્વયંસેવકો સમક્ષ ડંફાસો મારનાર સંઘ જ આવો ડફોળ !
આશ્ચર્ય થાય તેવું છે.
દા.ત. એના જેટલા મુખ્યપ્રધાન છે એ બધા જ સંઘ અને ભાજપ બન્ને ભલે ન પાડતા હોય પણ એ સંઘ કહે એ જ બને છે. એ બધા જ મુખ્ય પ્રધાનો કા તો ભ્રષ્ટાચારી, કા તો ચારિત્ર્યશિજિલ અને છેવટે ભાજપના દુશ્મન થતા હોય છે. ઉત્તર પ્રદેશના કલ્યાણસિંહથી માંડી કર્ણાટકના ચેદુરપ્પા સુધીનાનો ઈતિહાસ જુઓ ! આ વાત જ પુરવાર કરે છે.
વળી એ (સંઘ) નિષ્ફળ નીવડેલાને નેતાપદે બેસાડે છે ! દા.ત. આડવાણી, અરૃણ જેટલી, સુષ્મા સ્વરાજ કોઈને પણ પોતાની કાર્યભૂમિ નહીં. એમને ચૂંટણી જીતવાની તો શક્તિ નથી પણ સંસદમાં જવા માટે રાજ્યસભામાં બેસવા ગુજરાતમાં આવવું પડે અને ગુજરાત એમને સંસદમાં મોકલે તો પણ પાંચ-છ વર્ષ દરમ્યાન ગુજરાતમાં આવવાનું નહીં ! કોઈક કારણે આવે તો સવારે આવીને રાત્રે તો પાછ ગુજરાતને રામરામ કરી દે ! (જ્યારે નહેરૃ, ઈંદિરા, રાજીવ, સંજય, સોનિયા, રાહુલ વગેરેને ભાજપના- સંઘના નેતાઓ ગાળો દે છે પણ એ બધા રીતસર ચૂંટણી લડીને લોકસભામાં ચૂંટાયા છે) છતાં સંઘ એમને સુકાન સોંપે !
ગડકરી છે.
ભાજપના સામાન્ય કાર્યકર જેટલી પણ ગડકરીના હેસીયત નથી. એ નથી કદી સુધરાઈમાં ચૂંટાયા, પંચાયતમાં ચૂંટાયા નથી, કે ધારાસભ્યો કે લોકસભામાં રાજસભામાં ચૂંટાયા નથી છતાં એમને સંઘે એકાએક ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બનાવી દીધા ! એ તો ઠીક, પક્ષમાં પણ એ શહેર મંત્રી કે શેરી મંત્રી નથી બન્યા અને સંઘે એમને સીધા રાષ્ટ્રીય પ્રમુખ બનાવી દીધા !
કઈ હેસીયતથી ?
પૈસા ?
શક્ય છે.
સંઘ પણ પૈસા લે છે અને ભાજપ પણ પૈસા લે છે. સંઘ કદી ચેકથી રૃપિયા નથી લે તો... રોકડા લે છે... ગુરૃદક્ષિણા સિવાય પણ મોટી રકમ ''ભેટ'' તરીકે લે છે. જમીનો પણ ''ભેટ''માં ભાજપ સરકારો પાસેથી લે છે.
ભાજપ તો લે જ છે. ભાજપના એક મહિલા ધારાસભ્ય વિષે ''નેટવર્ક''માં લખ્યું હતું એ જ રીતે ભાજપના અમદાવાદના જોઈતારામ પટેલ નામના સૌ પહેલા ભાજપના મેયર હતા. એ મેયર હતા તો પણ સાયકલ ઉપર ફરતા. એમણે વિધાનસભાની ટિકિટની માંગણી કરી તો ભાજપે એમની પાસે ૫૦ હજાર રૃપિયાની માંગણી કરી. ૨૦-૨૫ વર્ષ પહેલાંની વાત છે. એમને ટિકિટ ન મળી.
એ પછી બીજી વાત છે. રીલાયન્સે પૈસા આપીને સૌરભ પટેલને ટિકિટ અપાવી તો મહેન્દ્ર ત્રિવેદી અને રાણાને ભાવનગરની એક કંપનીએ ભાજપને રૃપિયા આપીને ટિકિટ અપાવી. (આ તો બે ત્રણ દાખલા છે)
અમદાવાદના ભાજપના એક મેયર અને પ્રમુખ છે. એ દુકાનદારો પાસેથી તો હપ્તા લે જ છે પણ ફુટફાથીયા પાથરણાવાળાઓ પાસેથી પણ હપ્તા લે છે. મ્યુનિ.ની ચૂંટણીમાં ટિકિટ આપવાના પણ એમણે ૨૫ થી ૩૦-૫૦ લાખ રૃપિયા લીધા હતા.
(આ બધા રૃપિયા રોકડા હોય અને એની કદી પહોંચ ન હોય. પુરાવા પણ ન હોય.)
એટલે નિતિન ગડકરીની હેસીયત રૃપિયા આપીને મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં જીત્યા અને મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર થઈ (શિવસેના સાથે) એમાં ગડકરીથી ડબલ્યુ ડીના પ્રધાન બન્યા અને રૃપિયાના ઢગલા થવા માંડયા.
એક ભ્રષ્ટાચાર, એક કૌભાંડમાંથી બીજો ભ્રષ્ટાચાર, બીજું કૌભાંડ.
ગડકરીનો એ સીલસીલો ચાલુ થઈ ગયો.
એમની કેટલીક કંપનીઓની કેટલીક માહિતી લેખાંક-૧માં આવેલી એવી જ એક કંપની જેમ્સ ઓફ ઈન્ડીયા નામની છે. એનું કામકાજ ધાર્મિક અને સામાજિક પ્રકારનું હોવાનું કહેવાય છે. નાગપુર જિલ્લાના મોહપા નામની સ્થળ ઉપર ૧૯૮૫માં મોટી જમીન ઉપર આ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી. નાગપુરના દેવરાજ ચાવડા નામના કોઈ વેપારી એની દેખરેખ રાખે છે પણ સંસ્થા ગડકરીની જ છે. ''નામ કોઈનું અને કામ આપણું''એ ફોમ્યુલા ઉપર ગડકરી વ્યવહાર કરે છે. એના વિકાસ માટે ગડકરીએ ''મહારાષ્ટ્ર કૃષિ વિકાસ પરિષદ'' નામની સરકારી સંસ્થા પાસેથી ૨૧.૬૦ હેક્ટર જમીન મેળવી છે. એ કામ શરદ પવારના પક્ષ એનસીપીના ધારાસભ્ય ગિરીશ ગાંધીએ કરી આપ્યું છે. પેલા અજીત પવાર અને ગડકરી વચ્ચેનો ''સેતુ'' આ ગીરીશ ગાંધી ગણાય છે.
આ બધા હિસાબના જવાબમાં ગડકરી પેલા કોંગ્રેસના સલમાન ખુરશીદ અને વાઢેરા-કે.પી. સીંહની જેમ કહે છે કે... એમણે ઓછામાં ઓછા ૧૦,૦૦૦ ગામડીયા યુવાનોને એટલે ખેડૂતોને લાભ કરી આપ્યો છે.
હવે ગડકરીને વિદર્ભના ખેડૂતોની જો એટલી જ ચિંતા હોય તો વિદર્ભના ખેડૂતો સાથે એકાદ દિવસ વર્ષમાં વીતાવતા કેમ નથી ? તેઓ કેનેડામાં અને અલાસ્કામાં કરોડો રૃપિયા ખર્ચીને મોજ માણવા જઈ શકે છે પણ વિદર્ભના આપઘાત કરનાર ખેડૂતોના કુટુંબને મળવા તેઓ કે એમના બચાવમાં ઊભો થએલો સંઘ કે ભાગવત કે ભાજપના આડવાણી કે સુષમા સ્વરાજ કદી એમ નથી ગયા ?
જેમ ભાજપના કેટલાક મુખ્યપ્રધાનો અને પ્રધાનોના કારણે ભાજપનો ચહેરો કોંગ્રેસના ચહેરા કરતાં પણ અથવા કોંગ્રેસ જેવો જ કાળો મેશ થઈ ગયો છે એમ ગડકરીના કારણે પણ કાળો મીંઢ જેવો થઈ ગયો છે. વઢેરાના કારણે જેમ સોનિયાની પ્રતિષ્ઠા ઉપર વાદળો આવી ગયા છે એમ ગડકરીના કારણે ભાજપનો ચહેરો કાળો મીંઢ જેવો થઈ ગયો છે અને સંઘે એમનો બચાવ કરીને, ભાજપના આડવાણી, સુષ્મા સ્વરાજ વગેરે જેવાઓ એમની પડખે ઊભા રહીને પોતાના ચહેરા ઉપર પણ કાળી મેશ લગાડી છે. સંઘના ગુરૃજી ગોલવેલકર કે અત્યારના વડા ભાગવતના પિતા અને ત્યારે ગુજરાતના પ્રાંત પ્રચારક હતા એ મધુકરરાવ ભાગવત કે ત્યાર પછી પશ્ચિમ ભારતના પ્રચારક હતા એ લક્ષ્મણરાવ ઈનામદાર હતા એ અથવા ભાજપના દીનદયાલ ઉપાધ્યાય હોત તો શું એમણે ગડકરીને આટલા આક્ષેપો થયા પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ટકવા દીધા હોત ?
હવે ટી.વી.ના કારણે જૂઠાણા પકડાતા વાર નથી લાગતી. દા.ત. ગડકરીએ પોતાની કંપનીઓના જે સરનામા આપ્યા છે એ કોલકાતાથી માંડી મુંબઈના ભાયંદર, થાણા, એક જ્યોતિષી વગેરેના સરનામાના ઘરે જઈને ટી.વી.એ પૂછપરછ કરેલી તો ત્યાં ગડકરીની કંપનીને કે ગડકરીને કોઈ ઓળખતું નહોતું !
એ જ રીતે, સંઘની સહાનુભૂતિ મેળવવા (એટલે કે સંઘને અને એના હાલના વડા ભાગવતને ઉલ્લુ બનાવવા) ગડકરી સંઘના નાગપુરમાંના વિજ્યા દશમીના ઉત્સવમાં સંઘનો ગણવેશ પહેરીને બૌધ્ધિક વખતે ઉપસ્થિત રહેલા. જોકે એમની સાથે એમના કૌભાંડી અને બદનામી વેપારી મિત્રો જ બેઠેલા. (એ ફોટો ''ગુજરાત સમાચાર''માં ૨૫-૧૦-૧૨ના અંકમાં છપાયેલો પણ છે) ગડકરી જેમની સાથે બેઠેલા એ સંચેતી વિષે ''નેટવર્ક''માં પણ વિગતવાર આવી ગયેલું છે.
એટલે ગડકરી પોતાનું પાપ ગમે તેટલુ ઢાંકવાનો પ્રયત્ન કરે અથવા સંઘ અને ભાજપ (એટલે આડવાણી, સુષમા સ્વરાજ, અળવીરપૂંજ... ત્રણ જ...) એમના પાપને ભલે ગમે તેટલું છાવરે પણ ગડકરીનું પાપ છાપરે ચઢીને પોકારવા લાગ્યું છે. એમનો બચાવ કરનારા ભૂંગ દેખાય છે.
એમનો બચાવ કરનારા આડવાણી અને સુષમા સ્વરાજે એમની ઉપરના આરોપોનો મુદ્દાસર જવાબ નથી આપ્યો પણ ''ખોટો પ્રચાર'', ''ચૂંટણીનો વખત'' જેવી મોં-માથા વિનાની દલીલો કરીને હવામાં વાર કર્યો છે. (હવેનો નાગરિક આ નથી સમજતો એવું નથી. આડવાણી અને સુષમાએ આ કરતાં મૂંગા રહેવાની જરૃર હતી. જો કે એ મૂંગા જ રહ્યા હોત પણ ગડકરીના આગ્રહ પછી જ બોલવાનું એમને થયું હશે. એ જે હો તે, પણ તે ઓ મૂંગા રહ્યા હોત તો એમની પ્રતિષ્ઠા જે બે વેંત નીચે ઉતરી ગઈ એ ન ઉતરી હોત !)
ગડકરીએ બે વર્ષ પહેલાં પોતાના દિકરાના લગ્ન કરેલા ત્યારે મુંબઈની ફિલ્મ દુનિયાથી માંડી દિલ્લીની રાજકીય દુનિયા સહિત આખા નાગપુરને જ માડેલું એ રૃપિયા ક્યાંથી, કેવી રીતે આવેલા એનો હિસાબ તો સંઘે અને ભાગવતે તો કરવો હતો ! (પણ લાગે છે કે, સંઘને મોટું ફંડ બીજી ભેટોની લાંચ આપીને મૂંગો કરી દીધો હશે. ''ભેટ'' અને ''ગુરૃદક્ષિણા'' એક પ્રકારની લાંચ છે.
અમદાવાદમાં જજીસ બંગલા રોડ ઉપર એવન-ઈલેવન લિમિટેડની એ નામની જ જે દુકાન છે એની બીગબજાર, રીલાયન્સ, નેશનલ હેન્ડલુમ વગેરે જેવી દેશભરમાં ''ચેઈન'' દુકાનો છે. એ કંપની સેઈલ્સ અને માર્કેટીંગ કંપની તરીકે રજીસ્ટર્ડ થએલી છે. થાઈલેન્ડ મલેશિયા, દુબઈ વગેરે દેશોમાં પણ એની બ્રાન્ચો છે. એ કંપનીએ ગડકરીની પૂર્તિ પાવર એન્ડ સ્યુગર લિમિટેડ કંપનીમાં જંગી રોકાણ કર્યું છે. વિષ્ણુ શર્મા નામના એક જ્યોતિષી પંડિતનું નામ ગડકરીએ આ કંપનીના ડીરેક્ટર તરીકે રજીસ્ટર્ડ કરાવ્યું છે. એનું સરનામું મુંબઈના ભાયંદર (વેસ્ટ)માં ગાર્ડન વ્યુ એપાર્ટમેન્ટમાં ૩૦૮ નંબરના બ્લોકનું આપ્યું છે. એ ભાડાનો બ્લોક છે.
એની પત્ની મનિષાની ટી.વી. ચેનલોએ અને પત્રકારોએ મુલાકાત લીધી તો એણે એવન ઈલેવન લિમિટેડ કે પૂર્તિ પાવર એન્ડ સ્યુગર લિમિટેડ સાથે કોઈ સંબંધ હોવાનું ઘસીને ઉડાડી દીધું. એ બહેને કહ્યું કે અમારા પાંચ જણનું કુટુંબ મહિનાનો ખર્ચ કાઢતા માંડમાંડ જીવી રહ્યું છે.
એવન ઈલેવન લિ. કંપની નરેન્દ્ર મહેતા નામની વ્યક્તિના નામે છે. એ ભાયંદર ભાજપના જિલ્લા પ્રમુખ હતા અને ભાયંદર મ્યુનિ. કાર્યોના મેયર હતા.
મહારાષ્ટ્ર સરકારે ગડકરીની કંપનીઓની તપાસ ૨૫-૧૦-૧૨ થી શરૃ કરી દીધી છે જેથી એમણે દિલ્લી જવાનું નક્કી હતું એ બંધ રાખીને નાગપુરમાં જ રહેવાનું કરવું પડયું.

 

ચોખ્ખી વાત
કોંગ્રેસે ચૂંટણી જીતવી હોય તો... ''ડિઝલ, પેટ્રોલ, ખાંડ, દૂધ, ગેસ વગેરેના ભાવો તરત જ ઘટાડવામાં આવશે'' એવી જાહેરાત ચૂંટણી ઢંઢેરામાં કરે !
ગુજરાત કોંગ્રેસના ત્રણ મોવડીઓ શક્તિસિંહ, શંકરસિંહ અને મોઢવાડિયા ભાવનગર-ખોડિયારથી માંડી મહેસાણા જેવા સ્થળે સ્થળે ભવ્ય સંમેલનો કરીને તાકાતનો પરચો બનાવવા સાથે ચાબકા અને વચનોનો છાંટણા પણ ઉડાડે છે.
એ અસરકારક પુરવાર થઈ શકે તેમ છે પરંતુ જો એણે જીતવું જ હોય તો મોંઘવારીનો મુદ્દો જ જીતાડી શકે તેમ છે. ભાજપ એ મુદ્દો લઈ શકે તેમ નથી કારણ કે એને એ મુદ્દો તુચ્છ લાગે છે. વળી એ સત્તામાં છે એટલે ભાવો ઘટાડવાનું અત્યારે એના હાથમાં જ છે. એ વેટ ઘટાડે તો ડિઝલ, પેટ્રોલ, દૂધ, બધામાં ભાવો ઘટાડી શકે પરંતુ એને હેલિકોપ્ટરોના તાગડધિભા કરવા હોય ત્યાં વેટ કેવી રીતે ઘટાડે ?
જ્યારે કોંગ્રેસ સત્તામાં નથી અને આ જીવન જરૃરીયાતની પ્રાથમિક વસ્તુઓના ભાવ એ ચૂંટાઈને સત્તામાં આવે તો તરત જ ઘટાડી શકે તેમ છે.
એ સાથે એ પોતાના ચૂંટણી ઢંઢેરામાં એવી જાહેરાત પણ કરી શકે તેમ છે કે...
(૧) અમારો એક પણ નેતા હેલિકોપ્ટરમાં આજના મુખ્યપ્રધાનની જેમ ઉડ ઉડ નહીં કરે.
(૨) અમે ચૂંટાઈશું તો ગાંધીનગરના સચિવાલયના દરવાજા બધા માટે રોજ ખુલ્લા રહેશે.
(૩) અમે ચૂંટાઈશું તો રસ્તા ઉપરથી મોટરમાં પસાર થતી વખતે અમે રસ્તા બંધ નહીં કરાવીએ.
જનતાને આવી સાદાઈ બહુ પસંદ હોય છે. મમતા બેનરજીની જીતનું એ પણ એક કારણ છે.
ઉપરાંત...
(૪) અમે ચૂંટાઈશું તો અમારા ફોટા કે ફડાકા સાથેના પડદા અને મોટા બોર્ડ કે જાહેર ખબરો નહીં કરીએ.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved