Last Update : 31-October-2012, Wednesday

 

'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી

- અજાણ્યા સાથે પણ મિત્રતા કરાવવા અને એકબીજાને ઓળખવામાં ઉપયોગી થઈ શકે એવી'કડલ પાર્ટી' અમેરિકામાં ૨૦૦૪થી પ્રખ્યાત

મુન્નાભાઈ અને સર્કિટે તો 'જાદુ કી ઝપ્પી' સામેની વ્યક્તિને સુખ, શાંતિ અને રાહતની લાગણી આપવા ઉપયોગ કર્યો હતો. જોકે ગળે મળવાનો ટ્રેન્ડ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં એક નવીન પાર્ટીના સ્વરૃપને વિકસાવવામાં મદદરૃપ થયો છે. આપણે જેમ પાર્ટીઓમાં જુદી-જુદી થીમ હોય એ રીતે એક નવી થીમ પાશ્ચાત્ય દેશોમાં ઉપયોગ થઈ રહ્યો છે.
'કડલ પાર્ટી' અમેરિકામાં રિલેશનશિપ કાઉન્સીલર દ્વારા શરૃ કરવામાં આવી હતી. ૧૮થી વધુ વર્ષના યુવાન-યુવતીઓ એકમેકને ઓળખી શકે અને મર્યાદામાં રહીને પણ નજીક આવી શકે એ પ્રકારની આ થીમ પાર્ટી છે. આ પાર્ટીમાં મહેમાનો એકબીજાને અડકે છે, ભેટે છે અને મસાજ કરે છે. આ કારણે જ શારીરિક સંબંધ બાંધવાની તો પહેલાંથી જ ના પાડી દેવામાં આવતી હોય છે.
મનોચિકિત્સકોનું કહેવું છે કે 'આ પ્રકારની પાર્ટીઓ શારીરિક આકર્ષણની આપણી જરૃરિયાતને પૂરી કરે છે અને એના માટે સેક્સ કરવું જરૃરી નથી ગણાતું. આ ઉપરાંત એકબીજાને ભેટવાથી એક વાત તો ચોક્કસ છે કે બેમાંથી કોઈ પણ વ્યક્તિ ઉદાસ હોય તો એને ખુશ કરી શકાય છે. મિત્રો તરીકે એકબીજાને કમ્ફર્ટેબલ બનાવવામાં આ પ્રયોગ ઉપયોગી બને છે. આ રીતે સંબંધ મજબૂત બને છે કારણ કે તમે કોઈ વ્યક્તિને તમારા અંગત જીવનમાં સ્થાન આપી રહ્યા છો અને એ પ્રેમી કે પ્રેમિકા તરીકે નહીં, પણ મિત્ર તરીકે. આ ઉપરાંત તમારી શરમ પણ દૂર થશે. આ પ્રકારની પાર્ટીમાં હંમેશાં બધું શારીરિક પણ નથી હોતું.'
ભારતમાં પણ 'ફ્રી હગ કેમ્પેઇન' શરૃ થયો હતો. જોકે ખૂબ ઓછા લોકોએ એમાં ભાગ લીધો હતો. મનોચિકિત્સકો માને છે કે ભારતમાં આ પ્રકારની પાર્ટીઓ થઈ જ શકે કારણ કે હવે આપણે પહેલાં જેટલા શર્માળ નથી રહ્યા અને કોઈ મહિલા છેડતીનો ડર રાખતી નથી. જોકે હજી આ પ્રકારની પાર્ટીઓ મેટ્રો શહેરોમાં જ થઈ શકે એમ છે. ઘણા એમ પણ માને છે કે આ પ્રકારની પાર્ટીથી શારીરિક સંબંધ બાંધવામાં ઘણી આસાની થઈ રહે કારણ કે એકબીજા સાથે ઘણો સમય પસાર કર્યા પછી આ રસ્તો સાફ થતો માનવામાં આવે છે. જોકે એ સંપૂર્ણપણે વ્યક્તિ પર નિર્ભર કરે છે એ પણ સાચું છે.ન્ન્

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved