Last Update : 31-October-2012, Wednesday

 
દિલ્હીની વાત
 

નાણા મંત્રાલયની મુશ્કેલીમાં વધારો
નવી દિલ્હી, તા.૩૦
આરબીઆઈએ આજે વ્યાજદરમાં ''જૈસે-થે'' જેવી સ્થિતિ રાખીને નાણા મંત્રાલયની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સરકારને 'ખાધ'ની ચિંતા સતાવી રહી છે. નાણા પ્રધાન ચિદમ્બરમ કહે છે કે ફૂગાવાના પડકારનો સામનો કરવા અમે એકલા હાથે પ્રયાસો કરીશું.
ભાજપની બે સમસ્યા ઃ યેદુઆરપ્પા અને ગડકરી
સમસ્યાઓથી ઘેરાયેલો ભાજપ બે મોરચે લડી રહ્યો છે. તે યેદુઆરપ્પાની આગળ ઝુકવાનું છે. તેમની માગણી છે કે ૨૦૧૩ની વિધાનસભાની ચૂંટણી માટે તેમને મુખ્યપ્રધાન તરીકે જાહેર કરો નહીંતર ડિસેમ્બરમાં તે નવો પક્ષ રચશે. દક્ષિણમાં પ્રથમવાર ૨૦૦૮માં ભાજપની સરકાર રચવાની ક્રેડીટ યેદુઆરપ્પાએ મેળવી છે પરંતુ ઉપરા-છાપરી ભ્રષ્ટાચારના આરોપોના કારણે સરકાર ડામાડોળ થઇ હતી. બીજી તરફ પક્ષના પ્રમુખ નીતીન ગડકરી સામેના આક્ષેપોનો કેવી રીતે સામનો કરવો તે પક્ષના નેતાઓને સમજાતું નથી. આરએસએસ તરફથી ચોક્કસ પ્રતિભાવ ના મળતાં ભાજપના નેતા મૂંઝાયેલા છે જેના કારણે કોંગ્રેસ સામેની ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશને અસર પડે છે. આ સ્થિતિને જાણી જઇને પક્ષે ગડકરીને હિમાચલ પ્રદેશમાં પ્રચારનો બીજો રાઉન્ડ અટકાવી દીધો હતો. જોકે બીજી તરફ ગડકરી અક્કડ છે, તે વળવા તૈયાર નથી તે કહે છે કે પ્રજાની કોર્ટમાં લડીશું એટલે કે લોકસભાની ચૂંટણી લડવા માગે છે.
ભાજપની સમસ્યા
ભાજપના પ્રમુખ નીતીન ગડકરીને આરએસએસ અત્યાર સુધી બચાવતું આવ્યું છે. ગડકરીને સંઘવાળા પૉસ્ટર બૉય માને છે. તે પોતાના બચાવમાં સતત એમ કહે છે કે તે સમાચાર માધ્યમોના આક્ષેપોનો ભોગ બન્યા છે. એક તબક્કે તો તેમણે સમાચાર માધ્યમોને કોર્ટમાં ખેંચી જવાની ધમકી આપી હતી. જોકે ભાજપના પ્રમુખની કંપનીઓની ગેરરીતિ જેમ જેમ સામે આવતી જાય છે એમ એમ કોંગ્રેસ સામેની ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ ઢીલી પડી રહી છે. આ સંજોગોમાં ચેન્નાઇ ખાતે મળી રહેલી આરએસએસની વર્કીંગ કમિટી પર રહેલી છે. ગડકરી પ્રથમવાર લોકસભા લડવાના મિજાજમાં છે પરંતુ ભ્રષ્ટાચારના આક્ષેપોના કારણે તેમને બીજી ટર્મ માટે પ્રમુખ બનાવાશે કે કેમ તે અંગે શંકા છે. આરએસએસ સામે ગડકરીનો મુદ્દો છે અને તે અંગે તેમનું સ્ટેન્ડ નક્કી કરવું પડશે.
ગડકરીના ગંભીર આક્ષેપો
ભાજપના અંદરના સૂત્રોએ જણાવ્યું છે કે ગડકરી ભાજપના કેટલાક નેતાઓથી નારાજ છે. તેમણે આરએસએસના ટોચના નેતા અને ભાજપના નેતાઓને એવો સંકેત આપ્યો છે કે ભાજપના કેટલાક નેતાઓ તેમની સામે ઝુંબેશ ચલાવી રહ્યા છે. આ નેતાઓ સમાચાર માધ્યમોને તેમની કંપનીઓની વિગતો આપે છે. ગડકરીએ તો એટલે સુધી કહ્યું છે કે ભાજપના એક સીનિયર નેતા ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના એક્ટીવીસ્ટને દિલ્હીની બહાર મળ્યા હતા અને કંપની અંગે વિગતો આપી હતી. તેમણે યાદ અપાવતા કહ્યું હતું કે રાજનાથસિંહ પક્ષના પ્રમુખ હતા ત્યારે પણ આવું જ થયું હતું. તેમના કહેવા અનુસાર પક્ષના જ કેટલાક સાથીઓ તેમને બદનામ કરી રહ્યા છે.
૮૦ રૃપિયા બચાવવા મોંઘા પડયા..
સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસના પોરબંદરના સાંસદને રૃા. ૮૦ માટેની લડાઇ મોંઘી પડી છે. સૌરાષ્ટ્રના લેઉઆ પટેલ સમાજ માટે રાજકીય રીતે મહત્વના એવા પોરબંદરના સાંસદને કેબીનેટમાં ફેરફારમાં જગ્યા નિશ્ચિતપણે મળવાની હતી. પરંતુ તાજેતરમાં વડોદરા જિલ્લા ખાતે ટોલનાકા પર ટેક્સ ભરવાના મુદ્દે ઝઘડો કરીને બંદુક બતાવવાના કિસ્સા બાદ પક્ષે વિચાર બદલ્યો હતો. પક્ષના નેતાઓ માને છે કે માત્ર રૃા. ૮૦ ચૂકવવાની લડાઇ કરનારે મોટી કિંમત ચૂકવવી પડી છે.
સિબલ પણ નારાજ
કોર્પોરેટ ગૂ્રપ પરના પ્રેશરના કારણે જયપાલ રેડ્ડીને બદલવામાં આવ્યા છે એવા ઘણાં અહેવાલો આવ્યા છે પરંતુ બીજા એક પ્રધાન નામે કપિલ સિબલ પણ નારાજ છે. સિબલે તેમના મિત્રોને વારંવાર કહ્યું છે કે શિક્ષણ એ મારો પ્રિય વિષય છે. સૂત્રોએ જણાવ્યું છે કે જ્યારે તેમને શનિવારે ફોન આવ્યો કે એચઆરડી મંત્રાલય તેમની પાસે નહીં રહે ત્યારે તે આખો દિવસ ઘરમાં ભરાઇ રહ્યા હતા.
પુરંદેશ્વરીને ભારે પડયું
એન.ટી. રામરાવના પુત્રી પુરંદેશ્વરી બહુ હરખપદૂડા બન્યા હતા; તેની કિંમત પણ ચૂકવી છે. તેમણે શનિવારે તેલુગુ ચેનલને કહ્યું હતું કે વડાપ્રધાને મને ફોન કરીને કેબિનેટમાં લઇ પ્રમોશન આપવાનું કહ્યું છે. પરંતુ શનિવારે તેમને કોમર્સ મંત્રાલયમાં ખસેડીને રાજ્ય કક્ષાના પ્રધાનનો હવાલો અપાયો હતો.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved