Last Update : 31-October-2012, Wednesday

 

હર શાખ પે ઉલ્લુ બેઠા હૈ

વિચાર વિહાર - યાસીન દલાલ
- ડેમ માટે ખેડૂતે આપેલી જમીન વધી હતી અને એ જમીન ખેડૂતને પાછી આપવાને બદલે ગડકરીને મળી ગઈ

 

કૌભાંડોની મોસમ પૂરબહાર ખીલી છે. એક કૌભાંડ જૂનું થાય છે ત્યાં નવું કૌભાંડ બહાર આવે છે. ખૂબીની વાત એ છે કે બધા પક્ષોના કૌભાંડ એક પછી એક બહાર આવતાં જાય છે. 'કાગડા બધે કાળા' એ કહેવત વિચિત્ર રીતે સાચી પડી રહી છે. પહેલા રોબર્ટ વાડરા અને ડી.એલ.એફ.નું કૌભાંડ બહાર આવ્યું એ કૌભાંડ બહાર પાડનાર શ્રી અરવિંદ કેજરીવાલ હતા. એમનું કહેવું હતું કે વાડરાએ ૫૦ લાખમાં કંપની ખોલી અને ૩ વરસમાં જ એ ૫૦૦ કરોડના માલિક કઈ રીતે થયા? સામે પક્ષે યોગ્ય રીતે જ એવી દલીલ થઈ કે વાડરા એક ખાનગી વ્યક્તિ છે અને ડી.એલ.એફ. પણ એક ખાનગી બિલ્ડર પેઢી છે, એ બંને વચ્ચે શો વ્યવહાર છે એની સરકાર તપાસ ન કરી શકે. વાડરાએ કહ્યું કે મેં ડી.એલ.એફ.ની એક કંપનીના અમુક શેર ખરીદ્યા અને એક વરસમાં જ એ વેચી નાખ્યા. બીજો મુદ્દો એ કે કેજરીવાલનું કહેવું છે કે ૬૫ કરોડની લોન વગર વ્યાજે વાડરાને કંઈ રીતે મળી? ડી.એલ.એફ.એ ખુલાસો કર્યો કે એ લોન નથી પણ એડવાન્સ પૈસા છે. લોન અને એડવાન્સ વચ્ચે તફાવત છે. બીજી બાજુ હરિયાણા સરકારે એક અધિકારીની બદલી કરી નાંખી, એ અધિકારીએ વાડરા અને બીજા લોકોએ જમીનના હરિયાણા સરકારે એક અધિકારીની બદલી કરી નાંખી, એ અધિકારીએ કરેલા સોદાઓની તપાસનો આદેશ આપેલો પણ અહીં પણ એ ઈજનેર પોતે જ ફસાઈ ગયા. એમની બદલી ૧૩મી એ થઈ અને એમણે તપાસનો આદેશ ૧૫મીએ કર્યા જે ગેરવ્યાજબી છે. બીજીબાજુ એ પણ હકીકત છે કે આ પ્રામાણિક અધિકારીની ૨૧ વરસમાં બેંતાસીસ વખત બદલીઓ થઈ છે.
બીજીબાજુ હિમાચલ પ્રદેશમાં એવો આક્ષેપ થઈ રહ્યો છે કે ત્યાંના બે મુખ્યપ્રધાનોને આખું હિમાચલ પ્રદેશ વેચી માર્યું છે. પહેલા ત્યાં કોંગ્રેસના વિરભદ્રસિંહ હતા. હવે ભાજપના મુખ્યપ્રધાન છે. કોંગ્રેસી મુખ્યપ્રધાને ૪૮ જમીનના ટૂકડા કોઈને કોઈ બહાનાસર વેચી માર્યા અને ભાજપના મુખ્યપ્રધાને જમીનના ૨૩ પ્લોટ કોઈને કોઈ બહાનાસર આપી દીધા. કાયદા મુજબ હિમાચલ પ્રદેશમાં બહારની વ્યક્તિ જમીન ખરીદી શકતી જ નથી. છતાં કાયદામાં રહેલ છટકબારીને શોધીને ગેરકાયદે કામ થયું. હવે વિરભદ્રસિંહ કહે છે કે આ બધા સોદાઓની તપાસ થશે, પણ આ બધુ ઘોડો ભાગી જાય પછી તબેલાને તાળુ મારવા જેવું છે.
દરમ્યાન કેજરીવાલે કેન્દ્રના કાનૂન પ્રધાન શ્રી સલમાન ખુરશીદને સાણસામાં લેવાનો પ્રયત્ન કર્યો પણ એ અધકચરો હતો. કેજરીવાલ પોતે એનો જશ ખાટી શકે તેમ નથી, એક ટી.વી. ચેનલે માહિતી આપી હતી કે ખુરશીદનું એક ટ્રસ્ટ જે વિકલાંગોને મદદ કરે છે એ મદદ વિકલાંગો સુધી પહોંચી નથી એને માટે ત્રણ વ્યક્તિઓને રજૂ કરવામાં આવી. એમણે કહ્યું કે અમને આવી કોઈ મદદ મળી નથી. સલમાનસાહેબ એ દરમ્યાન વિદેશ પ્રવાસે હતા. એમણે આવીને તરત પત્રકાર પરિષદ ભરી અને ખુલાસો કર્યો કે આરોપો પાયાવિહોણા છે. એમના કહેવા મુજબ પોતે પ્રધાન બન્યા એ પહેલાં જ વરસો સુધી એમનું ટ્રસ્ટ વિકલંગાોને મદદ કરતું રહે છે. એવો આરોપ હતો કે મદદ માટેના અમુક પત્રોમાં સહીઓ બનાવટી છે. આ પત્રો કેન્દ્ર સરકારે યુ.પી. સરકારને લખ્યા હતા. ખુરશીદે સ્વીકાર્યું કે સહી બનાવટી છે પણ કોણે સહી કરી એ નક્કી કરવાનું કામ ઉત્તર પ્રદેશ સરકારનું છે અને એ તપાસ કરશે. બીજો ખુલાસો એ થયો કે આરોપ થાય છે તેમ શ્રી એસ.બી. સિંઘ જેમની સહી બનાવટી હોવાનો દાવો થાય છે એ પોતે જ એક શિબિરમાં હાજર હતા. એમણે એની તસવીરોમાં પણ રજૂ કરી અને અખબારી અહેવાલો પણ રજૂ કર્યા.
ખુરશીદે આ ચેનલ ઉપર કરોડો રૃપિયાનો માનહાનિનો કેસ કર્યો છે એ બતાવે છે કે એમને ખાત્રી છે કે હું સાચો છું. સેંકડો લાભાર્થીઓ હોય એમાં બે-ત્રણ લાર્ભાર્થીને રજૂ કરવાથી સચ્ચાઈ પલટી ન શકે. એક લાભાર્થીને એમણે પોતે જ પત્રકાર પરિષદમાં રજૂ કર્યો જેણે કહ્યું કે મને બે વરસ પહેલાં શ્રવણયંત્ર મળી ગયું છે. એણે ખુલાસો પણ કર્યો કે મને એમ હતું કે ચેનલવાળા મને બીજું યંત્ર આપશે. એટલે હું ત્યાં ખોટું બોલેલો. બીજી બાજુ કેજરીવાલે એક લાભાર્થીને રજૂ કર્યો. જેણે કહ્યું કે મને પગમાં ખોડ છે તો પણ મારું નામ બહેરાની યાદીમાં આવી ગયું. અહીં પણ મુદ્દો એ જ છે કે એનું નામ વિકલાંગમાં તો હતું જ. પછી એક ખોડમાંથી બીજી ખોડમાં નામ દાખલ થઈ જાય એ મોટી ત્રુટિના ગણાય. કેજરીવાલ વટથી કહેતા હતા કે ખુરશીદ રાજીનામું નહીં આપે ત્યાં સુધી ધરણા પર બેઠો રહીશ. પણ ખુરશીદની પત્રકાર પરિષદ પૂરી થઈ એ પછી તરત જ કેજરીવાલ ભાગી ગયા.
કેજરીવાલ એ પછી ભાજપ પ્રમુખ ગડકરીનો મુદ્દો લઈ આવ્યા. મુદ્દો એ હતો કે ગડકરીએ વિદર્ભમાં ખેડૂતની ૧૦૦૦ એકર જમીન આંચકી લીધી છે. આ જમીન એક ડેમ બાંધવા માટે સરકારે ખેડૂત પાસેથી લઈ લીધેલી. ડેમ બંધાયો એ પછી પણ ૧૨૦ એકર જમીન વધેલી. ખેડૂતે એ પાછી મેળવવા અરજી કરી પણ એનો કોઈ જવાબ ન મળ્યો. બીજીબાજુ ગડકરીએ અરજી કરી એ જમીન મને આપો અને ચાર જ દિવસમાં જમીન એમને મળી ગઈ. ત્યારે મહેસુલ પ્રધાન અજીત પવાર હતા જે શરદ પવારના ભત્રીજા થાય. મુંબઈની અંજલી દમણીયા નામની મહિલા કાર્યકરે આ અંગે માહિતી કાયદા હેઠળ સવાલ પૂછ્યો પણ જવાબ ન મળતાં એ શરદ પવારને મળવા ગઈ. શરદ પવારે જવાબમાં શું કહ્યું એ જાણો છો? એમણે કહ્યું કે પવાર માત્રા મિત્ર છે. ચાર કામ હું એમના કરું છું અને એ મારા ચાર કામ કરે છે. વાત બહાર પડી એટલે ગડકરીએ એમનો ઈન્કાર કર્યો. અંજલીએ પૂરાવા રજૂ કર્યા એટલે એમણે સ્વીકાર્યું કે હા મને મળ્યા હતા. પણ આવી કોઈ વાત થઈ નથી. અંજલીબેન કેજરીવાલની સંસ્થા સાથે સંકળાયેલા છે એટલે એમણે એ મુદ્દો ઉપાડી લીધો. ગડકરીએ બચાવમાં કહ્યું કે મને જમીન મળી છે એ હકીકત છે પણ એ મારા ટ્રસ્ટને મળી છે અને લીઝ ઉપર મળી છે પણ એમણે સ્વીકાર્યું કે જમીન મળી છે. એમણે દાવો ક્રયો કે એ જમીન હું ખેડૂતોના લાભાર્થે વાપરું છું, પણ આ એક જુઠ્ઠાણું છે. સાચી વાત એ છે કે ગડકરી અબજોપતિ વેપારી છે એમના નામે ૧૭ મોટી કંપનીઓ બોલે છે એમના ત્રણ તો ખાંડના કારખાનાં, ચાર મોટા પાવર પ્લાન્ટ છે. આ જમીનમાંથી નીકળતું પાણી એ પોતાના પ્લાન્ટમાં વાપરે છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં જુદી જુદી સિંચાઈ યોજનાઓ હેઠળ ૭૩ હજાર કરોડ ખર્ચાઈ ગયા છે પણ ખેડૂતોને પાણીનું એક ટીપું મળ્યું નથી. પરિણામે હજારો ખેડૂતોએ આપઘાત કરવા પડે છે. ખૂબીની વાત એ છે કે આ મુદ્દો થોડા દિવસ પહેલાં જ બહાર આવ્યો અને એને પરિણામે અજીત પવારે રાજીનામું આપવું પડયું.
હવે આરોપીના પીંજરામાં ઊભા રહેવાનો વારો કેજરીવાલનો છે. મહારાષ્ટ્રનાં નિવૃત્ત આઈ.પી.એસ. અધિકારી અને હવે વકીલ શ્રી વાય કે. સિંઘએ નવો ધડાકો કર્યો. એમના કહેવા મુજબ કેજરીવાલને એમણે ઘણી બધી માહિતી આપી હતી. પણ કેજરીવાલે માત્ર ગડકરી વિશેની માહિતી જ બહાર પાડી. શરદ પવાર વિશેની માહિતી એમણે ઈરાદાપૂર્વક સંતાડી. એમના કહેવા મુજબ શરદ પવારના વલાસા પ્રોજેક્ટમાં અરબો રૃપિયાની ગડબડ થઈ અને હજારો એકર જમીન શરદ પવાર અને અજીત પવાર મળીને ખાઈ ગયા છે. આ પ્રોજેક્ટ વિશે છેલ્લે ઉહાપોહ થયો જ છે અને આખો મામલો અદાલતમાં છે. શ્રી સિંઘના કહેવા મુજબ કેજરીવાલે કહ્યું હોત કે પોતે રાજકીય પક્ષ સ્થાપવના છે તો હું આ માહિતી એમને ન આપત. એમના કહેવા મુજબ કેજરીવાલે પોતાના પક્ષનો મુસદ્દો તૈયાર કરાવવામાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેની મદદ લીધી છે.
એજ રીતે કેજરીવાલના એક સાથીદાર પ્રશાંત ભૂષણ ઉપર પણ આરોપ છે કે એણે સિમલામાં ગેરકાયદે હજારો એકર જમીન આંચકી લીધી. પ્રશાંત ભૂષણ આ વાતનો ઈન્કાર કરે છે પણ એમના વિરોધીઓ આરોપને વળગી રહે છે એ જ રીતે ંઅંજલીબેન દમણીયા ઉપર પણ આરોપ છે કે એમણે કેટલાક એકર જમીન ખરીદી અને બિનખેતી કરાવીને એ વેચી મારી. આવો જ આરોપ કેજરીવાલની ટીમના ત્રીજા સભ્ય ઉપર પણ છે. કેજરીવાલે આ ત્રણેય આરોપીઓની તપાસ માટે નિવૃત્ત ન્યાયમૂર્તિઓની એક સમિતિ નીમી છે.
એકંદરે બધા એમ કહે છે કે સામેનો પક્ષ ભ્રષ્ટાચારી છે. તટસ્થ રીતે જોતાં ગડકરી અને શરદ પવાર સિવાયના બધા પ્રકરણો તથ્ય વિનાના હોય એમ લાગે છે. ગડકરીએ આરોપનો સ્વીકાર પણ કર્યો છે અને એવો વાહીયાત બચાવ કર્યો છે કે આ જમીન મને લીઝમાં મળી છે પણ આ પ્રશ્નો ગૌણ છે. સાચી વાત એ છે કે ડેમ માટે ખેડૂતે આપેલી જમીન વધી હતી અને એ જમીન ખેડૂતને પાછી આપવાને બદલે ગડકરીને મળી ગઈ અત્યારે વિદર્ભમાં મોટા બંધોની આસપાસ ગડકરી જેવાના કારખાના ઉભા થઈ જાય છે અને સિંચાઈ માટેનું પાણી કારખાના ખેંચી જાય છે. શરદ પવાર પણ ભ્રષ્ટાચારની ગંગોત્રી જેવા છે. ક્રિકેટમાં પણ એમણે જે ભયાનક ગેરરીતિઓ આચરી છે. લલીત મોદીની નિમણૂક એમણે જ કરાવી હતી. શ્રી મોદી પણ ત્રણ લાખ કરોડ ખાઈને વિદેશ ભાગી ગયા છે. આ તરફ શરદ પવારે પોતાની મિલકત માત્ર ૧૬ કરોડની બતાવી છે. આ વાત કોઈપણ માણસ માનશે નહીં. શ્રી પવારે અનેક વખત પક્ષપલટા કરેલા છે. અત્યારે પણ એ સરકારને અવારનવાર બ્લેકમેઈલ કરતાં હોય છે. એમની પાસે માત્ર નવ સાંસદો છે છતાં આમ કરે છે. એમના બીજા સાથી નારાયણ રાણે પણ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે. કોઈપણ રાષ્ટ્રપ્રેમી નાગરિક આ બધું જોઈને સાંભળીને દેશના ભાવિ વિશે અત્યંત નિરાશ થઈ જાય એવો માહોલ છે. કેજરીવાલ જેવા લોકોએ સમજવું જોઈએ કે આડેધડ આરોપો કરવાથી કાંઈ નહીં વળે. એમણે આનો વૈકલ્પિક રસ્તો પણ બતાવવો જોઈએ નહીંતર સામાન્ય નાગરિક અત્યારે નિરાશ છે, જ એ નિરાશા ઔર વધી જશે અને ક્યારેક હિંસક બનીને બહાર આવશે. આ ભયસ્થાન દિવસે દિવસે વધતું જાય છે. અત્યારે દેશમાં જયપ્રકાશ નારાયણ જેવા કોઈ તટસ્થ નેતા નથી. અન્ના હઝારે મેદાનમાં આવ્યા પણ એમને પણ કેજરીવાલ જેવા સત્તાલોભી મળી ગયા. પરિણામે એ પણ નિરાશ થઈને પોતાને ગામ જતાં રહ્યા છે. હવે એ ફરીવાર લોકપાલ આંદોલન ચાલુ કરવાના છે એનું શું થાય છે એ જોવાનું રહ્યું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 

 

 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved