Last Update : 31-October-2012, Wednesday

 

ફ્લિન્ટોફ નવી કારકિર્દીની પૂર્વ તૈયારીમાં વ્યસ્ત
૩૦મી નવેમ્બરે ફ્લિન્ટોફની પ્રોફેશનલ હેવિવેઇટ બોક્સિંગમાં પ્રથમ 'ફાઈટ'

લાઈટ વેઈટના વર્લ્ડ ચેમ્પિયનની ટીપ્સ મેળવી

લંડન, તા. ૩૦
ઈંગ્લેન્ડનો લિજેન્ડરી ક્રિકેટર ફ્લિન્ટોફ હવે પ્રોફેશનલ હેવીવેઇટ બોક્સિંગમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. ઈજા બાદ ફ્લિન્ટોફે ૨૦૦૯માં ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. ૩૪ વર્ષનો ફ્લિન્ટોફ ૩૦મી નવેમ્બરે પ્રોફેશનલ બોક્સર તરીકેની પ્રથમ 'ફાઈટ' લડશે. માન્ચેસ્ટરમાં યોજાનારા આ મુકાબલા માટેની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચુકી છે.
ફ્લિન્ટોફ મીડિયાની નજરથી દૂર પોતાના પ્રથમ મુકાબલા માટે તૈયારી કરી રહ્યો છે. પોતાની પ્રથમ પ્રોફેશનલ હેવીવેઇટ બોક્સર તરીકેની ફાઈટની પૂર્વતૈયારી માટે તે ભૂતપૂર્વ વર્લ્ડ ફેવરવેઇટ ચેમ્પિયન બેરી મેક્ગ્યુનની મદદ લઈ રહ્યો છે. ફ્લિન્ટોફની મદદ માટે ગ્યૂગનનો પુત્ર શેન પણ છે. સફળ ક્રિકેટર બાદ બોક્સર તરીકેની કારકિર્દીમાં ઝુકાવનારા ફ્લિન્ટોફની બોક્સર તરીકેની ટ્રેનિંગ પર જ બે ડોક્યુમેન્ટ્રી બની ચૂકી છે.
પ્રોફેશનલ બોક્સિંગમાં સફળતા મેળવવા માટે ફ્લિન્ટોફે તેની ઘણી બધી આદતોને બદલી નાંખી હતી. ડંકન ફ્લેચર જ્યારે ઈંગ્લેન્ડની ટીમના કોચ હતા. ત્યારે તેઓ ખેલાડીઓમાં જુસ્સો જગાવવા માટે તેમને બોક્સિંગ પણ કરાવતા હતા. ફ્લિન્ટોફને બોક્સિંગ તરફ ઘણો લગાવ હતો અને નિવૃત્તિ બાદ એ તેણે પોતાના શોખને પ્રોફેશનમાં બદલવાની કવાયત હાથ ધરી છે. માન્ચેસ્ટર એરિનામાં તે આશરે ૧૦ હજાર જેટલા ચાહકોની હાજરીમાં હેવીવેઇટ બોક્સિંગમાં એન્ટ્રી કરવાનો છે.
ફ્લિન્ટોફે કહ્યું કે, મને જે રમત પ્રત્યે વર્ષોથી લગાવ હતો તેમાં ઝંપલાવવાની તક મળી છે તેનાથી હું રોમાંચિત છું. ૩૪ વર્ષની વયે મને ફરી પ્રોફેશનલ સ્પોર્ટસ પર્સન બનવાની તક મળી છે જે હું ઝડપી લેવા માંગુ છું. મારો પ્રથમ મુકાબલો અત્યાર સુધીની જિંદગીમાં મેં ઝીલેલા પડકારોમાંનો સૌથી મોટો પડકાર છે. મારે હજુ લાંબી મજર ખેડવાની છે. જો કે હું તેના માટે તૈયાર છું.
પોતાના પ્રથમ મુકાબલાની તૈયારી કરી રહેલા ફ્લિન્ટોફે તાજેતરમાં જ વર્લ્ડ લાઈટ હેવિવેઇટ કેટેગરીના વર્લ્ડ ચેમ્પિયન નેથન ક્લેવરલીની મુલાકાત લીધી હતી. ક્લેવરલીએ કહ્યું કે, ફ્રેડ્ડી મને મળવા માટે ખુબજ આતુર હતો. તેણે મને અગાઉ બોક્સિંગ કરતાં જોયો છે. હું માનું છું કે બોક્સિંગ એ સૌથી મુશ્કેલ રમત છે. આ આગથી ખેલ કરવા જેવું ખતરનાક છે. ફ્લિન્ટોફ ક્રિકેટના મેદાનમાં કેટલાક મુકાબલા ખેલી ચુક્યો છે પણ બોક્સિંગ રીંગમાં તો તમે એકલા જ હોવ છો અને પડકારો વચ્ચે તમારે તમારી પ્રતિભાની સાબિતિ આપવાની હોય છે. મેં તેને કહ્યું કે તેણે જે પડકાર ઝિલ્યો છે તે ઘણો જ મોટો છે પણ જ્યારે સફળતા મળે છે અને ચાહકો તમને ચિચિયારીઓથી વધાવી લે છે ત્યારે પ્રેક્ટીસમાં પાડેલા પરસેવાનો હિસાબ ચુકવાઈ જાય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved