Last Update : 31-October-2012, Wednesday

 
 

તેંડુલકરનાં કંગાળ ફોર્મ, દ્રવિડ-લક્ષ્મણની નિવૃત્તિથી મીડલ ઓર્ડરને ફટકો
ગાવસ્કરને ચિંતા ઃ ભારતની નબળી ટીમને ઈંગ્લેન્ડ શ્રેણીમાં હરાવી શકે

ત્રણ દાયકામાં પ્રથમ વખત ભારતને ઘરઆંગણે હરાવવાની સારી તક ઈંગ્લેન્ડ પાસે છે

મુંબઇ,તા.૩૦
ભારતીય બેટિંગ લેજન્ડ ગાવસ્કર માને છે કે નબળી પડેલી ભારતીય ટીમને ઘરઆંગણે છેલ્લા ત્રણ દાયકામાં હરાવવાની શ્રેષ્ઠ તક ઈંગ્લેન્ડને મળી છે. ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ લાઇનઅપ જોતાં હું ચિંતિત છું કે આપણી નબળી પડેલી ટીમને ઈંગ્લેન્ડ આ વખતે કદાચ ટેસ્ટ શ્રેણીમાં હરાવશે. ગાવસ્કરે કહ્યું કે, ભારતની બેટિંગ લાઇનઅપ સાવ સાધારણ કક્ષાની લાગે છે, જ્યારે ફાસ્ટ બોલિંગ આક્રમણમાં પણ કોઇ ખાસ દમ જણાતો નથી. ત્યારે આપણી પાસે સ્પિન બોલિંગ જ એવું શસ્ત્ર છે કે જેની સામે ઈંગ્લેન્ડને સંઘર્ષ કરવો પડી શકે છે.
ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં ચાર ટેસ્ટની શ્રેણી રમવા આવી પહોંચી છે ત્યારે ગાવસ્કરે તેની કોલમમાં ં લખ્યું છે કે, હાલની પરિસ્થિતિ વર્ષ ૨૦૧૧ના જેવી જ છે. જ્યારે આપણે ઈંગ્લેન્ડ અને ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા હતા. તે સમયે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંનેની ટીમો એવી હતી કે ,જેને હરાવી શકાય તેમ હતી. જો કે ભારત તે તક ચુકી ગયું અને પ્રથમ ટેસ્ટ બાદ તો આખી ટેસ્ટ દરમિયાન એક દિવસ પણ એવો નહતો કે જ્યારે લાગે કે ભારત જીતી શકે તેમ છે. વર્ષ ૨૦૧૧માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો જે પ્રકારની પરિસ્થિતીમાં હતી તેવી જ હાલત આજે ભારતની છે. તે સમયે ખાસ કરીને ઓસ્ટ્રેલિયાની ટીમ વધુ મુશ્કેલીમાં હતી.
ભારત વર્લ્ડ નંબર વન ટેસ્ટ ટીમ તરીકે ૨૦૧૧માં ઈંગ્લેન્ડના પ્રવાસે ગયું હતુ અને ત્યા તેઓ ં ૦-૪થી વ્હાઇટવોશની નાલેશી સહન કરવાની સાથે નંબર વનનો તાજ તેઓ ઈંગ્લેન્ડને આપીને આવ્યા હતા. જે પછી ડિસેમ્બર,૨૦૧૧માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં પણ ભારતનો ૦-૪થી વ્હાઇટવોશ થયો હતો. જો કે ધોનીની ટીમને આશા છે કે તેઓ ઘરઆંગણે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને જોરદાર જવાબ આપશે અને તેમને વ્હાઇટવોશ કરતાં વિજય મેળવશે. જો કે ગાવસ્કરે ચિંતા વ્યક્ત કરી છે કે તેંડુલકર હાલમાં ફોર્મમાં નથી. વધુમાં ટેસ્ટના દિગ્ગજ બેટ્સમેનો દ્રવિડ અને લક્ષ્મણે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. જેના કારણે ભારતનો મીડલ ઓર્ડર સાવ સાધારણ કક્ષાનો લાગે છે. તેમાં ય આપણાં ઓપનરો પણ ફોર્મમાં નથી અને આખી બેટિંગ લાઇનઅપ નબળી દેખાય છે. ભારતની ટીમ હાલમાં તો છેલ્લા કેટલાક સમયથી જે પ્રભાવ સાથે મેદાનમાં ઉતરતી તેવી તો નથી જ રહી. જેના કારણે ઈંગ્લેન્ડને સફળતા મેળવવાની શ્રેષ્ઠ તક છે.
લેજન્ડરી બેટ્સમેને એમ પણ ઊમેર્યું કે, નવા બોલથી બોલિંગ કરવામાં ઝહીરને સાથ આપે તેવો કોઇ બોલર દેખાતો નથી. તેને સામેના છેડેથી જોઇએ તેટલો સપોર્ટ મળતો નથી. ફાસ્ટ બોલરોની ખોટને કારણે ભારતના સ્પિનરો પરનું ભારણ વધવાનું છે. અશ્વિન ઝડપથી નવું સીખી લે છે અને ઓઝાનો દેખાવ સાતત્યભર્યો રહ્યો છે. જેના કારણે આ બે સ્પિનરોનો દેખાવ નિર્ણાયક સાબિત થશે. ઈંગ્લેન્ડની ટીમ છેલ્લે ભારતની ધરતી પર ૧૯૮૫માં ટેસ્ટ શ્રેણી જીત્યું હતુ. તેઓ હવે આ વખતના ભારત પ્રવાસને તેમની ટીમની સફળતાની સાબિતી માટે આખરી મુકામ તરીકે જોઇ રહ્યા છે. પીટરસનના પુનરાગમનથી ઈંગ્લેન્ડની બેટિંગ મજબુત થઇ છે અને નવો કોચ કૂક તેમની ટીમના કેમ્પેઇનમાં મહત્વની ભુમિકા ભજવશે. ઈંગ્લેન્ડની એક ન્યૂ લૂક ટીમ જોવા મળશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved