Last Update : 31-October-2012, Wednesday

 
ભાજપના મુખપત્રમાં આઇએસી પર પ્રહારો
કેજરીવાલને વિદેશથી શંકાસ્પદ ભંડોળ મળે છે ઃ કમલ સંદેશ

ભાજપમાં તાકાત હોય તો પોતાના દાતાઓની યાદી જાહેર કરે ઃ કેજરીવાલ

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૩૦
સામાજિક કાર્યકર અરવિંદ કેજરીવાલની ટીકા કરનારાઓમાં હવે ભાજપના મુખપત્ર 'કમલ સંદેશ' નો ઉમેરો થયો છે. ભાજપના મુખપત્રમાં આરોપ મુકાયો છે કે અરવિંદ કેજરીવાલના વડપણ હેઠળના ઇન્ડિયા અગેન્સ કરપ્શન (આઇઓસી)ને શંકાસ્પદ વિદેશી ભંડોળ મળે છે અને કેજરીવાલે તેના ઉપરીઓના કહેવાથી ભાજપના પ્રમુખ નીતિન ગડકરી સામે આરોપો મુકયા છે. જો કે કેજરીવાલે તેમના પરના તમામ આરોપો નકારી કાઢયા હતા.
'કમલ સંદેશ'ના તંત્રી લેખમાં આરોપ મુકાય છે કે કેજરીવાલે વિદેશી સ્ત્રોતો પાસેથી 'સોપારી' લીધી છે અને આ બાબતની મનમોહન સિંહ સરકારે તપાસ કરાવવી જોઈએ. ટીમ કેજરીવાલ 'લોકશાહી' સામે શંકા ઊભી કરવાના કાવતરામાં સંડોવાયેલી છે. આવું કરનારા તત્વોને ભારત કે ભારત માતા સાથે કંઇ લાગતું વળગતું નથી.
કેજરીવાલે તાજેતરમાં જ આરોપ મુકયો હતો કે ગડકરીના પૂર્તિ જૂથે ખેડૂતોની જમીન સરકાર પાસેથી સસ્તા દરે ખરીદી હતી અને તેના માટે વિદર્ભના ગોસિખુર્દ વિસ્તારના ડેમમાંથી સિંચાઇનું પાણી મેળવ્યું હતું. મુખપત્રના જણાવ્યા મુજબ કેજરીવાલની મુખ્ય રમત ભંડોળ સાથે જોડાયેલી હોઇ શકે છે. હવે એ બાબત જાણવાની છે કે આ ભંડોળ ભારતમાંથી આવે છે કે ભારતને નબળંુ બનાવવા માગતા સ્રોતો તરફથી પૂરું પડાય છે.
અણ્ણાને વફાદાર ન રહેનારી વ્યકિત દેશને વફાદાર કેવી રીતે રહી શકશે ? મુખપત્રમાં આરોપ મુકાયો છે કે કેજરીવાલ વિદેશ ભંડોળની મદદથી ભારતની લોકશાહીને નુકસાન પહોંચાડી રહ્યા છે.
દરમિયાન કેજરીવાલે તેમના પરના તમામ આક્ષેપોને રદીયો આપીને ભાજપને તેના છેલ્લાં ૧૦ વર્ષના ભંડોળને મુદ્દે બેદાગ બહાર આવવાનો પડકાર ફેંકયો હતો. કેજરીવાલે જણાવ્યું હતું કે 'તેમનું કહેવું છે કે અમને વિદેશી ભંડોળ મળે છે.
અમારી ઝુંબેશને દાન આપનારાઓની સંપૂર્ણ યાદી અમારી વેબ સાઇટ પર મુકેલી છે. હવે ભાજપમાં હિંમત હોય તો તે છેલ્લાં ૧૦ વર્ષમાં તેને દાન આપનારાઓની યાદી જાહેર કરે.' 'કમલ સંદેશ' સંપૂર્ણપણે ગડકરીના ટેકામાં છે અને તેણે કેજરીવાલના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved