Last Update : 31-October-2012, Wednesday

 

૨૩મી બોન્ડ ફિલ્મ સ્કાયફોલ રિલિઝ થશે : તગડી કમાણી કરે તેવી આશા

- બોન્ડના ગેજેટ્સ ગુરુના ઘરે કમ્પ્યુટર પણ નથી!

 

- ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં પણ થવાનું હતું શૂટિંગમાં બે કાર્તૂસનો વપરાશ થયો છે!

અમદાવાદ, તા.૩૧

 

પહેલી નવેમ્બરથી જેમ્સ બોન્ડ સિરિઝની ૨૩મી ફિલ્મ 'સ્કાયફોલ' રિલિઝ થઈ રહી છે. બોન્ડ ફિલ્મ સિરિઝ અત્યારે સુવર્ણ જયંતિ ઊજવી રહી છે. પહેલી બોન્ડ ફિલ્મ 'ડો.નો' ૧૯૬૨ની ૫મી ઓક્ટોબરે રિલિઝ થઈ હતી. ત્યારથી એક પછી એક ૨૨ બોન્ડ ફિલ્મો રજુ થઈ છે. હવે ૨૩મી બોન્ડ ફિલ્મ ભારતમાં આવતીકાલે રજુ થશે. અમેરિકા અને યુરોપના દેશોમાં તો આ ફિલ્મ ક્યારની રજૂ થઈ ચુકી છે અને તેને બહુ સારુ ઓપનિંગ પણ મળ્યું છે. ભારતમાં સ્કાયફોલ આવી રહી છે, ત્યારે એ ફિલ્મ વિશે કેટલીક રસપ્રદ વિગતો..

 

- દરેક બોન્ડ ફિલ્મમાં બોન્ડ માટે અવનવા અત્યાધુનિક ગેજેટ્સ બનાવવાનું કામ મિસ્ટર ક્યુ કરતાં હોય છે. આ વખતે ક્યુનું પાત્ર બેન વિશો નામનો યુવા કલાકાર ભજવી રહ્યો છે. બોન્ડને ગેજેટ્સ પુરા પાડનાર પાત્રનો રોલ ભજવતાં ખુદ વિશો પાસે જોકે ઘરે કમ્પ્યુટર પણ નથી! એક મુલાકાતમાં વિશોએ કહ્યું કે આ રોલ ભજવવામાં મને એટલા માટે જ મજા આવી કે જે વિષયનો હું જરા પણ જાણકાર નથી એનો પડદાં પર ખેરખાં બન્યો છું.

 

- ફિલ્મનું કેટલુક શૂટિંગ અમદાવાદ સહિતના ભારતીય સ્થળોએ પણ થવાનું હતું. અમદાવાદના સાબરમતી રેલવેયાર્ડમાં શૂટિંગ માટે ફિલ્મના અધિકારીઓએ અમદાવાદની મુલાકાત પણ લીધી હતી. પરંતુ શૂટિંગ માટે પાંચ દિવસ સુધી રોજ કેટલાક કલાકો સુધી અત્યંત વ્યસ્ત રેલવે-લાઈન બંધ રાખવી પડે એમ હતી. એટલે વાત આગળ વધી નહીં. એ વખતના રેલવે મંત્રી દિનેશ ત્રિવેદી બોન્ડ ફિલ્મોના ફેન છે, એટલે એ ખુદ બોન્ડ ટીમને મળ્યાં પણ હતાં.

 

- સ્કાયફોલમાં બોન્ડના બોસ 'એમ'નું ઘર આવે છે. એ ઘર હકીકતમાં બોન્ડ માટે સંગીત કમ્પોઝ કરતાં કમ્પોઝર જોન બેરીનું છે. ૨૦૧૧માં બેરીનું અવસાન થતાં તેમને અંજલિ આપવા નિર્માતાએ તેમના ઘરનો આ રીતે ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું.

 

- બોન્ડ ફિલ્મોનું ઘણુખરુ શુટિંગ પાઈવનૂડ સ્ટુડિયોમાં થાય છે. આ વખતે શૂટિંગ માટે જાસૂસી સંસ્થા 'એમઆઈ-૬'નું અન્ડરગ્રાઉન્ડ હેડક્વાટર તૈયાર કરવામાં ૨૫૦ માણસોને ૯ અઠવાડિયા લાગ્યા છે.

 

- ફિલ્મના સ્ટંટ કો-ઓર્ડિનેટર ગેરી પોવેલ છે. આ પોવેલ ફેમિલી ૧૯૬૨માં આવેલી પહેલી બોન્ડ ફિલ્મથી બોન્ડ સિરિઝના સ્ટંટ સાથે સંકળાયેલું છે. કાર રેસિંગના સ્ટંટ માટે તો બ્રિટિશ કાર રેસર માર્ક હિગિન્સી મદદ લેવામાં આવી છે. માર્ક ૩ વખત બ્રિટિશ કાર રેલીનો ચેમ્પિયન રહી ચુક્યો છે. નાઓમી હેરીસ કાર દોડાવતી હોય એવા દૃશ્યો છે. એમાં હકીકતે માર્ક કાર ડ્રાઈવ કરી રહ્યો છે. પુરુષ હોવા છતાં તેણે મહિલાના બોડી ડબલ તરીકે કામ કરી દેખાડયું છે.

 

- ફિલ્મમાં સામસામી ગોળીઓની રમઝટ બોલતી દેખાશે. ગોળીબારના વિવિધ દૃશ્યો શૂટ કરવા માટે શૂટિંગ દરમિયાન કુલ ૨ લાખ રાઉન્ડ કાર્તુસનો વપરાશ થયો છે.

 

- બોન્ડ બાઈક પર બેસીને સડસડાટ ભગાવતો હોય એ વખતે તેની ટાઈ આજુબાજુમાં ઉડી ન જાય એટલે ટાઈ પર વજન રાખી તેને સ્થિર કરી દેવાઈ છે.

 

- આ વખતની સ્ટોરીમાં બોન્ડની વફાદારીની ચકાસણી થાય છે. સામાન્ય રીતે હેડક્વાટરમાં જ બેસીને બોન્ડને મદદ કરતી 'એમ'ની સેક્રેટરી મોનીપેની આ વખતે મેદાનમાં ઉતરે છે. એ ઉપરાંત અગાઊની બોન્ડ ફિલ્મોમાં ન થયા હોય એવા ઘણા ફેરફારો આ ફિલ્મમાં છે, જે ફિલ્મ જોતાં ખબર પડી જશે. મોનીપેનીનો રોલ નાઓમી હેરીસે કર્યો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved