Last Update : 31-October-2012, Wednesday

 

ચિદમ્બરમ વ્યાજ દર ઘટાડવાના મતના
મોંઘવારી ઘટાડો પછી વ્યાજદર ઘટાડીશું ઃ આરબીઆઇના ગવર્નર

ત્રીજી નવેમ્બરથી અમલ ઃ જીડીપીનો અંદાજ ૬.૫થી ઘટાડી ૫.૮૦ કર્યો

મુંબઈ,તા.૩૦
નાણાં પ્રધાન ચિદમ્બરમે વ્યાજદર ઘટાડવા માંગણી કરી હોવા છતાં આરબીઆઇએ વધેલી મોંઘવારીના સંદર્ભમાં નીતિ સમિક્ષા જાહેર કરતી વખતે વ્યાજદર યથાવત્ રાખતાં ચિદમ્બરમ નાખુશ થયા છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કોઈની પણ શેહ-શરમ રાખ્યા વગર આદની અર્ધવાર્ષિક ધિરાણ સમીક્ષામાં વ્યાજ દરમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. પરિણામે બેંકો તરફથી આરબીઆઈને અપાતી ધિરાણો પરનો રિવર્સ રેપો રેટ ૭ ટકાનાં સ્તરે યથાવત રખાયો હોવાની જાહેરાત કરાઈ હતી. જો કે બેંકોની પ્રવાહિતા સુધારવા સીઆરઆર (કેશ રિઝર્વ રેશિયો)માં પા ટકાનો ઘટાડો કરી તેને સવાચાર ટકા કરાતાં બેંકોએ તેમની ટાઈમ લાયાબિલીટીનો સાડા ચાર ટકા જેટલી રકમનાં બદલે સવાચાર ટકા જ રિઝર્વ બેંક પાસે કેશ રિઝર્વ રેશિયો તરીકે રાખવી પડશે. આ ફેરફાર તા.૩જી નવેમ્બરથી અમલમાં આવશે. ફુગાવો ઊંચો રહેવાની ધારણાના કારણે આમ આદમીને આગામી મહિનાઓમાં કોઈ જ રાહતની ગુજાહિશ નથી એમ પણ રિઝર્વ બેંકે જણાવ્યું હતું.
બજાર સીઆરઆરમાં અડધો ટકો ઘટાડી તેને ૪ ટકા કરાશે એવી અપેક્ષા રાખતું હતું. સીઆરઆરનાં ઘટાડાના કારણે સિસ્ટમમાં રૃ.૧૭,૫૦૦ કરોડની પ્રવાહિતા વધશે અને તે સરકાર દ્વારા લેવાયેલ આર્થિક સુધારાનાં પગલા માટે પૂરક બની રહેશે. ફુગાવાનો અંદાજ ૭ ટકા પરથી વધારીને વર્ષાન્તે સાડા સાત ટકાનો કર્યો હોવાનું જણાવી રિઝર્વ બેંકનાં ગવર્નર સુબ્બારાવે જણાવ્યું હતું કે ધિરાણ નીતિ મુખ્ય ધ્યાન ફુગાવો અને ફુગાવાજન્ય અપેક્ષાઓને મેનેજ કરવા તરફ છે. રિઝધર્વ બેંકે આ વર્ષનો આર્થિક વિકાસદરનો લક્ષ્યાંક સાડા છ ટકા પરથી ઘટાડી ૫.૮ ટકા કર્યો છે. અને તે માટે વૈશ્વિક તેમ જ સ્થાનિક પરિબળોમાં ઘટેલી માગ અને ઓછા રોકાણો જેવી બાબતોને મુખ્ય ગણાવાઈ છે. ઉપરાંત રિઝર્વ બેંકનાં મતે રાજકોષીય ખાદ્ય તથા ચાલુ ખાતાની ખાદ્ય-બન્ને ખાદ્યનાં સ્તર ચિંતાજનક સપાટીએ રહ્યા છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદનું પ્રમાણ સારું રહ્યું હોવા છતાં પણ ૨૦૧૨નાં ખરીફ પાકનો પહેલો અગોતરો અંદાજ ગત વર્ષની સરખામણીએ નરમાઈ દર્શાવે છે એમ પણ ગવર્નરે જણાવ્યું હતું. નબળા બિઝનેસ અને કન્ઝયુમર કોન્ફીડન્સની સાથે સાથે નિકાસ સ્પર્ધાત્મકતા પણ ઘટી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
નાણા પ્રધાનના ગઈકાલનાં નિવેદન અંગે સુબ્બારાવે જણાવ્યું હતું કે નાણાકીય સુદ્રઢીકરણ માટે તેમણે પુનઃ ખાતરી આપી તેના પગલે નાણા નીતિમાં ફુગાવાને નિયંત્રણમાં લેવા માટેના અને વિકાસ દરને વેગ આપવાના રસ્તા ખુલી ગયા છે. નાણા પ્રધાને ગઈ કાલે પાંચ વર્ષની નાણાંકીય સુદ્રઢીકરણની રૃપરેખા રજૂ કરી હતી જેમાં રોકાણને પ્રોત્સાહન આપવાનાં, ફુગાવાને કાબૂમાં લેવાના અને ભારતને વિકાસના માર્ગે આગળ ધપાવવાના મુદ્દાઓ મુખ્ય હતા.
દરમિયાનમાં નાણાપ્રધાન પી. ચિદમ્બરમે આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સાવચેતીના વલણથી નાખુશ હોવાનું દર્શાવી જણાવ્યંુ હતું કે ફુગાવાને અંકુશમાં રાખવા જેટલું જ આર્થિક વિકાસ-વૃદ્ધિ પડકારરૃપ છે અનેસરકાર આ પડકાર આવશે તો એનો સામનો કરવા સરકાર એકલી આગળ વધશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષા પર પોતાની પ્રતિક્રિયા આપતા ચિદમ્બરમે કહ્યું હતું કે ફુગાવા જેટલો જ પડકાર આર્થિક વિકાસનો છે. જો સરકારને આર્થિક વિકાસના પડકારનો સામનો કરવા એકલું આગળ વધવું પડશે તો એ આ પડકારને એકલા ઝીલશે.
સરકારે પાંચ વર્ષ માટેના રાજકોષીય ખાધ ઘટાડવા શિસ્ત માટેનો રોડ મેપ ધિરાણ નીતિ સમીક્ષા અગાઉ જાહેર કર્યા છતાં ફુગાવાની ચિંતાએ આરબીઆઈ દ્વારા પ્રમુખ વ્યાજ દરો યથાવત રાખવાના લીધેલા નિર્ણયથી ચિદમ્બરમે પરોક્ષ નારાજગી દર્શાવી છે. આરબીઆઈ દ્વારા કેશ રીઝર્વ રેશીયો (સીઆરઆર)માં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યા છતાં ફુગાવાના ઊંચા પ્રમાણને લઈ અન્ય પ્રમુખ દરોમાં કોઈ ઘટાડો નથી કર્યો.
હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ - ભાવાંક - ફુગાવો સપ્ટેમ્બર ૨૦૧૨માં ૭.૮૧ ટકા રહ્યો છે. જે રિઝર્વ બેંકના ૪ થી ૪.૫ ટકાના સ્વીકાર્ય સ્તરથી હજુ ઘણો ઊંચો છે. નાણા પ્રધાન ચિદમ્બરમે કહ્યું હતું કે, સરકાર રાજકોષીય શિસ્ત-કોન્સાલિડેશનના માર્ગે હોવાનો સ્પષ્ટ સંદેશ આપવા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. સરકારની આ માટેની વચન બદ્ધતાને દરેક સમજે એવી એમને અપેક્ષા-આશા છે. ધિરાણ નીતિ મુદ્દે તેમણે વધુ કહ્યું હતું કે, ધિરાણ નીતિના ગર્વનરના નિવેદનના છેલ્લા અમુક પેરેગ્રાફ તેમણે વાંચ્યા નથી, પરંતુ જો એમા ભવિષ્ય માટે આશા બતાવાઈ છે, તો એ ભવિષ્ય પોતે જોવા માગશે. એમ તેમણે રિઝર્વ બેંક દ્વારા ચાલુ નાણાંકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ધિરાણ નીતિ હળવી થવાની દર્શાવેલી શક્તયા-અંદાજો પર બોલતા જણાવ્યું હતું. ચિદમ્બરમે કહ્યું હતું કે કેટલીક વાર બોલવું સારૃ છે, અને ક્યારેક ચૂપ રહેવું સારૃં હોય છે.

કેવાયસીના નિયમો હળવા બનાવાયા
સામાન્ય માણસોને બેંકિંગ વ્યવહાર સરળ થાય તે માટે નો યોર કસ્ટમર્સ (કેવાયસી) ધોરણો હળવા બનાયા હોવાની જાહેરાત પણ રિઝર્વ બેંકે કરી હતી. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ અને આંતરરાષ્ટ્રીય ધોરણોની જોગવાઈઓ હેઠળ કેવાયસી ધોરણોની સમીક્ષા કરી તેમને સરળ બનાવાશે. એવું રિઝર્વ બેંકે તેની સમીક્ષામાં જણાવ્યું હતું.
તે જ રીતે આધાર કાર્ડનો આધાર લઈ તેના ડેટાના આધારે એટીએમમાં અને મર્ચન્ટ ટર્મિનલોમાં બેંકિંગ ટ્રાન્ઝેકશનને ઓથેન્ટીકેટ કરવા પાઈલોટ પ્રોજેકટ પણ દિલ્હીમાં ૧૫મી નવેમ્બરથી શરૃ કરાશે એમ પણ રિઝર્વ બેંકે જણાવ્યું હતું. કોડેડ માહિતીનાં રીકીંગ માટે મેગસ્ટ્રાઈપનાં ઉપયોગ ઉપરાંત આધારની બાયોમેટ્રીક માહિતી પણ કાર્ડ રજૂ કરાય ત્યારે તેની ચકાસણી માટે વાપરી શકાશે.
નેફટ દ્વારા ભંડોળો ટ્રાન્સફર કરવાના વધતા પ્રમાણને અનુલક્ષીને ૧૯મી નવેમ્બરથી સવારે ૮ વાગે એક વધારાનું બેચ કલીયરીંગ હાથ ધરાશે એવું પણ આરબીઆઈએ જણાવ્યું હતું.
ચેકનો ઉપયોગ વિશ્વભરમાં ઘટે છે અને બ્રિટન જેવા દેશો તેને તિલાંજલી આપી રહ્યા છે ત્યારે ડિસેમ્બર સુધીમાં આ મુદ્દે ચર્ચા-વિચારણા શરૃ કરવા એક શ્વેતપત્ર બહાર પડાશે એવો રિઝર્વ બેંકે નિર્દેેશ કર્યો હતો. જો કે પેપર કલીયરીંગ માટેની ચેક માટેની એક સિસ્ટમનું રાષ્ટ્રવ્યાપી રોલ આઉટ આવતા ડિસેમ્બર સુધીમાં શરૃ કરાશે એમ પણ જણાવાયું હતું. તે જ રીતે કોબ્રાન્ડેડ ડેબીટ અને રૃપિયામાં નિર્દીષ્ટ પ્રિપેઈડ ઈન્સ્ટ્રુમેન્ટસ જારી કરવાની બેંકોને જનરલ પરવાનગી અપાઈ છે જે માટે હમણા સુધી રિઝર્વ બેંકની પરવાનગી જરૃરી હતી.

કંપનીના દેવાના રિસ્ટ્રકચરીંગમાં બેંકોએ વધુ જોગવાઈ કરવી પડશે
રિઝર્વ બેંકનાં ડેટા મુજબ પૂર્ણ બેકિંગ વ્યવસ્થામાં માર્ચ ૨૦૧૧ની સ્થિતિ મુજબ કુલ ધિરાણોનાં ૨.૬૬ ટકા એટલે કે રૃ.૧,૦૬,૮૫૯ કરોડનાં મૂલ્યનાં સ્ટાન્ડર્ડ એસેટસનું રિસ્ટ્રકચરીંગ થયું છે. ઓગસ્ટની ૩૧મીએ ક્રિસીલે રજૂ કરેલ અહેવાલમાં જણાવાયું હતું કે સીડીઆર એસેટસનું પ્રમાણ માર્ચ સુધીમાં વધીને રૃ.૩.૨૫ લાખ કરોડ થઈ જશે.
રિઝર્વ બેંક તેના એક્ઝિકયુટીવ ડીરેકટર બી. મહાપાત્રની આગેવાની હેઠળ એક સમિતિની રચના એપ્રિલમાં કરી હતી. આ સમિતિએ સીડીઆર યંત્રણાનો અભ્યાસ કરી તેની ભલામણો આપી છે જે મુજબ પ્રોવીઝન વધારવાનું પગલું તાકીદે હાથ ધરવાનું સૂચન કરાયું છે.

રિઝર્વ બેંકની અર્ધવાર્ષિક ધિરાણ નીતિ સમીક્ષાનાં મુખ્ય મુદ્દાઓ ઉડતી નજરે...
- ધિરાણ આપવા-લેવાનાં ચાવીરૃપ દરો યથાવત રખાયા, રેપોરેટ ૮ ટકા રિવર્સ રેપો ૭ ટકા
- કેશ રિઝર્વ રેશિયો પા ટકા ઘટાડી ૩જી નવેમ્બરથી ૪.૨૫ ટકા કરાતાં રૃ.૧૭,૫૦૦ કરોડની પ્રવાહિતા બેકિંગ સિસ્ટમ્સમાં વધશે.
- જી.ડી.પી.નો વિકાસ દર સાડા છ ટકાથી ઘટાડી ૫.૮ ટકા કરાયો.
- માર્ચના અંતે ફુગાવાનું ટારગેટ ૭ ટકાથી વધારી સાડા સાત ટકા કરાયું
- બૃહદ આર્થિક સ્તરીય સ્થિરતા માટે ડીઝલનાં ભાવ સ્થિર રહેવા જરૃરી
- બેંક રેટ પણ ૯ ટકાનાં સ્તરે જ રખાયો.
- રાજકોષીય ખાદ્ય અને ચાલુ ખાતાની ખાદ્ય વિકાસ સામે પડકાર સમાન.
- સરકારે કરેલ નીતિ વિષયક પહેલાંના કારણે નકારાત્મક બનેલું રોકાણ માટેનું માનસ સુધરવાની અને રોકાણ માટેના સંયોગોમાં પણ સુધારો થવાની સંભાવના
- ધિરાણ નીતિ વિકાસને વગે આપી ફુગાવાને ઘટાડશે.

 

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved