Last Update : 31-October-2012, Wednesday

 

ચીનના ગુઆંગ્ઝી પ્રાંતમાં સન-ટિન્હ વાવાઝોડું ત્રાટકતાં સાતનાં મોત

૭૦ હોડીઓ ગૂમ ઃ વિયેતનામમાં હજારો ઘરોના છાપરા ઉડયાં ઃ ચોખાના પાકને ભારે નુકસાન

બેજીંગ, તા.૩૦
અમેરિકામાં 'સેન્ડી' વાવાઝોડાએ ત્રાહી ત્રાહી મચાવી દીધું છે. તો તેના કટ્ટર આર્થિક પ્રતિસ્પર્ધી ચીનમાં પણ 'સન ટિન્હ' વાવાઝોડાએ દક્ષિણ ચીનના ગુઆંગ્ઝી ઝુઆંગ સ્વાપત વિસ્તારમાં ભારે તબાદી મચાવી છે. આ વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં છ ખાલી બોટ ડૂબી જવા પામી છે. જ્યારે ૭૦ બોટો ગૂમ થઈ ગઈ હોવાનું માલુમ પડયું છે. જો કે અગાઉ ચેતવણી અપાઈ હોવાને કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જો કે પડોશી દેશ વિયેતનામમાં પણ ભારે નુકસાન કર્યું છે.
આ તોફાનને કારણે બેલૂન નદીમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગુઆંગ્ઝી ખાતેના રાહત કર્મીઓએ હોડી પર ફસાઈ ગયેલા ૨૬ વિયેતનામી મહિલા અને બાળકોને બચાવી લીધા છે.
ચીનની સમાચાર સંસ્થાઓએ તેમની સત્તાવાર સમાચાર સંસ્થા શિન્હુઆને આપેલી માહિતી અનુસાર સરકારી ચેતવણીને પગલે તમામ બોટો બંદરમાં લાંગરી દેવામાં આવી હતી. જેમાં ૬ ડૂબી ગઈ છે. જ્યારે ૭૦ બોટો ગુમ થઈ છે.
ડોંગઝીઆંગ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં હજી ભારે વરસાદ પડી રહ્યો છે. કેન્દ્ર સરકારે સ્થાનિક સરકારોને યુધ્ધના ધોરણે રાહત કાર્ય ચલાવવા તેમજ પોતાના વિસ્તારોમાં કોઈ ભૂસ્ખલનનો ભોગ ન બને તેની કાળજી લેવા તાકીદ કરી છે.
જો કે આ વાવાઝોડાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. દક્ષિણ ચીનના હૈનાન પ્રાંતમાં તબાહી મચાવ્યા બાદ આ તોફાન શાંત પડી ગયું છે પણ હજી તેજ હવા વહી રહી છે. સામાન્ય વાતાવરણ થઈ શક્યું નથી.
ચીન અને વિયેટનામમાં ત્રાટકેલા વાવાઝોડાને કારણે ઉત્તર વિયેટનામમાં હજારો ઘરના છાપરાઓ ઉડી ગયા છે. સાત લોકોના મૃત્યુ નિપજેલા છે જ્યારે છેલ્લા ત્રણ દિવસથી ચાલતી આ કુદરતી આફતનો કુલ મૃતાંક ૩૨ ઉપર પહોંચ્યો છે. જ્યારે ૪૩ જણા ઘવાયા છે. વાવાઝોડાએ જમીન પરથી સમુદ્રમાં જતા પૂર્વે ૧૩,૦૦૦ ઘરના છાપવા ઉડાવી દીધા છે. અને ૧૯,૦૦૦ હેક્ટરમાં ચોખાના પાકને નુકસાન પહોંચાડયું છે જ્યારે ચીનમાં એક જણાનું મૃત્યુ થયું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved