Last Update : 31-October-2012, Wednesday

 

વન મિનિટ પ્લીઝ

 

રાષ્ટ્રીય
* અણગમતા ફોન કોલ કે એસએમએસ માત્ર સામાન્ય માણસ માટે જ માથાનો દુઃખાવો બને તેવું નથી. સંચાર મંત્રાલયનું કામકાજ સંભાળતા ટેલિકોમ પ્રદાન કપિલ સિબ્બલ પણ આ દૂષણનો ભોગ બનવામાંથી બચી શકયા નથી ! સિબલે જણાવ્યું હતું કે તેમને દર બે મિનિટે આવા એસએમએસ આવી જાય છે. દૂષણને મુદ્દે ટેલિકોમ નિયંત્રક 'ટ્રાઇ' સાથે ચર્ચા કરી છે અને હવે 'ટ્રાઇ' નક્કર પગલાં ભરશે. અને ભવિષ્યમાં આ સમસ્યાનો કોઇને સામાનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરશે.
* લોકોના પાપ ધોઇને પ્રદૂષિત બન્યા બાદ પણ પવિત્રતાથી પૂજાતી નદી યમૂનાને ચોખ્ખી કરવા પાછળ ચાર હજાર કરોડનું આંધણ કર્યા છતાં સંતોષકારક પરિણામ મળ્યું નથી. જેના કારણે સર્વોચ્ચ અદાલતે આ ખર્ચ અંગે કેન્દ્ર, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને હરિયાણા સરકાર પર પ્રશ્નોનો મારો ચલાવ્યો છે. આટલો ખર્ચ કર્યા બાદ નદીની સ્થિતિ અંગે અદાલતે અનેક ખુલાસા માગ્યા છે. કોર્ટના કહેવા મુજબ યમુનાનું પાણી હજુ પણ અતિશય પ્રદૂષિત છે...
* સમાજવાદી પક્ષના ધારાસભ્ય શારદા પ્રસાદ શુકલ દેહરાદૂનમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તાજેતરમાં જ 'કાયદેસરના પિતા' બનેલા નારાયણ દત્ત તિવારીને મળ્યા હતાં. આ મુલાકાતના એક દિવસ બાદ તિવારીના ભાણેજ ભવાની દત્ત ભટ્ટે સપાના વડા મુલાયમસિંહ સાથે બેઠક યોજતા ઉતરાખંડથી માંડીને ઉત્તરપ્રદેશ સુધી રાજકીય ગુસપુસ શરૃ થઇ ગઇ છે! રાજકીય નિષ્ણાંતોના મતે લોકસભા ચૂંટણી અગાઉ મુલાયમ આ બન્ને રાજ્યોની બ્રાહ્મણ મતબેંકને ગજવે ભરવા માંગતા હોવાની શક્યતા છે... તમામ અટકળો વચ્ચે તિવારી સપામાં જોડાશે તેવી શક્યતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો મુદ્દો બની છે.
* ચૂંટણી આવે એટલે રાજકારણીઓમાં ઘર (પક્ષ) બદલવાની કવાયત શરૃ થાય...! કોંગ્રેસના નારાયણ દત્ત તિવારી સપામાં જોડાશે તેવી અટકળો છે ત્યારે બીજી બાજુ ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહ ફરીથી તેમના ઘર (પક્ષ) ભાજપમાં પરત ફરવા સક્રિય બન્યા છે. જોકે તેમના ભાજપમાં પુનઃ પ્રવેશનો ચોક્કસ દિવસ હજુ નક્કી નથી. સિંહ અને ભાજપની ટોચની નેતાગીરી વચ્ચે આ મુદ્દે અનેક ચર્ચા બેઠકો થઇ છે અને અંતિમ નિર્ણય હાલ ભ્રષ્ટાચારના આરાપોનો સામનો કરી રહેલા ભાજપના પ્રમુખ નીતિન ગડકરીને મળ્યા બાદ લેવાશે તેવું સિંહનું કહેવું છે... ભાજપના એ સમયના પોસ્ટર બોય કલ્યાણ સિંહનો દાવો છે કે તેમની પાસે ભાજપને ફરીતી મજબુત બનાવવાની જડીબુટ્ટી છે અને તેને સ્વીકારાય તો પક્ષ નવી ઊંચાઇએ પહોંચી શકશે... તેમ છતાં કલ્યાણને પાછાં લેવાથી ભાજપનું કલ્યાણ થશે કે કેમ તે પ્રશ્ન તો ઊભો જ છે.
* વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનો કાયદો અસરકારક રીતે અમલી બને તે માટે ઉત્તરપ્રદેશ સરકારના પરિવહન પ્રધાન મહેન્દ્ર અરિદામન સિંહ હવે મરણીયા બન્યા હોય તેવું લાગે છે. તેમણે પોલીસ અને વહીવટી તંત્રને તાજેતરમાં જ ફરમાન કર્યું છે કે હેલ્મેટ ન પહેરી હોય તેવા વાહન ચાલકોને હવે પેટ્રોલપંપ પર પેટ્રોલ આપવું જ નહીં... એટલે કે હેલ્મેટ ન હોય તો પેટ્રોલ જ ન મળે.... પેટ્રોલ ન હોય તો વાહન ન ચાલે અને વાહન રસ્તા પર દોડવાનું જ ન હોય ત્યારે ચાલકે હેલ્મેટ પહેરી છે કે નહીં તેનો પ્રશ્ન જ ઊભો ન થાય...!

આતરરાષ્ટ્રીય
* શાળામાં ઘરકામ અથવા તો 'લેસન' તરીકે એકડા કે એબીસીડી લખી લાવવાનું કહેવાતું. કોલેજમાં ઘરકામ તરીકે પ્રોજેક્ટ અપાતા હોય છે પણ અમેરિકાના ન્યૂયોર્કની યુનિવર્સિટીએ તેના વિદ્યાર્થીઓને આપેલા ઘરકામથી અમેરિકી પોલીસ રોષે ભરાઇ છે! આ યુનિવર્સિટીના 'ટ્રાન્સનેશનલ ટેરરિઝમ'ના વિદ્યાર્થીઓને આતંકવાદી હુમલાની કાલ્પનિક યોજના તૈયાર કરવાનું ઘરકામ અપાયું છે. યુનિવર્સિટીના આ પગલાને અમેરિકી પોલીસે ૧૧ સપ્ટે. ૨૦૦૧ના આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પોલીસ કર્મીઓના અપમાનરૃપ ગણાવ્યું છે. જોકે આ અભ્યાસક્રમ ચલાવતા મહાશય નૌકાદળના ભૂતપૂર્વ અપરાધ તપાસકારનું કહેવું છે કે આ કવાયતનો હેતુ ગુપ્તચર, પોલીસ અને આતંકવાદ વિરોધી દળ સહિતના ક્ષેત્રો માટે વિદ્યાર્થીઓને સજ્જ કરવાનો છે... હવે આ મહાશયનો કોણ સમજાવે કે 'ઝેરના પારખાં ન હોય!!!'
* અખાતી દેશ બહેરિનની સરકારે દેશમાં વધતી જતી હિંસાની ઘટનાઓના પગલે તમામ પ્રરકારના વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. સુન્ની શાસનવાળા દેશમાં આ પ્રતિબંધના કારણે કટોકટી જેવી સ્થિતિ ઊભી થઇ છે. આ દેશમાં ૨૦ મહિના અગાઉ શિયા બહુમતીએ રાજકીય દબદબો મેળવવા બળવો પણ કર્યો હતો. અને હવે તેઓ કોઇ દેખાવો કરશે તો તેમની ધરપકડ સહિતના પગલાની પણ શક્યતા છે.
* આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોએ યુક્રેનની સામાન્ય ચૂંટણીઓમાં ગેરરીતિ થયાનું તારણ રજૂ કર્યું છે. તેમના માતે આ ચૂંટણીઓમાં હસ્તક્ષેપ અને અન્ય શોષણો થયા હતાં. યુરોપની પાર્લામેન્ટરી એસેમ્બલી ઓફ કાઉન્સિલ (પીએસીઈ)ના નિરીક્ષણ મિશનના વડા એન્ડ્રીઆસ ગ્રોસે જણાવ્યું હતું કે યુક્રેનમાં વધુ સારી ચૂંટણી યોજાઇ શકી હોત. તેમણે ચૂંટણી અગાઉના મિડિયા કવરેજને પણ અયોગ્ય ગણાવીને ચૂંટણીમાં ભંડોળને લગતી પારદર્શિતા ન હોવાનું નોંધ્યું હતું. ઉલ્લેખનીય છે કે રવિવારે થયેલા મતદાનમાં યુક્રેનના પ્રમુખ વિકટર યૉકોવિચના શાસક પક્ષને ૩૩ ટકા મતો મળવાની શક્યતા છે. આ મતદાન વિકટની સાથે યુક્રેનની લોકશાહી માટે અગ્નિપરીક્ષા સમાન છે.
* જાપાનના સૌથી વ્યસ્ત હવાઇમથકોમાં ગણાતા સેન્ડાઇ એરપોર્ટ પાસે ગટરનું ખોદકામ કરતાં મજૂરોને બીજા વિશ્વ યુધ્ધ વખતનો ફૂટયા વગરનો બોમ્બ હાથ લાગ્યો હતો. જેના કારણે આ એરપોર્ટની તમામ ફ્લાઇટ રદ્ કરવાની ફરજ પડી હતી. ૭૦ વર્ષ અગાઉ યુધ્ધ સમયે અમેરિકી વિમાનોએ પડતા મૂકેલા હોવાનું મનાતા આ બોમ્બનું વજન ૨૨૫ કિ.ગ્રા. જેટલું છે. સૂત્રોના કહેવા મુજબ બોમ્બની લંબાઇ ૪૩ ઈંચ અને વ્યાસ ૩૫ સેન્ટિમિટરનો છે... નસીબજોગે આ બોમ્બ ફુટયો નથી પણ જો તે ફુટયો હોત તો ૧ કિ.મી. કરતાં પણ વધુ મોટા વિસ્તારનો કચ્ચરઘાણ નીકળી જાત!
* 'બેં બેં, સા... મેં તો જરનલ બન ગયા...!' કહેવાય છે કે ફૌજીઓ ઉપકાર ભુલતા નથી. ૧૯૧૯માં એંગ્લો-અફઘાન યુધ્ધ દરમિયાન અંગ્રેજી સૈન્યનો હિસ્સો રહેલી ગઢવાલ રાઇફલની એક ટુકડીએ અણીના સમયે મદદરૃપ થયેલા બકરાને તેની કામગીરીના ઈનામરૃપે 'જનરલ'નો દરજ્જો આપ્યો છે. આ યુધ્ધમાં અંગ્રેજી સેનાના ૧૭૦૦ જવાનો માર્યા ગયા હતાં. વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા જવાનોને જાણે બચાવવા જ આવ્યો હોય તેમ આ બકરો ઝાંખરામાંથી અચાનક બહાર આવ્યો... તેને પકડવા જવાનો પાછળ દોડયા અને પરિણામ રૃપે તેમને જમીનમાં દાટેલા બટેટાનો મોટો જથ્થો હાથ લાગ્યો. બકરાએ ભૂખે મરતા જવાનોને બચાવી લીધા... આ બકરાને સૈનિક બેરેકમાં ખાસ રૃમ અપાયો અને લેંસડોનની બજારમાં બકરાભાઇ મનફાવેતે ખાઇ શકતા. તે સમયે બકરો મનમાં કદાચ ઉપર લખેલી ગીતની પંક્તિ ગાતો હશે... ટૂંકમાં જમીનમાંથી મળેલા બટેટા આ બકરા અને અંગ્રેજી સૈન્ય બન્નેને ફળ્યા!

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved