Last Update : 31-October-2012, Wednesday

 

ઓબામાએ ગંભીર આપત્તિ જાહેર કરી ઃ પ્રમુખ પદની ચૂંટણીનો પ્રચાર મોકૂફ ઃ ૨૦ અબજ ડોલરનું નુકસાન
સેન્ડીએ અમેરિકાની તબાહી કરી ઃ ૩૩નાં મોત

૧૩,૦૦૦ ફ્લાઇટ રદ્દ ઃ અનેક વૃક્ષો ધરાશાયી ઃ અંધારપટ ઃ ૧૩ ફૂટ સુધી મોજાં ઊછળ્યાં ઃ ૧૨૯ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો ઃ ૭૫ લાખ અસરગ્રસ્ત

ન્યૂયોર્ક, તા. ૩૦
અમેરિકાના પૂર્વ કાંઠે આજે સેન્ડી વાવાઝોડું ત્રાટકતા ભારે વરસાદ અને અંદાજે ૧૨૯ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂકાયેલા પવનને કારણે ૩૩ લોકોનાં મોત થયાં હતાં. આ વાવાઝોડાના કારણે લાખો લોકો અંધારપાટનો સામનો કરી રહ્યા છે. ૧૮૮૮ પછી પ્રથમ વખત ન્યૂયોર્ક સ્ટોક એક્ષચેન્જને સળંગ બે દિવસ બંધ રાખવાની ફરજ પડી હતી. આ તમામ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ વાવાઝોડાને મોટી આફત જાહેરાત કરી છે. આ વાવાઝોડાને કારણે અમેરિકાને ૧૦ થી ૨૦ અબજ ડોલરનું નુકસાન થયું હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં ૧૩,૦૦૦થી વધુ ફલાઇટો રદ કરવામાં આવી છે. ન્યૂયોર્ક શહેરમાં આવેલ જોહન એફ. કેનેડી એરપોર્ટ અને આ ક્ષેત્રના અન્ય એરપોર્ટો બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે હજારો યાત્રીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
અમેરિકાના દસ રાજ્યોમાં વસતા ૭.૫ અબજ લોકો અંધારપાટનો સામનો કરી રહ્યા છે. વાવાઝોડાને કારણે મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશયી થયા છે. આ વાવાઝોડાથી ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ બંને શહેરોમાં ચારે બાજુ પાણી ભરાઇ ગયા છે. ન્યૂજર્સીમાં ૧૨૯ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ન્યૂયોર્ક શહેરમાં ૧૩ ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે ન્યૂજર્સીમાં મોટા પ્રમાણમાં ભારતીયો વસે છે. આ વાવાઝોડાના કારણે કેરેબિયન દેશોેમાં પણ ૬૭ લોકોનાં મોત થયા છે. ન્યૂયોર્ક અને ન્યૂજર્સીની હોસ્પિટલોમાં વીજળી ન હોવાને કારણે દર્દીઓની સારવારમાં મુશ્કેલી ઉભી થતા તેમને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં હતાં. વાવાઝોડાને કારણે શાળાઓ, કોલેજો અને સરકારી કાર્યાલયો બંધ રાખવામાં આવ્યા હતાં. કુદરતી આફતને કારણે અમેરિકન પ્રમુખની ચૂંટણી માટે ચાલી રહેલો પ્રચાર બંધ કરી દેવામાં આવ્યો છે. અમેરિકન પ્રમુખ ઓબામાએ ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં ત્રાટકેલા વાવાઝોડાને મોટી આફત જાહેર કરી છે. તેમણે આ વાવાઝોડામાં મકાન અને દુકાન ગુમાવનારા લોકો માટે મદદ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર મિટ રોમનીએ પણ પોતાના પ્રચાર કાર્યક્રમોને રદ કરી દીધા છે.
વાવાઝોડાને કારણે અમેરિકાને ૧૦થી ૨૦ અબજ ડોલરનું નુકસાન થયું હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ આંકડા વાવાઝોડાની વિનાશકતા દર્શાવે છે. ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, પેન્નસીલવેનિયા, કોનેક્ટિક્ટ, મેરીલેન્ડ, ઉત્તર કોરોલિના અને પશ્ચિમ વર્જિનિયામાં કુલ ૧૭ લોકોનાં મોત થયા છે. મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ છે. જેમાં એક બાળકની ઉંમર તો માત્ર આઠ વર્ષની જ છે. વૃક્ષો પડવાને કારણે કેટલાક લોકોના મોત થયા હોવાનુ જાણવા મળ્યુ છે.
ન્યૂયોર્ક શહેરમાં લાગેલી ભીષણ આગમાં ૮૦થી ૧૦૦ મકાનો ખાક થઇ ગયા છે. શહેરમાં ચારે તરફ પાણી ભરાઇ ગયા હોવાથી ફાયરબ્રિગેડને આગને કાબૂમાં લેવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. મેનહેટ્ટનના સબ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટને કારણે ઘણા વિસ્તારમાં અંધારપાટ છવાઇ ગયો છે.
વાવાઝોડા અને પાણી ભરાઇ જવાના કારણે યુએસ ન્યુકિલયર રેગ્યુલેટરી કમિશને ન્યૂ જર્સીમાં આવેલા ઓઇસ્ટર ક્રિક ન્યૂકિલઅર પાવર પ્લાન્ટ માટે એલર્ટ જારી કર્યુ છે. આ ઉપરાંત ન્યૂ જર્સી અને ન્યૂયોર્કમાં આવેલા અન્ય બે અણુ વિદ્યુત મથકોને પણ તકેદારી માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.

૨૦૦૪માં પૂનમના દિવસે જ મુંબઈ નજીક 'ઓનિલ' વાવાઝોડું ત્રાટક્યું હતું
૨૦૦૪માં મુંબઈથી ૪૬૫ કિલોમીટરના અંતરે સમુદ્રમાં શરૃ થયેલા ઓનિલ વાવાઝોડાએ ભારતના પૂર્વ કાંઠાના વિસ્તારો અને પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ખાનાખરાબી સર્જી હતી. પૂનમના દિવસે જ ત્રાટકેલા આ વાવાઝોડામાં મુંબઈ અને હૈદ્રાબાદમાં ભારે વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. આ વાવાઝોડામાં ૧૦૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.

અમેરિકાના ટોપ ટેન ખર્ચાળ વાવાઝોડાં
ન્યૂ યોર્ક, તા.૩૦
સેન્ડી નામનું વાવઝોડું અમેરિકાને પાયમાલ કરી રહ્યું છે. કેટલા અબજ ડોલરનું નુકસાન થશે એ હાલ કહી શકાય એમ નથી. દરમિયાન ભૂતકાળમાં મોંઘા પડેલા વાવાઝોડાંઓનું લિસ્ટ તપાસો..

નામ

વર્ષ

નુકસાન

 

 

(અબજ ડોલર)

કૈટરીના

૨૦૦૫

૧૦૮

ઈકે

૨૦૦૮

૨૯.૫

એન્ડ્રયુ

૧૯૯૨

૨૬.૫

વિલમા

૨૦૦૫

૨૧.૦

ઈવાન

૨૦૦૭

૧૮.૮

ઈરીન

૨૦૧૧

૧૫.૮

ચાર્લી

૨૦૦૪

૧૫.૧

રીટા

૨૦૦૫

૧૨.૦

ફ્રાન્સિસ

૨૦૦૪

૯.૫

એલિસન

૨૦૦૧

૯.૦

* સેન્ડીનો ઘેરાવો ૧૬૦૯ કિલોમીટરનો હતો.
* અમેરિકામાં ૧૦૮ વર્ષમાં પહેલીવાર સબ-વેમાં પાણી ઘૂસી જતાં ટ્રેન્ વ્યવહાર ઠપ. અનેક વિસ્તારોમાં ભારે બરફ વર્ષા
* ગ્રાઉન્ડ ઝીરોમાં પણ પાણી ઘૂસી ગયા
* સબ સ્ટેશનમાં પાણી ઘૂસી જતાં પ્રચંડ વિસ્ફોટ ઃ અનેક વિસ્તારમાં અંધારપટ
* સેન્ડીનું તાંડવ હજુ ૪૮ કલાક યથાવત રહેવાની શક્યતા.

પરમાણુ પ્લાંટમાં પાણીનું સ્તર ખતરનાક બન્યું
એન.જે.ની ટોમ્સ નદીને કિનારે આવેલા ઓઈસ્ટર ક્રીક ન્યુક્લિયર પ્લાંટમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાને કારણે તે પ્લાંટની 'કૂલીંગ સીસ્ટમ' સામે જોખમ સર્જાયું છે.
અણુ પ્લાંટમાં તેની ભઠ્ઠી કરતા પણ ચારે તરફથી તે ભઠ્ઠીને ઠંડી રાખતી 'કુલીંગ સીસ્ટમ' મહત્વની ગણાય છે. જે સુર્યની જેમ ધધકતી અણુ ભઠ્ઠીની ગરમીને બહારની બાજુએ સતત નિયંત્રણમાં રાખે છે. હવે ઓઈસ્ટર ક્રીક પ્લાંટમાં વધતી જતી પાણીની સપાટી જો મર્યાદા બહાર જાય તો કૂલીંગ સીસ્ટમ ખોરવાઈ શકે છે. તો અમેરિકામાં પણ ફુકુશીમાનું પુનરાવર્તન થાય તેવું બની શકે.

ન્યૂયોર્કમાં મેડિકલ સેવાને અસર
૨૦૦ દર્દીઓ ખસેડાયા
વાવાઝોડાની વિપરીત અસર ન્યુયોર્કની તબીબી સેવા પર પણ પડી છે. ન્યુયોર્કના લેગોન મેડીકલ સેન્ટરમાંથી ૨૦૦ દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે.
જ્યારે ન્યુયોર્કની બેલેવ્યુ હોસ્પીટલના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું છે. તેમજ ત્યાં વીજળી ગુલ થતા તે હોસ્પીટલને બંધ કરી દેવામાં આવી છે.
જોકે હોસ્પીટલને વીજળી પુરી પાડવામાં પ્રાથમિકતા આપવા તેમજ એમ્બ્યુલન્સને બળતણ આપવામાં અગ્રતા આપવા સુચના અપાઈ છે.

અમેરિકાના ગુરુદ્વારા લોકોના આશ્રય સ્થાન બન્યા
અમેરિકાના પૂર્વ કિનારે ત્રાટકેલા વાવાઝોડાને કારણે જે લોકોને સ્થળાંતર કરવું પડયું તેમાં ત્યાંના શીખ ગુરૃદ્વારાઓ મહત્વના આશ્રય સ્થાન બની રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય શીખ ફોરમે મંગળવારે વિધિસર જાહેરાત કરી દીધી હતી કે અસરગ્રસ્ત લોકો ગુરૃદ્વારામાં આશ્રય લઈ શકે છે.
દેશભરના ગુરૃદ્વારામાં તે સંદર્ભે વ્યવસ્થા કરવામાં આવી છે. અમને આ મુશ્કેલ ઘડીએ અસરગ્રસ્ત લોકોને મદદરૃપ થવાનું ગમશે તેમ અમેરિકન ગુરૃદ્વારા પ્રબંધક કમિટીએ કેલીફોર્નિયાના ફ્રીમાઉન્ટ ખાતે જણાવ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved