Last Update : 31-October-2012, Wednesday

 

'વેપારીના ભરણા'માં આવેલી જાલીનોટોની તપાસ SOG કરશે
૫૦૦ની નોટના બે અલગ હિસ્સાને જોડી 'જાલીનોટ' બનાવનાર કોણ?

રેવડીબજારના વેપારીની જાણ બહાર ૫૦૦ના દરની ૪૦ જાલીનોટો કોણે મૂકી? તહેવારમાં ગેરલાભ લેવાનો ઈરાદો

અમદાવાદ, મંગળવાર
સેટેલાઈટની આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કમાં વેપારીના ભરણામાં ૫૦૦ના દરની ૪૦ જાલીનોટો કોણે ઘૂસાડી? કોણે બનાવી? એક જ નોટના બે અલગ અલગ હિસ્સાને જોડી જાલીનોટ બનાવનાર શખ્સ કોણ? વગેરે સવાલોનો જવાબ મેળવવા તપાસ સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપને સોંપાઈ છે. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ જાલીનોટ કેસની તપાસ કરતી ખાસ એજન્સીને આ કાર્યવાહી સોંપાઈ છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, રેવડીબજારના વેપારીને એક જ બંડલમાં ૪૦ જાલીનોટો અંગે જાણકારી નહોતી. આ સંજોગોમાં દિવાળીના તહેવારમાં જાલીનોટો ઘૂસાડી ગેરલાભ લેવાનો કોઈ સ્થાનિક શખ્સનો ઈરાદો હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ આગળ વધી રહી છે.
સેટેલાઈટ વિસ્તારમાં આવેલી આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કમાં કાપડના વેપારી ગીરીશભાઈ લુધાણીએ ભરેલા ૬.૨૮ લાખમાં ૫૦૦ની નોટોના એક બંડલમાં ૪૦ જાલીનોટો મળી આવતાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં બેન્કે ફરિયાદ નોંધાવી હતી. વેપારી નિત્યક્રમ મુજબ પૈસા ભરી બેન્કમાંથી નીકળ્યા હતા. એક બંડલમાં ૫૦૦ના દરની ૪૦ એટલે કે ૨૦,૦૦૦ની જાલીનોટો હોવાની જાણ થતાં બેન્કે વેપારીને ફોન કરતાં વેપારી પરત ફર્યા હતા. વેપારીએ નોટો બદલી આપવા તૈયારી બતાવી હતી પણ બેન્કે ફરિયાદ નોંધાવવાનું કાયદાકીય રીતે યોગ્ય પગલું ભર્યાનું પોલીસ કહી રહી છે.
જો કે, સેટેલાઈટ પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછ બાદ વેપારી ગીરીશભાઈ લુધાણીની જાલીનોટ અંગે સીધી સંડોવણી જણાઈ નથી. પોલીસ કહે છે કે- શુક્રવારથી રવિવાર, રજાના ત્રણ દિવસો દરમ્યાનના વકરાની રકમ જમા કરાવવા વેપારી સોમવારે બેન્કમાં ગયા ત્યારે કુલ ૭૮૩ ચલણી નોટોમાંથી ૪૦ નોટો જાલી નીકળી હતી. ત્રણ દિવસ દરમ્યાન પાંચથી છ વેપારી મોટી રકમ ગીરીશભાઈને આપી ગયા હોવાની વિગતો પોલીસને મળી છે. જો કે, જાલીનોટો નીકળી તે બંડલ કયા વેપારીનું છે? જાલીનોટો કયા સંજોગોમાં આવી? વગેરે બાબતે અજાણ હોવાનું રેવડીબજારના વેપારી, બેન્કે દર્શાવેલા આરોપી ગીરીશભાઈ કહે છે.
પોલીસને સૌથી મોટું આશ્ચર્ય એ વાતનું છે કે, ૫૦૦ના દરની જાલીનોટ બે સાચી નોટના ટુકડા સ્કેન કરીને બનાવેલી હોય તેવી જણાય છે. નોટના ડાબી બાજુના હિસ્સામાં નીચે અલગ-અલગ સિરીયલ નંબર છે. પણ, જમણી બાજુમાં ઉપરની બાજુએ ૨૦ નોટમાં એક જ સિરિયલ નંબર છે જેનો છેલ્લા ત્રણ આંકડા ૪૫૬ છે. જ્યારે, બાકીની ૨૦ નોટમાં છેલ્લા ત્રણ આંકડા ૧૫૫ છે. બે નોટ ચોંટાડેલી હોય તેવી પ્રતિતિ થાય અને પહેલી નજરે જ ઓળખાઈ જાય તેવી જાલીનોટ સ્થાનિક વ્યક્તિએ જ સ્કેન કરી, પ્રિન્ટ કાઢીને બનાવેલી જણાય છે. બે અલગ-અલગ નોટને જોડીને 'જાલીનોટ' બનાવનાર કોણ? તે સવાલનો જવાબ મેળવવા તપાસની કાર્યવાહી હવે સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપ દ્વારા કરવામાં આવશે.
તપાસનિશ, એસ.ઓ.જી.ના પી.એસ.આઈ. પી.જી. વડિયાએ કહ્યું કે- સેટેલાઈટ પોલીસમાં નોંધાયેલી ફરિયાદના કેસ પેપર્સ મળ્યાં છે તેનો અભ્યાસ કરી તપાસ આગળ ધપાવાશે.

એક જાલીનોટમાં બે હિસ્સામાં 'અલગ કાગળ'નો અહેસાસ
* ૫૦૦ના દરની ૪૦ જાલીનોટો કઈ રીતે બનાવાઈ? તે અંગે સેટેલાઈટ પોલીસ, ક્રાઈમ બ્રાંચ અને સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપ પણ વિમાસણમાં છે. ખરી ચલણી નોટના અલગ-અલગ બે હિસ્સાને સ્કેન કરીને બનાવાયેલી જાલીનોટના કાગળના સ્પર્શથી બે હિસ્સા હોય તેમ જણાય છે. ડાબી બાજુનો કાગળ લીસ્સો જણાય છે તો જમણી બાજુનો કાગળ થોડો ખરબચડો જણાય છે. જાલીનોટ બનાવનારે એક જ નોટમાં અલગ-અલગ સિરિયલ નંબર શા માટે રાખ્યા? તે સવાલનો જવાબ મેળવવા પોલીસ તત્પર છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved