Last Update : 31-October-2012, Wednesday

 

વૈશ્વિક સંકેતો અને ઓછા પુરવઠે ઘઉંના ભાવોમાં જોવાયેલો ઉછાળો

દિલ્હીના બજારમાં કિવન્ટલે રૃ.૧૫૭૫નો ભાવ એપ્રિલથી હમણા સુધીમાં ૨૦ ટકાનો વધારો સૂચવે છે

મુંબઈ,તા.૩૦
એક તરફ ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનાં ગોદામો ઘઉંથી ઊભરાઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ છૂટક ઘઉંના ભાવમાં સાત મહિનામાં ૨૫ ટકાથી પણ વધુ ઉછાળો જોવાયો છે. એફસીઆઈનાં ગોદામોમાં ૪૩૧.૫ બફર અને વ્યૂહાત્મક અનામતોની જોગવાઈ કરતાં અંદાજે ૩ ગણો ગણાય અને છતાં પણ ઘઉંના ભાવ વધતા જાય છે એ ચિંતાનો વિષય છે.
દિલ્હીમાં કિવન્ટલનાં રૃ.૧૫૭૫નાં ભાવે ઘઉં વેચાય છે જે એપ્રિલનાં રૃ.૧૨૫૦થી ૧૩૦૦ના ભાવથી અંદાજે ૨૦ ટચકા ઊંચા છે.
નવેમ્બર ૨૦૧૨ ડિલીવરીનાં ઘઉંના વાયદાના કોન્ટ્રાકટમાં આજે ભાવ ૧૫૮૭ આસપાસ રહ્યો હતો. ડિસેમ્બર ડિલીવરીનાં કોન્ટ્રાકટમાં ભાવ રૃ.૧૫૯૭ જેવો હતો.
ખુલ્લા બજારમાં ભાવ વધવા પાછળ પુરવઠાની તંગ સ્થિતિ અને ખાનગી સ્ટોક લગભગ ખલાસ થઈ ગયો હોવાનાં કારણો વેપારી વર્ગે જણાવ્યા હતા. ઓપન માર્કેટ સેલ સ્કીમમાં સ્ટોક રિલીઝ કરવામાં સરકાર ધીમી હોવાનું પણ વેપારીઓનું માનવું હતું ૭૦ લાખ ટન ઘઉં ઓએંએસએસમાં રિલીઝ કરવાની દરખાસ્ત હજુ કેન્દ્રીય પ્રધાન મંડળ સમક્ષ મંજૂરી માટે પડી હોવાનું આ સૂત્રોએ જણાવ્યું હતું.
સપ્ટે. ૨૦૧૨માં ઘઉંના ભાવો વધવાના કારણે ફુડ ઈન્ફલેશન વધુ હતો. ઘઉંના ભાવમાં ૧૮.૬૩ ટકાના વધારાના કારણે ફુડ ઈન્ફલેશન ૭.૮૧ ટકા પર સપ્ટે.માં પહોંચ્યો હતો. ૧૫મી નવેમ્બરથી યુક્રેઈને ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકયો હોવાથી ભારતની નિકાસો વધવાની સંભાવનાએ પણ ભાવ મજબૂત રહ્યા હતા. સ્થાનિકમાં તહેવારોને અનુલક્ષીને પણ માગ વધતા ભાવ વધારાનું વલણ જોવાયું છે. યુક્રેઈનમાં પાકમાં ૩૩ ટકાનો ઘટાડો થતાં તેણે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતમાંથી ખાનગી વેપારીઓએ ૩ કરોડ ટન ઘઉંની નિકાસ કરી હોવાના અહેવાલો હતા. સરકારે પણ ૮ લાખ ટન નિકાસ માટેનાં કોન્ટ્રાકટ કર્યા છે જેમાંથી માત્ર ૪ લાખ ટનની જ નિકાસ કરી છે. નિકાસો મુખ્યત્વે કોરિયા, તાઈવાન જેવા દૂર પૂર્વનાં દેશો અને બંગલાદેશ, શ્રીલંકા અને યમન જેવા રાષ્ટ્રો ખાતે થઈ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved