Last Update : 31-October-2012, Wednesday

 

ફુગાવો વધશે કે ઘટશે ? એ રિઝર્વ બેન્ક પણ જાણતી નથી...!?

ખાધ ઘટાડવા સબસીડી કપાઈ તો ફુગાવો વધ્યો ઃ અન્ન ભાવ વધારો અંકૂશ બહાર છે

નવી દિલ્હી, મંગળવાર
આગામી મહિનાઓમાં ફુગાવો વધશે કે ઘટશે? તે વિશે તમો કશું જાણવા માગતા હો તો, રિઝર્વ બેંકનું 'મોનીટરી સ્ટેટમેન્ટ' પણ સહાયરૃપ થઈ શકે તેમ નથી.
ફુગાવા અંગે અનેક વિરોધાભાસી નિવેદનો પ્રસિદ્ધ થઈ રહ્યાં છે. તો બીજી તરફ રિઝર્વ બેન્કે જ તેનો પૂર્વનો ૭ ટકાના દરનો અંદાજ સુધારી ૭.૫ ટકા કરી દીધો છે. કહેવાની ભાગ્યે જ જરૃર છે કે, ફુગાવા અંગે રસ્તા પરના માનવીની જેમ જ, આરબીઆઈ પાસે પણ કોઈ ઉત્તર નથી, જે નીચેના બે પેરેગ્રાફ પરથી જ જાણી શકાશે.
''ફુગાવાની નીચેની બાજુએ જોતાં ધીમો વિકાસ દર અને ફાજલ ઉત્પાદન શક્તિ 'કોર-ઈન્ફ્લેક્શન' ઘટાડી શકે. આથી ભાવો સ્થિર રહે, શ્રેષ્ઠ ચિત્ર તો તે હશે કે ચીજવસ્તુઓનાં ભાવોમાં ઘટાડો દેખાશે. રૃપિયાનું મૂલ્ય વધે તો પણ ફુગાવો કાબૂમાં આવવા સંભવ છે. વિશેષતઃ ચીજવસ્તુઓના ભાવો પણ, આયાત 'સોંઘી' થતાં ઘટવા સંભવ છે.''
પરંતુ....,
બીજી તરફ પૂરવઠાની સતત ખેંચ, અને વધતી જતી માંગ ભાવો ઉપર દબાણ કરશે જ. રૃપિયાની કિંમતનો ઘટાડો તો વૈશ્વિક નાણાંકીય અસ્થિરતાનું પરિણામ છે. આથી પણ આયાતી ચીજોના ભાવ વધી શકે. આને 'આયાતી મુદ્રાસ્ફિતી (ફુગાવો) જ કહી શકાય. આ ઉપરાંત, ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં વેતનના દરો વધ્યા છે. આથી પણ ભાવ વધારો થાય છે. વધુમાં કેટલીયે ચીજવસ્તુઓમાં 'અન્ડર-પ્રાઈસિંગ' ''ફિસ્કલ કોન્સોલીડેશન પ્રોસેસ'' (નાણાંકીય પુનર્વ્યવસ્થા પ્રક્રિયા) દ્વારા સમતોલ કરવા પ્રયત્નો કરાતા હોવા છતાં ફુગાવો તો, ખુલ્લેઆમ બહાર પડી ગયો છે.
હવે, રિઝર્વ બેન્કે જે કહ્યું નથી તે જોઈએ, નક્કર વાસ્તવિકતા તો તે છે કે, જ્યાં સુધી પૂરવઠાના પ્રશ્નોના ઉત્તરો નહીં મળે અને માંગમાં વધારો નહીં થાય ત્યાં સુધી બધાં જ પગલાઓ સામાં પડે તેમ છે. વળી આરબીઆઈએ પોતે જ કબુલ્યું છે કે, તે વૈશ્વિક અર્થતંત્ર અંગે નિરાશાવાદી (બેરીશ) છે. તેટલું જ નહીં, પરંતુ અમેરિકા અને યુરોપની ઢીલી નાણાંકીય નીતિઓ પણ ચીજવસ્તુઓના ભાવો ઊંચકી શકે તેમ છે.
સૌથી વધુ ગંભીર પ્રશ્ન તો, ખાદ્ય પદાર્થો વિશેષતઃ અન્નનો ભાવ વધારો છે. જે સ્થાનિક તેમજ વૈશ્વિક પરિબળો બંને ઉપર આધારિત છે. વાસ્તવમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ખરીફ પાક ૯.૮ ટકા જેટલો ઓછા થવા સંભવ છે. વિશ્વના વિશાળ અન્ન-ઉત્પાદક પ્રદેશોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ પ્રવર્તતી હોવાથી, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અનાજના ભાવો વધવા પૂરો સંભવ છે. કહેવાની જરૃર જ નથી કે પુરવઠો ઘટતાં અનાજના ભાવો વધે જ. પરિણામે પૂરવઠાનું અસમતુલન થશે. વિશેષતઃ પ્રોટીનયુક્ત અન્નમાં તો અસમતુલન દેખાશે જ. આમ છતાં રિઝર્વ બેંક ઠંડા-કોઠે-બેઠી છે. જે નીચેના પેરેગ્રાફ ઉપરથી જ જાણી શકાશે.
''ફુગાવો ઘટશે તો નાણાંકીય નીતિમાં પણ ફેરફાર કરાશે. જે રાજકોષીય અને અન્ય પગલાંઓને તાલબદ્ધ રહેતાં વિકાસ સામેનાં જોખમો ઘટી જશે અને અર્થતંત્ર સતત ઉત્કર્ષના પંથે પડશે.''

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved