Last Update : 31-October-2012, Wednesday

 

રિઝર્વ બેન્કના નિર્ણયના પગલે
રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં નિરાશા બેન્કો પર દબાણમાં વધારો થશે

ઈન્વેસ્ટમેન્ટમાં વાૃધારો કરવા માટે વ્યાજદરમાં કાપ જરૃરી હતોઃ ફિક્કી

મુંબઈ, મંગળવાર
૨૦૧૨-૧૩ની નાણાં નીતિની અર્ધવાર્ષિક સમીક્ષામાં રિઝર્વ બેન્કે મુખ્ય વ્યાજદરમાં કોઈ ઘટાડો કર્યો નથી. જ્યારે કેશ રિઝર્વ રેશિઓમાં પા ટકાનો ઘટાડો કર્યો છે. વ્યાજદરમાં ઘટાડો નહીં કરવાના નિર્ણયથી ઉદ્યોગ જગત ખાસ કરીને રિઅલ્ટી ક્ષેત્રમાં નારાજગી ફેલાઈ છે. સીઆરઆર ઘટાડવાથી બેન્કો પર દબાણ વધશે.
રિઅલ એસ્ટેટ વિકાસકો જેઓ હાલમાં મંદીનો સામનો કરી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે વ્યાજદરમાં ઘટાડો નહીં કરવાથી ક્ષેત્રની સ્થિતિમાં સુધારો નહીં થાય. સીઆરઆરમાં પા ટકાના ઘટાડાથી નાણા વ્યવસ્થામાં રૃપિયા ૧૭૫૦૦ કરોડ વધુ છૂટા થશે. આને કારણે વ્યવસ્થામાં ફુગાવાજન્ય સ્થિતિ ઊભી થશે એમ ડીએલએફ લિ.ના એક્ઝિકયૂટિવ ડાયરેકટર રાજીવ તલવારે જણાવ્યું હતું. થોડીક નિરાશા ઊભી થઈ છે આશા રાખીએ કે હવે પછીની સમીક્ષામાં કશું સારું આવશે.
હિરાનંદાની કન્સ્ટ્રકશનના એમડી નિરંજન હિરાનંદાનીએ જણાવ્યું હતું કે સ્વાભાવિક છે કે ફુગાવો રિઝર્વ બેન્કની મુખ્ય ચિંતા છે. પરંતુ વ્યાજદર ઊંચા રાખવાથી સ્થિતિ સુધરતી હોવાનું દેખાતું નથી. રિઝર્વ બેન્કે હવે સરકારની રૃપરેખા પ્રમાણે વિચારવું જોઈએ અને ઈન્વેસ્ટમેન્ટમાં વધારો થાય તે માટેના પગલાં લેવા જોઈએ. બજાર વ્યાજ દરમાં કપાતની અપેક્ષા રાખતું હતું પરંતુ સીઆરઆરમાં કપાત કરાઈ છે. આને કારણે ઓપન માર્કેટ ઓપરેશન્સ (ઓએમઓ)માં ઢીલ થશે એમ આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના એ. પ્રસન્નાએ જણાવ્યું હતું. ૨૦૧૩ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વ્યાજદર ઘટાડવાના રિઝર્વ બેન્કે સંકેત આપ્યા છે એ એક હકારાત્મક બાબત છે.
આગળ જતા વ્યાજદરમાં ઘટાડો થશે એ હકીકતને જોતા નાના રોકાણકારોએ પોતાના નાણાં લાંબા ગાળાની મુદતની બેન્ક એફડીમાં મૂકી દેવા જોઈએ, જેથી રિઈન્વેસ્ટમેન્ટનું જોખમ ઘટી શકે એમ એક ફાઈનાન્સિઅલ પ્લાનરે જણાવ્યું હતું.સીઆરઆરમાં કપાતને વ્યાજદરમાં ઘટાડાનો ટેકો ન મળે તો તેમાં કોઈ અર્થ નથી સરતો. ડિસેમ્બર પહેલા વ્યાજદરમાં કપાતની શકયતા જોવાતી નથી એમ કે. આર. ચોકસીના દેવેન ચોકસીએ જણાવ્યું હતું. વ્યવસ્થામાં વધુ નાણાં ઠાલવીને રિઝર્વ બેન્કે બેન્કો પર લોન છૂટી કરવા માટે દબાણ વધાર્યું છે, કારણ કે ઉદ્યોગો ઊંચા વ્યાજદરે નાણાં લેવાનું પસંદ નહીં કરે.
સીઆરઆરની સાથોસાથ અમે વ્યાજદરમાં કપાતની અપેક્ષા રાખતા હતા. વ્યાજદરમાં ઘટાડો કરાયો હોત તો નાણાં ઉછીના લેનારાઓને તેનો લાભ આપી શકાયો હોત, એમ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના એક્ઝિકયૂટિવ ડાયરેકટર એસ. એસ. મુન્દ્રાએ જણાવ્યું હતું. ઈન્વેસ્ટમેન્ટમાં વધારો કરવા માટે વ્યાજદરમાં કપાત થવો જરૃરી બની ગયું છે એમ ફિક્કીના પ્રમુખ આર. વી. કનોરિઆએ જણાવ્યું હતું. વ્યાજદર યથાવત જાળવી રાખીને રિઝર્વ બેન્કે રિઅલ એસ્ટેટ ક્ષેત્રને ફરી એક વખત નિરાશ કર્યું છે. વ્યાજદરમાં ઘટાડો કરાયો હોત તો રોકાણકારોનું માનસ સુધર્યું હોત એમ સીબીઆરઈ સાઉથ એશિયા પ્રા. લિ.ના ચેરમેન અંશુમાન મેગેઝિને જણાવ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved