Last Update : 31-October-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૩૧-૧૦-૨૦૧૨, બુધવાર
સરદાર વલ્લભભાઈ જયંતી
સ્વ. વડાપ્રધાન ઇંદિરા ગાંધીની પુણ્યતિથિ

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૪૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૪૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૩ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૪ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૩૩ મિ. (સૂ) ૭ ક. ૩૦ મિ. (મું) ૭ ક. ૨૭ મિ.
જન્મ રાશિ ઃ આજે બપોરના ૧૨ ક. ૦૬ મિ. સુધીમાં જન્મેલ બાળકની મેષ (અ. લ. ઈ.) રાશિ આવશે ત્યાર પછી જન્મેલ બાળકની વૃષભ (બ. વ. ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ કૃતિકા
ગોચર ગ્રહ ઃ સૂર્ય - તુલા, મંગળ- વૃશ્ચિક, બુધ- વૃશ્ચિક, ગુરૃ- વૃષભ (વ), શુક્ર- કન્યા, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ,, હર્ષલ (યુરેનસ)- મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર બપોરના ૧૨ ક. ૦૬ મિ. સુધી મેષ પછી વૃષભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન હેમંત ઋતુ રા.કા. દિ. ૯. માસ તિથિ વાર આસો વદ બીજ ને બુધવાર.
- સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ, - સ્વ. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ, - સિદ્ધિયોગ અહોરાત્ર, - વ્યતિપાત સાંજના ૪ ક. ૪૧ મિ. સુધી,- બાવળા સ્વા. મં. પાટોત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્હેજ માસનો ૧૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ખોરદાદ માસનો ૧૫ રોજ દએપમહેર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આપને કામમાં સાનુકૂળતા રહેવાથી કામ કરવાના ઉત્સાહમાં વધારો થાય. સીઝનલ ધંધામાં ઘરાકી આવતા આવક થાય.

 

વૃષભ ઃ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને રાહત શાંતિ થતી જાય. આપના વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

 

મિથુન ઃ દિવસનો પ્રારંભ સાનુકૂળતાથી થાય પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો જાય કામમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડે.

 

કર્ક ઃ નોકરી- ધંધા અંગેની આપની પરેશાની ચિંતા ધીરે ધીરે દૂર થાય ધંધામાં આકસ્મિક જ સાનુકૂળતા મળતા આનંદ થાય.

 

સિંહ ઃ અગત્યના કામકાજ અંગેની મુલાકાતમાં પ્રગતિ જણાય, નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું આયોજન થાય.

 

કન્યા ઃ આપે શાંતિ અને ધીરજ રાખી દિવસ પસાર કરી લેવો. જો કે, બપોર પછી આપને ધીરે ધીરે રાહત થતી જણાય કામમાં વ્યસ્તતા રહે.

 

તુલા ઃ આપને બપોર પછી સ્વાસ્થ્યની બાબતમાં ચિંતા જણાય, તબિયતની અસ્વસ્થતાના લીધે કામમાં મન લાગે નહીં.

 

વૃશ્ચિક ઃ આપના રોજીંદા કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરવાનું બને દિવસાન્તે બહાર કે બહારગામ જવાનું બને.

 

ધન ઃ આપને દિવસ દરમ્યાન કામની દોડધામ રહે અન્ય કર્મચારીનું કામ આપની પાસે આવતા કામમાં વધારો થાય.

 

મકર ઃ બપોર પછી આપના ચિંતા- ઉચાટમાં ઘટાડો થતો જાય. કામમાં મન લગાવી શકો. સાનુકૂળતા થતા રાહત અનુભવો.

 

કુંભ ઃ આપે વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં. આપની સાથે રહેનાર વ્યક્તિ જ આપને નુકસાન ન પહોંચાડે તેની તકેદારી રાખવી.

 

મીન ઃ આપના કામમાં જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ સાનુકૂળતાની સાથે સાથ- સહકાર પણ મળતો જાય, આનંદ રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૩૧-૧૦-૨૦૧૨, બુધવાર

 

આપને વર્ષ દરમિયાન પ્રતિકૂળતા- સાનુકૂળતાનો અનુભવ સમાનપણે થયા કરે. સામાજિક- વ્યવહારિક બાબતોમાં આપે સાવધાની રાખવી પડે. આપની હકારાત્મક વૃત્તિ છતાં આપની પ્રગતિની ઇર્ષ્યા કરનાર આપ પર આંગળી ઉઠાવે અને આપને ગુનેગારના કઠેડામાં લાવી મૂકે તેવું બને. ધંધામાં ભાગીદાર પર મુકેલો વધુ પડતો વિશ્વાસ આપની પડતી- બરબાદીનું કારણ ના બને તેની તકેદારી રાખવી. કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને વાદ-વિવાદ મનદુઃખના લીધે સંબંધો બગડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. વર્ષ દરમ્યાન મોટા ખર્ચાઓ પર કાપ મૂકી નાણાંકીય આયોજન વ્યવસ્થિત રીતે કરવું. સ્ત્રી વર્ગને ઘર- પરિવાર અને વ્યવસાયની જવાબદારી એક સાથે સંભાળવામાં મુશ્કેલી પડે. વિદ્યાર્થી બંધુએ પરીક્ષા સમયે બીમારી અકસ્માતથી સંભાળવું પડે.

 

 

સુપ્રભાતમ્

મોટી શિલા પ્રાણીઓ ભીષણ પ્રયત્નથી ઉપાડી શકતાં નથી પણ નાની એવી યુક્તિથી (લાકડાના ઉચ્ચાલનથી) ઉપાડી શકે છે, તેવી રીતે નાની તરકીબથી મોટી સિધ્ધિ મળે છે. તે મંત્રનું મોટું ફળ છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગને તે દિવસે પત્ની લીલીને કહ્યું, ''આપણા લગ્નની દસ વર્ષની ઉજવણી વખતે હું તને આંદામાન નિકોબારના ટાપુઓ પર લઈ જઈશ.''
''વાહ ! બહુ સરસ !'' લીલી બોલી, ''બહુ મજા આવશે... એકલો જંગલ અને આદિવાસીઓનો વિસ્તાર છે... મજા પડશે...'' થોડીવારે વિચારતા એ બોલી, ''અને આપણી લગ્નની પચ્ચીસમી વર્ષગાંઠ વખતે ?''
''એ વખતે,'' છગન બોલ્યો, ''તું જીવતી હોઈશ તો તને ત્યાંથી પાછી લઈ આવીશ.''

[Top]
 

આજ ની રેસીપી

પુલાવ-વૈવિઘ્ય

સોયા-પનીરનો પુલાવ

 

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ ચોખા, ૨૦૦ ગ્રામ સોયાપનીર, (સોયામાંથી બનાવેલું દૂધ), ૨૫ ગ્રામ તલ, અડધો ચમચો અડદની દાળ, ૧૦૦ ગ્રામ નાળિયેરનું છીણ, ૪ લાલ મરચાં, ચપટી હીંગ, ૧ ચમચી રાઈ સ્વાદ પ્રમાણે, મીઠું તળવા માટે ઘી, ૪ કપ પાણી.

 

રીત ઃ તલને પ્રથમ શેકી લો, ઘીમાં લાલ મરચાં અને હંિગ નાખી તેમાં ચોેખા અને પનીર નાંખી પ્રમાણસર પાણી નાખી થવા દો, તેમાં શેકેલા તલ પણ નાંખી દો. પુલાવ થઈ જાય એટલે થોેડા ઘીમાં રાઈ, અડદની દાળ અને નાળિયેરના છીણનો વઘાર કરો. ઉપર કોથમીર ભભરાવી ગરમ ગરમ પીરસો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved