Last Update : 30-October-2012, Tuesday

 

૧૭ નવા ચહેરા, ૧૭ નવાં મહોરાં!

- મન્નુ શેખચલ્લી


મનમોહનસિંહ ઉર્ફે મૌનમોહનસિંહ ચુપચાપ એમના પ્રધાનમંડળમાં ૧૭ નવા કોંગ્રેસીઓને મિનીસ્ટર બનાવી લીધા. આ શપથવિધિનો અહેવાલ તો તમે કાલે વાંચ્યો જ હશે, પણ આજે એની વિશિષ્ટ 'હાઈલાઈટ્સ' વાંચો...
* * *
કેબિનેટમાં ૧૭ નવા ચહેરા પહેલીવાર મિનીસ્ટર બન્યા...
- આ ચહેરાઓને હવે પહેલીવાર સમજાશે કે 'મોટું મોં' કોને કહેવાય! (અને જો મૌનમોહનના ચેલા બનશે તો એ પણ શીખવા મળશે કે 'મોં ખોલ્યા વિના' શી રીતે ખવાય.)
* * *
ગુજરાતના ભરતસિંહ સોલંકીને પાણી ખાતું મળ્યું...
- અને વિદેશમંત્રી ક્રિષ્નાને 'પાણીચું' ખાતું!
* * *
સલમાન ખુરશીદને વિદેશમંત્રાલય મળ્યું...
- હાશ! હવે ૭૧ લાખ 'રૃપિયા' નહિ, ૭૧ લાખ 'ડોલર'માં હિસાબ ચાલશે.
* * *
કેટલાક મંત્રીઓ શપથ લીધા પછી ચોપડામાં સહી કરવાનું 'ભૂલી' ગયા...
- નેચરલી! ભૂલી જ જાય ને? એમની સહીની કિંમત હવે લાખો રૃપિયાની થઈ ગઈ!
* * *
એક્ટર ચિરંજીવીને પ્રવાસ-પર્યટન ખાતું મળ્યું...
- તમે જોજો, એ માણસ હવે 'ફોરેન લોકેશનો' જ શોધતો દેખાશે.
* * *
આંધ્રપ્રદેશમાં કોંગ્રેસની જુથબંધીને શાંત રાખવા આંધ્રના કુલ ૧૧ સાંસદોને પ્રધાનપદાં વહેંચાયાં...
- ગુજરાતના કોંગ્રેસીઓ! કંઈક શીખો! યાર પહેલાં સત્તા તો મેળવો? પછી જુથબંધી કર્યા કરજો...
* * *
'હોલી કાઉ'ની કોમેન્ટ પછી ફેંકાઈ ગયેલા શશી થરૃર છેક છ વર્ષે ફરી મિનીસ્ટર બન્યા...
- હવે 'હોલી કાઉ'નાં પૂંછડાં ઝાલીને રહેશે, તો જ સત્તાની વૈતરણી પાર કરવા મળશે.
* * *
ગુજરાતના દિનશા પટેલને ખાણ મંત્રાલય મળ્યું...
- બધું ખોદાઈ ગયું, ખવાઈ ગયું, વહેંચાઈ ગયું, પછી હવે શું? આ તો ખોદશે ડુંગર, ને નીકળશે ઉંદર.
* * *
અને હા, પહેલાં કહેવાનું હતું એ છેલ્લે કહી દઉં... કેજરીવાલ બજારમાંથી નવી ૧૭ ફાઈલો લઈ આવ્યા છે.
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved