Last Update : 30-October-2012, Tuesday

 

આંધ્ર અને કર્ણાટકની કુલ ૭૦ બેઠકો
કર્ણાટકમાં ક્રિષ્નાની વાંસળીના સૂર સંગઠન માટે ઉપયોગી

 

- રાજશેખર રેડ્ડીની પુત્રી અને પુત્રવધુની પદયાત્રા કોંગ્રેસની ઊંઘ હરામ કરે છે

 

આંધ્રપ્રદેશના ચહેરાઓને પ્રધાનમંડળમાં સમાવીને તેમજ ભૂતપૂર્વ વિદેશ પ્રધાન એસ.એમ. ક્રિષ્ણાને કર્ણાટક માટે ફાળવીને કોંગ્રેસે આ બંને રાજ્યો પર પોતાની પકડ મજબૂત બનાવવા પ્રયાસ શરૃ કર્યો છે. આંધ્રમાં જગન રેડ્ડીનો બળવો કોંગ્રેસને હચમચાવનાર બની ગયો છે તો કર્ણાટકમાં ભાજપ સામે યેદુઆરપ્પાના બળવામાં કોંગ્રેસ તક શોધી રહી છે. આંધ્રમાં કોંગ્રેસની અકળામણ જગન રેડ્ડીના ફેમીલીએ વધારી છે. જે રીતે કોંગ્રેસે આંધ્ર પ્રદેશને મહત્વ આપ્યું છે તે જોતાં એમ લાગે છે કે તે આંધ્રમાં તેનું ડૂબતું વહાણ બચાવવા માગે છે.
કર્ણાટકમાં કોંગ્રેસ ઘણું ગુમાવી ચૂકી છે. એસ.એમ. કૃષ્ણાને મૂકીને તે સંગઠન મજબૂત બનાવવા માગે છે. ઉત્તર પ્રદેશમાં પક્ષના થયેલા ધબડકા પાછળ નબળું સંગઠન છે એમ ખુદ રાહુલ ગાંધીએ કહ્યું હતું. કર્ણાટકમાં કોંગ્રેસ ફરી પકડ જમાવવા માગે છે. યેદુઆરપ્પાએ પ્રાદેશિક પક્ષ રચવાની કરેલી જાહેરાત પછી કોંગ્રેસે સળવળાટ શરૃ કર્યો હતો. ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌડા અને તેમના પુત્ર કુમાર સ્વામી સાથે સંકળાયેલા જનતા દળ (એસ)ના સભ્યો પણ કોંગ્રેસ તોડવાના ફિરાકમાં છે.
એક સમય હતો કે જ્યારે મુખ્યપ્રધાપદે રાજશેખર રેડ્ડી હતા ત્યારે કોંગ્રેસનું મોવડી મંડળ તેમને પૂછ્યા વિના આંધ્રના ઘડાનું પાણી પણ નહોતી પીતી. રાજશેખર રેડ્ડી કેન્દ્રીય સ્તરે આંધ્રનો કોઇ ચહેરો ના મૂકાય તેનું ખાસ ધ્યાન રાખતા હતા. તે માનતા હતા કે કોંગ્રેસમાં આંધ્ર ક્ષેત્રે તેમનાથી મોટો કોઇ ના હોવો જોઇએ.
જો આંધ્રના કોઇને મૂકાય તો કેન્દ્રીય સ્તરે તેનું નામ ગાજતું હતું. રાજશેખર રેડ્ડીએ હાલના પેટ્રોલ પ્રધાન જયપાલ રેડ્ડી માટે છૂટ એટલા માટે આપી હતી કે આંધ્ર કોંગ્રેસનું એકાદ પ્રતિનિધિત્વ હોવું જોઇએ. તેમણે જયપાલ રેડ્ડીને ફાલતુ ખાતુ અપાવીને તેમનું મહત્વ ઘટાડી નાખ્યું હતું. હવે રાજશેખર રેડ્ડી નથી. તેમના વફાદાર મિત્રો કોંગ્રેસ કરતા વધુ વફાદારી જગન રેડ્ડીની કરે છે.
જગનની બહેન શર્મિષ્ઠા અને પત્ની ભારતીએ શરૃ કરેલી પદયાત્રા કોંગ્રેસનું ટેન્સન વધારી રહી છે. રાજશેખર રેડ્ડી જે માર્ગ પર નીકળ્યા હતા તે જ માર્ગ પર તેમની પુત્રી અને પુત્રવધુ નીકળ્યા છે. જગન રેડ્ડી જેલમાં છે. લોકોની સહાનુભૂતિ માટે પુત્રી અને પુત્રવધુ કાફી છે. જેનો પતિ જેલમાં છે એવી પત્ની ભારતીને જોવા લોકો ટોળાબંધ ઉમટે છે. રાજશેખર રેડ્ડી જેટલી લોકપ્રિયતા આ લોકો ઊભી કરવા માગે છે. રાજશેખર રેડ્ડીએ કોંગ્રેસમાં સત્તા મેળવી તેની પાછળનું મુખ્ય કારણ તેમણે સમગ્ર રાજ્યમાં કરેલી પદયાત્રા હતી.
રાજશેખર રેડ્ડીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયા પછી કોંગ્રેસની પનોતી બેઠી હતી. રેડ્ડી પરિવાર કોંગ્રેસની કિચન કેબિનેટમાં હતું તે કોંગ્રેસની સામે પડયું હતું. આંધ્રની સળગતી સમસ્યા તેલંગણા આંદોલન છે. કોંગ્રેસ જેમ જેમ આ સમસ્યાથી દૂર ભાગતી થઇ એમ એમ તે સમસ્યા વધુ પ્રસરતી ગઇ અને આજે સ્થિતિ એ છે કે કોંગ્રેસ માટે તે સત્તા ગુમાવી શકે તે હદે આવી ગઇ છે.
રાજશેખર રેડ્ડીના અવસાન બાદ સત્યમ કોમ્પ્યુટરનું કૌભાંડ પણ વિવાદાસ્પદ બન્યું હતું. અબજો રૃપિયાની હેરાફેરી સપાટી પર આવી હતી. પંદર દિવસ અગાઉ જ સત્યમના ડીરેકટરોની એફડી સીલ કરાઇ છે.
કોંગ્રેસની નબળાઇના કારણે જ ભાજપ સૌથી પહેલા દક્ષિણમાં પ્રવેશ કર્ણાટકથી મેળવી શકી હતી. ભાજપને પણ આ બાબતનું આશ્ચર્ય છે પરંતુ યેદુઆરપ્પાએ આચરેલા ભ્રષ્ટાચારના કારણે ભાજપને બદનામી મળી હતી. તેમની સામેના ભ્રષ્ટાચારના કેસો બાદ તેમને મુખ્યપ્રધાન પદ છોડવું પડયું હતું. ભાજપ મોવડીમંડળ તેમને ફરી મુખ્યપ્રધાન પદે બેસાડવા તૈયાર ના હોઇ તેમણે બળવો કર્યો છે અને ડિસેમ્બરમાં નવા પક્ષ માટેની જાહેરાત કરી છે. અકળાયેલા ભાજપ પાસે હવે કોઇ વિકલ્પ નથી એમ સમજીને કોંગ્રેસે તેની તાકાતમાં વધારો કર્યો છે. એસ.એમ. ક્રિષ્ના અનુભવી અને વફાદાર કોંગી કાર્યકર છે. મહત્વની વાત તો એ છે તે ગાંધી પરિવારની નજીકના મનાય છે.
કેન્દ્રીય પ્રધાનમંડળમાં ફેરફારની સાથે સાથે કોંગ્રેસે બે રાજ્યો આંધ્ર અને કર્ણાટક પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે જે આવકારદાયક છે. ૨૦૧૪ની ચૂંટણીઓમાં આંધ્રપ્રદેશ કોંગ્રેસને બહુ બેઠકો આપી શકે એમ નથી. આંધ્રમાં લોકસભાની ૪૨ બેઠકો છે જ્યારે કર્ણાટકમાં ૨૮ બેઠકો છે. આ બંને રાજ્યોમાં મળીને કુલ ૭૦ બેઠકો થાય છે. આ બંનેમાં એક સમયે કોંગ્રેસની મજબૂત પકડ હતી. રાજકીય સમિક્ષકો માને છે કે ૨૦૧૪ની ચૂંટણીઓમાં કોંગ્રેસને ૧૫૦ બેઠકો મળે તો ઘણું કહેવાશે.
કોંગ્રેસે કર્ણાટકમાં કૃષ્ણાને મૂકીને મોડું પણ સ્તુત્ય પગલું ભર્યું છે. ક્રિષ્નાની કામગીરી વિદેશ પ્રધાન તરીકે બહુ પ્રશંસનીય નહોતી. તેમણે અનેકવાર લોચા માર્યા હતા પરંતુ ગાંધી પરિવારની નજીકના હોઇ તેમને ખસેડાયા નહોતા. હવે જ્યારે પ્રધાનમંડળમાં ફેરફાર થઇ રહ્યો છે અને કર્ણાટકમાં કોંગ્રેસ કટોકટીમાં છે ત્યારે ક્રિષ્નાને પાછા સંગઠનમાં જોતરવામાં આવ્યા છે.
વિમાન (વિદેશ પ્રધાન)માંથી ધરતી પર (સંગઠન) ઉતારેલા ક્રિષ્નાની વાંસળી કર્ણાટકમાં વાગશે કે પછી કોંગ્રેસને માથું કૂટવાનો વારો આવશે તે જોવા ચૂંટણીઓ સુધી રાહ જોવી પડશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 

 

 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved