Last Update : 30-October-2012, Tuesday

 
દિલ્હીની વાત
 

પ્રધાન મંડળમાં ફેરફાર અને કામકાજ પ્લાન
કોંગ્રેસ લડાયક મૂડમાં હોય એમ લાગી રહ્યું છે. ભ્રષ્ટાચારના સીલસીલાથી પ્રજા વિફરશે એવો તેમને ડર છે. બીજી તરફ સંસદનું શિયાળુ સત્ર પણ તોફાની બનવાના સંકેત છે. ૨૦૧૪માં આવનાર લોકસભાની ચૂંટણીઓ અને ત્રિપુરા, કર્ણાટક, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં આવનાર વિધાનસભાની ચૂંટણીઓ કોંગ્રેસ માટે મોટા પડકાર સમાન છે. પરંતુ પક્ષ માને છે કે પ્રધાન મંડળમાં ફેરફારોનો તેને થોડો લાભ મળશે. ૭૮ સભ્યોના પ્રધાન મંડળમાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા ૬૭ પર પહોંચી છે. ગઈકાલે જે ૨૨ પ્રધાનોની શપથવિધિ થઈ તે પૈકીના ૨૧ તો કોંગ્રેસના હતા !! જે રાજ્યકક્ષાના ૧૨ પ્રધાનોને સ્વતંત્ર હવાલો સોંપાયો તે પણ કોંગ્રેસના છે જો કે આ ફેરફારોમાં રાજકીય પ્રેશરની અસર પણ જોવા મળતી હતી. નવા પાંચ પ્રધાનો અને જુના કેટલાકને કેબીનેટ રેન્ક આપવી તે આ પ્રેશરનું ઉદાહરણ છે. અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઘેરાયેલી સરકાર અને કોંગ્રેસને શું આ વિશાળ ટીમનો ફાયદો થશે ખરો ?! ભ્રષ્ટાચાર અને ભાવ વધારો બંને સમસ્યા સરકારને ભીંસમાં લઈ રહી છે. જો કે આની સાથે એ પણ પ્રશ્ન ઉભો થાય છે કે તો પછી ભ્રષ્ટાચારી પ્રધાનો શા માટે હજુ પ્રધાનમંડળમાં છે ?! આ બતાવે છે કે વડાપ્રધાન ભ્રષ્ટાચારની સમસ્યા નિવારવા તૈયાર નથી. જો કે કેટલાક આશાવાદી કોંગીજનો આ ફેરફારોને કામકાજ પ્લાન સાથે સરખાવે છે. આ પ્લાન જવાહરલાલ નહેરૃના આશિર્વાદથી બનાવાયો હતો અને તેનાથી પક્ષને જીવતદાન મળ્યું હતું.
ભ્રષ્ટાચાર માટે એવોર્ડ
પ્રધાન મંડળમાં ફેરફારોમાંના વિરોધાભાસ અંગે રાજકારણમાં ચર્ચા થઈ રહી છે. જેમ કે પેટ્રોલ પ્રધાન જયપાલ રેડ્ડીને ડી-ગ્રેડ કરાયા છે, તેમને સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલય સોંપાયું છે. જ્યારે બીમ છેડે સલમાન ખુરશીદને પ્રમોશન આપીને વિદેશ પ્રધાન બનાવાયા છે. ભ્રષ્ટાચાર સામે લડત ચલાવનાર અરવિંદ કેજરીવાલ તો એમ કહે છે કે ખુરશીદને તો ભ્રષ્ટાચાર બદલ એવોર્ડ અપાયા જેવો ઘાટ છે. હિમાચલ પ્રદેશમાં પ્રચાર કરી રહેલા સમાજવાદી પક્ષના નેતાઓ અને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી પણ કહે છે કે જેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો છે તેવા ખુરશીદને પ્રમોશન અપાયું છે.
મમતાને છંછેડવા પગલું
પ્રધાનમંડળના વિસ્તરણીના કારણે તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો વધુ વણસશે. એફડીઆઈના મુદ્દે સરકાર છોડનાર મમતા આ વિસ્તરણથી વધુ છંછેડાશે એમ મનાય છે. પશ્ચિમ બંગાળના છ કોંગી સાસંદો પૈકી ત્રણને કેબીનેટમાં સમાવાયા છે. તે પૈકીના બે તો મમતાના કટ્ટર વિરોધીઓ છે. આ બે નેતા એટલે અધીર ચૌધરી અને દીપા દાસમુનશી. મમતાને છંછેડવા પગલું લેવાયું હોય એમ અધિર ચૌધરીને તો રેલવેના રાજ્યકક્ષાના પ્રધાન બનાવાયા છે જ્યારે દીપાદાસ મુનશીને શહેરી વિકાસનો દવાલો સોંપાયો છે. શપથ સમારોહ બાદ તરત જ તેમણે મમતાને ભાંડવાનું શરૃ કર્યું હતું.
રાહુલ પર નજર
કોંગ્રેસની અંદરના વર્તુળો માને છે કે કોંગ્રેસ આગામી ૮-૧૦ દિવસમાં સંગઠનના ફેરબદલ કરશે. રાહુલ આ માળખામાં કઈ મહત્વની જવાબદારી સ્વીકારશે તે પર બધો આધાર છે. શું ૨૦૧૪ની ચૂંટણી સુધીમાં રાહુલ પક્ષની ગાડી ફરી પાટા પર ચઢાવી શકશે ? રાહુલ કોને સાથે રાખીને ફેરફારોમાં આગળ વધશે ? માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન તરીકે રાજીનામું આપનાર અંબિકા સોની એક સમયે સોનિયા ગાંધીના રાજકીય સચિવ હતા. એવી જ રીતે નકુલ વાસનિક પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સંગઠનના કામમાં કેટલાક યુવા ચહેરા પણ સમાવાશે. રાહુલની નજીકના મનાતા મિનાક્ષી નટરાજન, મોનિકા ટાગોર, પ્રાદીલ મનઝા જેવાઓ પણ સંગઠનમાં ચાલુ રહેશે.
આમ આદમીના વિદેશ પ્રધાન
સાઉથ બ્લોક બે કારણોથી સમાચારોમાં છે. ૧૯૯૩માં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે આવેલા ખુરશીદ ૨૦ વર્ષ બાદ તેજ ખાતામાં કેન્દ્રીય પ્રધાન થયા છે. તે એસ.એમ. ક્રિષ્ના કરતાં ૨૧ વર્ષ નાના છે. જો કે વિદેશ ખાતામાં ચાલતી ચર્ચા અનુસાર ક્રિષ્ના એ આમ આદમીના વિદેશ પ્રધાન હતા. તે તેમનો પુરોગામી એવા નટવરસિંહ કે પ્રણવ મુકરજીની જેમ ઉંચા રાજદ્વારી વર્તુળો સાથે રહેવા ટેવાયેલા નહોતી. નીતિ વિષયક બાબતોમાં ક્રિષ્ના લો-પ્રોફાઈલ હતા. કેટલાક મહત્વના મુદ્દે વડાપ્રધાન તરફથી આપતી ફાઈલો સાથે અસહમત થતા નહોતા. તેમણે માત્ર ૯૬ દેશોમાં પ્રવાસ કર્યો હતો. વિદેશ મંત્રાલયના સૂત્રો જણાવે છે કે આમ આદમીને મદદ થાય એવા નિર્ણયો તે લેતા હતા. જેમ કે પાસપોર્ટ મેળવવો આસાન બને, ૨૪ X ૭ હેલ્પલાઈન, વિદેશમાંથી હિતદેહ લાવવાની સવલત અને હજ્યાત્રીની સવલતોનો સમાવેશ થાય છે. જો કે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં તેમણે ભૂલથી પોર્ટુગીઝના વિદેશ પ્રધાનની સ્વીચ વાંચી હતી.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved