Last Update : 30-October-2012, Tuesday

 

ઔર એક દાદુ સર્જક સેબાસ્ટિયન ડિસોઝા

સિનેમેજિક - અજિત પોપટ
 

 

રાજકપૂરની સંગમ ફિલ્મના પ્રીમિયરની આસપાસ બનેલી ઘટના છે. એક પાર્ટીમાં દેવ આનંદે હંમેશ મુજબ કહ્યું, કે હું તો વર્તમાનમાં જીવનારો માણસ છું. ભૂતકાળને વાગોળ્યા કરવાનું મને બહુ ફાવતું નથી...નજીકમાં ઊભેલા એક માણસે વિવેકભેર કહ્યું, સર આપની વાત સાચી છે પરંતુ ભાવિ પેઢીના ટીનેજર્સે ફિલ્મ સંગીત માટે તો ભૂતકાળને જ વાગોળવો પડશે. દેવ આનંદ સાથે ઊભેલા જયકિસને આ વાતને સમર્થન આપતાં માથું ધૂણાવેલું. આજે ટીવી ચેનલ્સ પર રજૂ થતા સંગીતના કાર્યક્રમો સાંભળો તો ૧૯૯૮ પછી જન્મેલાં બાળકો પણ ૧૯૫૦ અને ’૬૦ના દાયકાનાં ગીતોને ગણગણે છે. દેવ આનંદ સમક્ષ ટકોર કરનાર એ વ્યક્તિને ફિલ્મ સંગીત સાથે સંકળાયેલી કોઇ પણ વ્યક્તિ કદી નહીં ભૂલે. શંકર જયકિસનનાં ગીતોનું જે પાસું સંગીતના અભ્યાસીઓ વખાણતાં થાકતા નથી એ ‘કાઉન્ટર મેલોડી’ હિન્દી ફિલ્મ સંગીતમાં લાવનાર એ કલાકારનું નામ સેબાસ્ટિયન ડિસોઝા. (કાઉન્ટર મેલોડીને સરળ ભાષામાં સમજાવવું હોય તો એમ કહી શકાય કે મૂળ બંદિશની હારોહાર-સમાંતર પરંતુ મૂળની પાછળ, એ જ સૂરાવલિ એકમ્પનીમેન્ટ તરીકે ગૂંજતી રહે એ સૂરાવલિ. અમેરિકન સ્વરનિયોજક ડેવિડ વોલીસ રીવ્ઝ એના પાયાના સંશોધક ગણાય છે. કાઉન્ટર મેલોડી સબોર્ડિનેટ રોલ તરીકે મૂળ સૂરાવલિ અને એકમ્પનીમેન્ટ બંને રીતે ગીતમાં જોડાય છે.) એ જ રીતે ફિલ્મ સંગીતમાં વાયોલિનના અનિવાર્ય ગણાય એવા ટુકડા (ઓબ્લીગેટો) પણ સેબાસ્ટિયને શરૂ કરાવ્યા. સમર્થન વિહોણા એક અહેવાલ મુજબ રાજકપૂરે સેબાસ્ટિયનના વાયોલિન ઓબ્લીગેટોથી પ્રભાવિત થઇને આર.કે. સ્ટુડિયોના પ્રતીકમાં પોતાના હાથમાં વાયોલિન મૂક્યું હતું. (ઓબ્લીગેટો પણ પાશ્ચાત્ય સંગીતમાંથી આપણને મળેલો શબ્દ છે. સરળ ભાષામાં એમ કહી શકાય કે મૂળ ગીતની સાથે એેકાદ એવો ટુકડો વાગે જે મૂળ બંદિશને ઉપકારક અને અનિવાર્ય થઇ પડે. સેબાસ્ટિયન પોતે વાયોલિનના ઓબ્લીગેટો વગાડતા. શંકર જયકિસનના ચાહકોને યાદ હશે, આ બંનેનાં મોટાં ભાગનાં ગીતોમાં વાયોલિનના ટુકડા મહત્ત્વનો ભાગ ભજવતા. ૧૭૮૦માં એટલે કે લગભગ બસો વરસ પહેલાં સી પી ઇ બાખ નામના પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતકારે આ પરંપરા શરૂ કરેલી એમ કહેવાય છે.
ગોવામાં ૧૯૦૬માં જન્મેલા સેબાસ્ટિયનને સંગીત ગળથૂથીમાં મળ્યું હતું. એમના માતા-પિતા બંને ચર્ચ મ્યુઝિક સાથે સંકળાયેલા હતાં. એટલે સેબાસ્ટિયનને સંગીત સિવાય ઘરમાં બીજું કશું સાંભળવા મળતું નહોતું. માતા-પિતાની સહાયથી એ ધીમે ધીમે એક પછી એક વાજંિત્ર વગાડતાં શીખ્યા અને ૧૯૩૦ના દાયકાના ઉત્તરાર્ધમાં બીજા હજારો યુવકોની જેમ પોતાનું નસીબ અજમાવવા મુંબઇ આવ્યા. એમની પ્રતિભા સૌ પ્રથમ પારખી ઓ પી નય્યરે. સેબાસ્ટિયને મ્યુઝિક એરેંજરની કારકિર્દી પણ ઓ પી નય્યરથી શરૂ કરી. બહુ ઝડપથી એમની પ્રતિભા વિશે ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને સંગીતકારોમાં સમાચાર ફેલાઇ ગયા. તરત શંકર જયકિસને સેબાસ્ટિયનને પોતાની સાથે લઇ લીધા. અહીં એક આડ વાત. અગાઉ લાખની બનેલી રેકર્ડ પર ગાનારનું નહીં પણ ફિલ્મની કથામાં જે પાત્રે એ ગીત પરદા પર રજૂ કર્યું હોય એ પાત્રનું નામ છપાતું. લતાજીએ રાજકપૂરને વિનંતી કરી અને લગભગ ૧૯૪૮થી પાર્શ્વગાયકોનાં નામ રેકર્ડ પર છપાતાં થયાં. એજ અરસામાં સેબાસ્ટિયન ઓ. પી. નય્યર સાથે જોડાયા હતા. શંકર જયકિસન સાથે જોડાયા એ સાથે આ બંનેના સહાયક સંગીતકાર તરીકે સેબાસ્ટિયનનું નામ પણ પરદા પર ચમકતું થયું.
આ સમયગાળામાં સેબાસ્ટિયને યાદગાર બનાવેલાં ગીતોની વાત કરીએ તો બે-ચાર ગીતો અચૂક યાદ કરવા પડે. ‘મેરા નામ ચીન ચીન ચૂ...’ (ફિલ્મ હાવરાબ્રિજ, સંગીત ઓ પી નય્યર), ‘સુન સુન સુન સુન જાલિમા...’ (મિસ્ટર એન્ડ મિસિસ ૫૫, ઓ પી નય્યર), ‘આપ કે હસીં રુખ...’ (બહારેં ફિર ભી આયેગી, ઓ પી નય્યર), ‘બંદા પરવર થામ લો જિગર...’ (ફિર વો હી દિલ લાયા હું, ઓપી નય્યર ) વગેરે. શંકર જયકિસન સાથેનાં ગીતોની યાદી તો સેંકડો ગીતો સુધી પહોંચી જાય. વાયોલિન, પિયાનો-એકોર્ડિયન અને ડ્રમ સેટ પર સેબાસ્ટિયનનો જબરો કાબુ હતો એમ એની સાથે કામ કરી ચૂકેલા કલાકારો કહે છે. આ મોટા ભાગના કલાકારો આજે આવરદાનો સાતમો દાયકો વટાવી ચૂક્યા છે. ઘણા તો સ્વર્ગવાસી થઇ ચૂક્યા છે. (વઘુ આવતા શુક્રવારે)

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 

 

 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved