Last Update : 30-October-2012, Tuesday

 
 

ભારતની ટીમમાં સ્થાન મેળવવા રૈના- યુવરાજ વચ્ચે સ્પર્ધા
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

દુબઈથી વહેલી સવારે ઇંગ્લેન્ડના ખેલાડીઓ આવી પહોંચ્યા ૧૫ નવેમ્બરથી પ્રથમ ટેસ્ટ અગાઉ ત્રણ પ્રેક્ટિસ મેચો રમશે

ભારતીય બોર્ડે વ્યૂહાત્મક રીતે 'એ' ટીમમાં એક પણ સ્પિનરને નથી સમાવ્યા

૮ નવેમ્બરથી અમદાવાદમાં પ્રેક્ટિસ મેચ અને ૧૫ નવેમ્બરથી પ્રથમ ટેસ્ટ મેચ

મુંબઈ, તા. ૨૯
ભારતના ક્રિકેટ પ્રવાસ માટે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ આજે વહેલી સવારે દુબઈથી અહીં આવી પહોંચી હતી. કેપ્ટન કુકની કેપ્ટન્સી હેઠળ ઇંગ્લેન્ડ ચાર ટેસ્ટમેચ રમશે. અમદાવાદમાં ૧૫ નવેમ્બરથી પ્રથમ ટેસ્ટ રમાશે તે પછી ઇંગ્લેન્ડ બે ટ્વેન્ટી- ટ્વેન્ટી અને પાંચ વન-ડેની શ્રેણીમાં ભારત સામે ટકરાશે.
ઇંગ્લેન્ડ આરામ કર્યા વગર આવતીકાલથી જ મુંબઈમાં ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયાના ગ્રાઉન્ડમાં પોતાની પ્રેક્ટિસ મેચ રમશે.
ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ જોડે સમાધાન થઈ જતા પીટરસનનો પાછળથી ૧૭મા ખેલાડી તરીકે ટીમમાં સમાવેશ થયો છે. તે થોડા કલાક વહેલા ભારત પહોંચી ગયો હતો. પીટરસન ચેમ્પિયન્સ લીગમાં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી ભાગ લેવા સાઉથ આફ્રિકા ગયો હોઈ તે ત્યાંથી ભારત આવ્યો હતો.
ઇંગ્લેન્ડના કેપ્ટન કુકે તેની ટેસ્ટ કારકિર્દીના પ્રારંભમાં જ ૨૦૦૬માં નાગપુરમાં અર્ધી સદી અને તે પછી સદી ફટકારી હતી. ભારતની પીચ પર તેને વાંધો નથી આવ્યો. જો કે તેની સામેે કેપ્ટન તરીકે ઐતિહાસિક પડકાર છે કેમ કે ૧૯૮૪- ૧૯૮૫ પછી એટલે ૨૮ વર્ષથી ઇંગ્લેન્ડ ભારતના પ્રવાસે એક પણ વખત ટેસ્ટ શ્રેણી જીત્યું નથી. છેલ્લે ૧૯૮૪- ૮૫માં ઇંગ્લેન્ડની ટીમ ડેવિડ ગોવરની કેપ્ટન્સી હેઠળ ભારતમાં ટેસ્ટ શ્રેણી જીત્યું હતું.
ઇંગ્લેન્ડનું તાજેતરનું ફોર્મ ઉત્સાહજનક નથી. છેલ્લે તેઓ ૦-૨થી સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીમાં હાર્યા ે હતા.
ભારત આવ્યા અગાઉ ઇંગ્લેન્ડની ટીમ દુબઈમાં ત્રણ દિવસ રોકાઈ હતી જ્યાં તેઓએ આઇસીસી એકેડમીમાં પ્રેક્ટિસ કરીહતી. ભારતની પીચો સ્પિનરોને વધુ અનુકૂળ હોઈ તેઓએ ત્રણ સ્પિનરો સ્વોન, પાનેસર અને સમીત પટેલ સામે મહત્તમ બેટિંગ પ્રેક્ટિસ કરી હતી.ભારતીય ક્રિકેટ બોર્ડે વિવાદાસ્પદ વ્યૂહરચના અપનાવતા આવતીકાલથી શરુ થતી પ્રેક્ટિસ મેચમાં ભારત 'એ'માં એક પણ સ્પિનરનો સમાવેશ નથી કર્યો.
કેપ્ટન સ્ટ્રાઉસની અણધારી નિવૃત્તિ પછી ઇંગ્લેન્ડને નેતૃત્વમાં પડકાર સર્જાયો છે. કુક જોડેે યોગ્ય ઓપનરની પણ તલાશ કરવાની રહેશે. ઇંગ્લેન્ડના ં ભૂતપૂર્વ ખેલાડી ડેનિશનો પૌત્ર નીક કોેમ્પટન ઓપનર તરીકે ખેલશે તેમ જણાય છે.
ભારતની 'એ' ટીમના કોચ રાજપૂતે એવો સંકેત આપ્યો હતો કે રહાને વનડાઉન બેટિંગમાં આવશે. જ્યારે મુકુંદ અને વિજય ઓપનિંગમાં ઉતરશે. આ પ્રેક્ટિસ મેચ ભારત 'એ'ના કેપ્ટન રૈના અને યુવરાજના પ્રથમ ટેસ્ટ માટેની ભારતની ટીમમાં સ્થાન મેળવવા માટે પણ મહત્ત્વની રહેશે. કેમ કે લક્ષ્મણની નિવૃત્તિ બાદ નંબર છનું સ્થાન ખાલી પડયું છે. સેહવાગ, ગંભીર, પૂજારા, તેંડુલકર, કોહલી પાંચ બેટ્સમેનો ભારતની મુખ્ય ઇલેવન માટે નિશ્ચિત છે. છઠ્ઠા ક્રમ માટે રોહિત શર્મા નબળા ફોર્ને લીધે રેસમાં નથી. જો કે, રૈના અને યુવરાજ બંને પ્રેક્ટિસ મેચોમાં ફોર્મ નહીં બતાવે તો રહાને, તિવારી, રાયડુ પણ ધ્યાન ખેંચવા તત્પર છે. બોલિંગમાં ઇરફાન પઠાણ માટે પણ પ્રેક્ટિસ મહત્ત્વની છે.
ભારત 'એ'
રૈના (કેપ્ટન), વિજય, રાયડુ, રહાને, યુવરાજસિંઘ, તિવારી, સહા (વિકેટકીપર), પઠાણ, વિજયકુમાર, , ડીંડા, બિસ્ત, મેનારિયા, મુકુંદ
ઇંગ્લેન્ડ
કુક (કેપ્ટન), કોમ્પટન, બેલ, પીટરસન, મોર્ગન, પ્રાયર (વિકેટકીપર), બેરસ્ટો, બ્રોડ, બ્રેસ્નાન, ટ્રોટ, ફીન, રૃટ, સ્વોન, પાનેસર, સમીત પટેલ, અનિયન્સ

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved