Last Update : 30-October-2012, Tuesday

 

માનખુર્દના મહિલા વસતિગૃહની યુવતીની વિતક-કથા
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

નારી સુધારગૃહમાં ૩૫૦ મહિલાઓ માટે ફક્ત એક જાજરૃની સગવડ

મુંબઇ, તા.૨૯
શનિવારે માનખુર્દના નવજીવન મહિલા વસતિગૃહમાં રખાયેલી લગભગ ૬૦ સ્ત્રીઓએ કેયરટેકર્સ (સંરક્ષકો) સાથેના ઝઘડા બાદ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. પ્રિવેન્શન ઓફ ઇમ્મોરલ ટ્રાફિકિંગ એકટ (દેહ વ્યવસાય પ્રતિબંધક ધારા) હેઠળ પકડાયેલી સ્ત્રીઓને આ નારી સુધાર ગૃહમાં રખાય છે. કમ્પાઉન્ડની દીવાલ ઠેકી જનારી ૩૬ સ્ત્રીઓ પૈકી ૧૩ પકડાઇ છે જ્યારે ૨૩ મહિલાઓ નાસતી ફરે છે.
નારી સુધાર ગૃહમાંથી નાસી છુટવામાં સફળ થયેલી ૨૪ વરસની કોલકાતાની યુવતી ચાર વરસ પહેલા આજીવિકા રળવા મુંબઇ આવી હતી. એને છ વરસનો પુત્ર છે જે કોલકતામાં એના મા-બાપ પાસે રહે છે. મુંબના એક ઓરકેસ્ટ્રા બારમાં એ વેઇટ્રેસ તરીકે કામ કરતી હતી. બાર પર આ વરસના મેમાં દરોડો પાડીને પોલીસે એને પકડી હતી. ગૃહમાંથી ભાગ્યા બાદ એને આસરો આપનાર એક મિત્ર મારફત મુંબઇના એક જાણીતા અંગ્રેજી અખબારે એનો સંપર્ક સાધી એની વીતક-કથા જાણી હતી. યુવતીની દુખદ કહાણી એના જ શબ્દોમાં જાણીએ ઃ
'હું એક બારમાં વેઇટ્રેસ તરીકે કામ કરતી હતી. પોલીસે મેમાં બાર પર દરોડો પાડી અમને ત્રણ જણને પકડી હતી. તેઓ અમને પોલીસ સ્ટેશનેથી નવજીવન મહિલા વસતિગૃહમાં લઇ ગયા હતા. પહેલા જ દિવસે અમને સમજાઇ ગયું હતું કે આ વસતિગૃહ એક જીવતું નરક છે. વસતિગૃહ સ્ત્રીઓથી ખીચોખીચ ભરેલું હતું. અહીં રહેવાની વ્યવસ્થા એકદમ કંગાળ હતી અને અમને પેટભરીને ખાવાનું પણ નહોતું અપાતું.
પરંતુ એના પછી અમે જે જોયું એની સામે આ બધું મામૂલી હતું. એક મોડી રાત્રે છથી સાત દારૃ પીધેલા પુરુષો ચોપર્સ અને છરીઓ સાથે સુધારગૃહમાં ધસી આવ્યા હતા. એમણે કેટલીક છોકરીઓને ઉંઘમાંથી ઉઠાડી એમને લાતો મારી હતી, પછી એમણે છોકરીઓ પર રેપ (બળાત્કાર) કર્યો હતો. અમે બધુ એટલા ગભરાઇ ગયા હતા કે વચ્ચે પડવાની અમારી હિંમત નહોતી ચાલી.
રેપનો ભોગ બનેલી છોકરીઓએ બીજા દિવસે જ્યારે કેરટેકર્સને વાત કરી ત્યારે એમણે કાંઇ જ બન્યું ન હોય એમ વાતને ઉડાડી નાખી હતી, છેલ્લા ચાર મહિનામાં મેં માનખુર્દના વસતિ ગૃહમાં ગેંગરેપના ઓછામાં ઓછા અડધો ડઝન બનાવ જોયા છે.
વસતિગૃહની કમ્પાઉન્ડની દીવાલમાં બાકોરા છે અને પુરુષો ધારે ત્યારે અંદર આવી શકે છે. મહિલા કોન્સ્ટેબલો અને એક માત્ર પુરુષ ચોકીદાર મેઇન ગેટ નજીક બેઠા હોય છે. રાત્રે રેપનો ભોગ બનતી સ્ત્રીઓ મદદ માટે બુમો પાડે તો પણ કોઇ એમની મદદે નથી આવતું. એક યુવતીને બળાત્કાર બાદ એટલો માનસિક આઘાત લાગ્યો હતો કે એ વસતિ ગૃહમાં નિર્વસ્ત્ર અવસ્થામાં ફરવા લાગી હતી. બે સપ્તાહ બાદ સત્તાવાળાઓએ એના મા-બાપને બોલાવી એને ઘરે મોકલી દીધી હતી.
ગૃહમાં કોઇ પણ સમયે ૩૫૦થી વધુ છોકરીઓ રહે છે. ગૃહના બે જાજરામાંથી માત્ર એક જ ખુલ્લુ હોય છે. બે મહિના પહેલા એક છોકરીએ જાજરૃમાં આપઘાત કર્યો ત્યારથી એ બંધ છે. ૩૫૦ મહિલાઓ માટે માત્ર એક જાજરૃ. કલ્પના કરો.
વસતિ ગૃહમાં જેલ જેવું જ ગોબરું અને અપુરતુ ખાવાનું અપાય છે. ઉપરથી 'કિચન મમ્મી' અમારી પાસે કલાકો સુધી ઢસરડો કરાવતી હતી, કામ કરવાની ના પાડનારને માર પડતો.
શુક્રવારે રાતે પણ પુરુષોના એક ગુ્રપે ગૃહમાં ધસી આવી ચાર મહિલાઓ પર રેપ કર્યો હતો. શનિવારે સવારે મહિલાઓ ચીફ કેરટેકરને ફરિયાદ કરવા ગઇ હતી એ દરમિયાન ઝઘડો થતા મહિલા કોન્સ્ટેબલો અને ચોકીદાર કેરટેકરની ઓફિસમાં મામલો શાંત પાડવા આવી ગયા હતા, એ વખતે લાગ જોઇને અમે કેટલીક સ્ત્રીઓ વસતિ ગૃહમાંથી ભાગી હતી. હું હવે મરી જઇશ પણ કદી એ જગ્યાએ પાછી નહિ જાઉં.

 

વસ્તીગૃહમાં મહિલાઓના શારીરિક શોષણની ક્રાઇમ બ્રાંચ મારફત તપાસનો આદેશ
મુખ્ય પ્રધાને મહિલાઓની નાસી છૂટવાની ગંભીર નોંધ લીધી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.૨૯
માનખુર્દ ખાતે નવજીવન મહિલા વસ્તીગૃહમાં મહિલાઓના કહેવાતા શારીરિક શોષણની તપાસ ક્રાઇમ બ્રાંચ મારફત કરાવવાનો આદેશ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે આપ્યો છે.
મહિલાઓના શારીરિક શોષણ ઉપરાંત તેઓને અત્યંત ખરાબ રીતે રાખવામાં આવતી હોવાના અહેવાલથી મુખ્યપ્રધાન ચોંકી ઊઠયા હતા અને તેઓએ સમગ્ર પ્રકરણની ક્રાઇમ બ્રાંચ મારફત તપાસનો આદેશ આપ્યો હતો. મુખ્ય પ્રધાને ગૃહ ખાતાંના વધારાના સચિવ અમિતાભ રાજનને બોલાવી ઉપરોક્ત આદેશ આપ્યો હતો.
ગત શનિવારે નવજીવન મહિલા વસ્તીગૃહમાંથી ૩૬ મહિલાઓએ દીવાલકૂદીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો જેમાંથી ૧૩ પકડાઇ ગઇ હતી અને ૨૩ હજી લાપતા છે.
નાસી છુટવાનો પ્રયાસ કરતાં પકડાઇ ગયેલી મહિલાઓએ વસ્તીગૃહમાં કરાતા શારીરિક શોષણની તેમ જ રહેવાની પરિસ્થિતિ અંગે ફરિયાદ કરી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved