Last Update : 30-October-2012, Tuesday

 
કિંગફિશર એરલાઈન્સ ફરી મુસીબતમાં
રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું

એરપોર્ટ ઓથોરિટીએ પણ કોલકાતા અને ચેન્નાઈ ખાતેના હેંગરો ખાલી કરવા જણાવ્યું

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૯
કિંગફિશર એરલાઈન્સની તેના સ્ટાફને પગાર ચૂકવણી બાબતે સર્જાયેલી મડાગાંઠ માંડ ઉકેલાઈ છે ત્યારે મહેસૂલ ખાતાએ એરલાઈન્સ પાસેથી લેણાપેટે નીકળતા રૃા. ૩૩૦ કરોડની ઝડપી વસૂલી માટે સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કરતા કિંગફિશર એરલાઈન્સના માથે ફરીથી આફતના વાદળો ઘેરાયા છે.
ઈન્કમટેક્સ અને સર્વિસટેક્સ ખાતા દ્વારા સંયુક્ત રીતે ફાઈલ કરવામાં આવનાર સ્પેશ્યલ લીવ પીટીશન (એસએલપી)માં સરકારને લેણા પેટે મોટી રકમ વિશે સર્વોચ્ચ અદાલતને માહિતગાર કરવામાં આવશે તેમજ ૨૬મી સપ્ટેમ્બરે કર્ણાટક હાઈકોર્ટે ઈન્કમટેક્સ ખાતાને વધુ વસૂલી કરતા રોકવા આપેલા હુકમને રદ કરવાની રજૂઆત કરાશે. કર્ણાટક હાઈકોર્ટના ચૂકાદા બાદ ઈન્કમટેક્સ ખાતાએ કિંગફિશર એરલાઈન્સના બેન્ક ખાતાઓને જપ્તીમાંથી મુક્ત કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને ટ્ક્સ ડિપાર્ટમેન્ટ્સ ટૂંક સમયમાં જ સંયુક્ત રીતે એલએસપી ફાઈલ કરશે.
તાજેતરમાં નાણા મંત્રાલયની બેઠકમાં બંને ટેક્સખાતાઓની નીતિ ઘડવા મંડળો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) અને સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સ (સીબીઈસી)એ એસએલપી દાખલ કરવાનો નિર્ણય લીધો હતો.
બીજી બાજુ એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ)એ કિંગફિશર એરલાઈન્સ પાસેથી લેણા પેટે રૃા. ૨૯૩ કરોડ લેવાના નીકળતા હોઈ કોલકાતા અને ચેન્નાઈ હવાઈમથકો ખાતેથી કિંગફિશરે રોકેલા બે હેન્ગર ખાલી કરવાની સૂચના આપી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved